Home /News /gujarat /

પાટીદારોમાં "યાદવાસ્થળી" : ચૂંટણીના નગારે ઘા !

પાટીદારોમાં "યાદવાસ્થળી" : ચૂંટણીના નગારે ઘા !

ગુજરાતનો "પાટીદાર પાવર" હવે ધીરે-ધીરે 'યાદવાસ્થળી' માં પરિણમતો જતો હોય તેવું લાગે છે. કથિતરૂપે પૈસા અને સત્તાની આડશમાં સમાજનો સુધારો કરવા નીકળેલા 'કૂપમંડૂક', 'તકવાદી' અને 'લેભાગુ' લોકોના નકાબ ધીરેધીરે ખુલી રહ્યા છે !

ગુજરાતનો "પાટીદાર પાવર" હવે ધીરે-ધીરે 'યાદવાસ્થળી' માં પરિણમતો જતો હોય તેવું લાગે છે. કથિતરૂપે પૈસા અને સત્તાની આડશમાં સમાજનો સુધારો કરવા નીકળેલા 'કૂપમંડૂક', 'તકવાદી' અને 'લેભાગુ' લોકોના નકાબ ધીરેધીરે ખુલી રહ્યા છે !

  અમદાવાદ :

  લોકસભા ચૂંટણીનું બ્યુગલ ગુજરાતમાં વાગી ચૂક્યું છે. ક્યાંક "મિશન-26"ના સંગઠનો આકાર લઇ રહ્યા છે તો ક્યાંક અફ્વાના જોરે સત્તાધારી પક્ષના વફાદારોને મહત્વના સ્થાને ગોઠવવાની કવાયતો જોર ઉપર છે. આ પરિસ્થિતમાં ગત વિધાસભાની ચૂંટણી પૂર્વે યોજાયેલો માહોલ આગામી લોકસભા ચૂંટણી ફરી એકવખત ઉભો થઇ રહ્યો છે. પાટીદાર અનામત આંદોલનની ફલશ્રુતિરૂપે સરકાર આગાઉ "મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના" અને "બિનઅનામત આયોગ" લાગુ કરી ચુકી છે.

  આ યોજનાઓ છતાં એક સમયે સરકાર માટે પડકાર બનીને ઉભો થયેલો ગુજરાતનો "પાટીદાર પાવર" હવે ધીરે-ધીરે 'યાદવાસ્થળી' માં પરિણમતો જતો હોય તેવું લાગે છે. કથિતરૂપે પૈસા અને સત્તાની આડશમાં સમાજનો સુધારો કરવા નીકળેલા 'કૂપમંડૂક', 'તકવાદી' અને 'લેભાગુ' લોકોના નકાબ ધીરેધીરે ખુલી રહ્યા છે ! બહુ મુશ્કેલ છે, સાચું શું અને ખોટું શું એ નક્કી કરવું પરંતુ એટલું તો નક્કી છે કે આ બાબત હવે માત્ર કોઈ સમાજ કે સમાજના હિતાર્થે નથી થઇ રહી. પ્રારંભે કોઈ ઉદેશ સાથે શરુ થયેલું આ અભિયાન હવે રાજકીય ગંદકી અને વ્યક્તિગત સ્વાર્થનો હિસ્સો બની ગયું છે.

  ગતરોજ સમાજના અગ્રણી બનનાર કેટલાક પાસના આંદોલનકારીઓની પૈસાની લેતી-દેતીના વહીવટનો વીડિયો વાયરલ થયા બાદ ફરી પાટીદાર અનામત આંદોલન સમિતિ ફરી ચર્ચામાં આવી છે. સામસામે આક્ષેપ પ્રતિ-આક્ષેપ થઈ રહ્યા છે.

  હાર્દિક દ્વારા કેટલાક જુના આદોલનકારીઓ પરના આક્ષેપો બાદ વિવાદમાં ગરમાવો આવી ગયો છે. જેને પગલે પાસના પૂર્વ આંદોલનકારી દિનેશ બાંભણીયાએ હાર્દિક પટેલ વિરુદ્ધ સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં કહ્યું છે કે, હાર્દિકે મારી સામેના આક્ષેપના પુરાવા સમાજના સામે રજૂ કરવા જોઈએ, નહીં તો સમાજની માફી માંગવી જોઈએ અને હલકી કક્ષાની રાજનીતિથી દુર રહી આંદોલન આગળ વધારવું જોઈએ. બીજી બાજુ દિલિપ સાબવાએ પણ હાર્દિક દ્વારા લગાવવામાં આવેલ આરોપનો જવાબ આપી હાર્દિકને પત્ર લખ્યો છે. દિલિપ સાબવાએ પણ હાર્દિકને પુરાવા રજુ  કરવા જણાવ્યું છે  નહીં તો હાઈકોર્ટમાં જઈશ તેવી ધમકી આપી છે.

