શિયોમી તેમનો નવો સ્માર્ટફોન એમઆઈ પ્લેને ચીનમાં લોન્ચ કરવા તૈયાર છે. કંપનીનો આ ફોન Play Series નો પહેલો ફોન હશે. કંપનીએ આ ફોનને લઇને કંપનીએ છેલ્લા અઠવાડિયાથી જ ટીઝરને જાહેર કર્યું હતું, જેમા તેના ફિચર્સને લઇને અનેક બાબતો સામે આવી છે. ટીઝર મુજબ, આ ફોન વોટરમાર્ક નોચ