  પાસના પૂર્વ મહિલા કન્વિનર રેશ્મા પટેલ પણ આક્ષેપ થય રહ્યો છે કે તેઓ કરોડો રૂપિયામાં વેંચાયાં છે.જેની પ્રતિક્રિયા આપતા રેશ્મા પટેલે જણાવ્યુ છે કે, "અમુક લોકો કોંગ્રેસના એજન્ટ બનીને સમાજને ગુમરાહ કરી રહ્યા છે. અમારા પર આક્ષેપ કરો છો,તો તમારા પર પણ અનેક આક્ષેપ થઇ રહ્યા  છે. તમારી બહેનના લગ્ન કર્યા તે રૂપિયા ક્યાથી આવ્યા તેનો પણ જવાબ આપો"

  થોડા સમય પૂર્વે ભાજપમાં જોડેયાલા વરુણ પટેલે કહ્યું હતું કે, "હું ભાજપનો કાર્યકર છું પણ પાટીદાર પણ છું. લૂખા તત્વનું મારે સર્ટિફિકેટ ની જરૂર નથી. હું 6 કરોડમાં વેંચાયો તેના પુરાવા પાંચ દિવસમાં  રજૂ કરો નહી તો હું ફરિયાદ કરીશ". વધુ એક પ્રતિનિધિ અને ઉમિયા ધામના ઉપ પ્રમુખ જેરામભાઈ પટેલે હાર્દિકના આરોપ બાદ ગીર સોમનાથના તાલાળા ખાતેથી જણાવ્યું હતું કે, " હાર્દિકના આરોપ જુઠ્ઠા અને પાયા વિહોણા છે, અમે સમાજ માટે કામ કરીએ છીએ અને કરતા રહેશું. કોણ શુ બોલે તેનાથી અમારે કોઈ મતલબ નથી."

  દિનેશ બાંભણીયાએ જણાવ્યું કે, ગઈ કાલે જે વીડિયો મીડિયામાં ચલાવવામાં આવ્યો તે મુદ્દે હાર્દિક પટેલનું સ્ટેટમેન્ટ આવ્યું હતું, જેમાં કેટલાએ લોકો પર પૈસા લઈ પાટીદાર આંદોલનને નુકશાન પહોંચાડવાના આક્ષેપ કરવામં આવ્યો હતો, જેમાં મારૂ નામ પણ સામેલ છે. હાર્દિકે સ્ટેટમેન્ટ આપ્યું છે, અને મેસેજ પણ ફરતો કર્યો છે, જેમાં મે 8 કરોડ રૂપિયા લીધા છે, તેવું જણાવાયું છે. આના એક કલાક બાદ તે ફરી ગયો અને ફરી ખુલાસો કર્યો કે, આ રીતે મને મેસેજ આવ્યો હતો અને મે માત્ર ફોરવર્ડ કર્યો છે. પરંતુ સમાજના એક જવાબદાર વ્યક્તિ તરીકે તેણે મને બદનામ કરી મારી પર ખોટા આક્ષેપ કર્યા છે. જેથી હું હાર્દિક વિરુદ્ધ વ્યક્તિગત આઈપીસી 499 મુજબ બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે, જો હાર્દિક પાસે કોઈ પુરાવા નથી, તો પણ તેણે મારી બદનામી કરવાની કોશિસ કરી છે. તો તેણે હવે સમાજ સામે આ મુદ્દે ખુલાસો કરવો પડશે, અથવા પોલીસ સામે પુરાવા રજૂ કરે. હાર્દિકને હું સલાહ આપુ છું કે, આંદોલનના નામે હલકી પ્રકારની રાજનીતી ન કરે અને આંદોલનને સાચા માર્ગે આગળ લઈ જાય, અને પોતાની પર થયેલા આક્ષેપોને છુપાવવા બીજા પર ખોટા આક્ષેપો ન કરે.

  દિનેશ બાંભણીયાએ હાર્દિક પર આક્ષેપ કર્યો છે કે, હાર્દિકના આવા પ્રયાસથી આંદોલન નબળું પડે છે, સમાજમાં ખોટો મેસેજ જાય છે, આંદોલનકારીઓ પર સમાજને અવિશ્વાસ ઉભો થાય છે. આ વિડિયો જેણે પણ પ્રસિદ્ધ કર્યો છે, તેનો હેતુ આંદોલનને નબળું પાડવાનો જ છે. હું હાર્દિકનું કોઈ પત્તુ કાપવાની કોશિસ નથી કરી રહ્યો, મારી વિરુદ્ધ હાર્દિકના આક્ષેપ છતાં, જો તે માત્ર અનામતની વાત કરશે, અને આંદોલન ચલાવે તો હું તેની સાથે જ છું. આ સિવાય બાંભણીયાએ જણાવ્યું કે, મે હાર્દિકને ગઈ કાલે કહ્યું હતું કે, થોડા દિવસ પહેલા તેણે કહ્યું હતું કે, મે 17 લોકોને ટિકિટ અપાવવા માટે કોંગ્રેસને ભલામણ કરી હતી, તો કયા કારણોસર તેણે આવી ભલામણ કરવી પડી તે પણ તે સમાજને જણાવે.

  ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં સુરતના પાસના કાર્યકર્તાઓ દ્વારા પૈસાની લેતી દેતી થયાનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, આ વીડિયો બાદ એક મેસેજ વાયરલ બન્યો હતો, જેમાં કોણે કેટલા રૂપિયા લઈ ભાજપ સાથે હાથ મિલાવ્યા, અને કોણે કેટલા રૂપિયા લઈ આંદોલન તોડવાની કોશિસ કરી તેમના નામ સાથેનો આ મેસેજ ફરતો થયો હતો, આ મેસેજ બાદ હાર્દિક પટેલે સ્ટેટમેન્ટ આપી જે લોકો આંદોલન છોડીને ગયા છે તેમના પર આક્ષેપો કરવામાં આવ્યા હતા.
  Published by:sanjay kachot
  First published:

  Tags: Conflict, Dinesh bambhaniya, Paas, Reshma patel, Sold, Varun patel, રાજકારણ, હાર્દિક પટેલ

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन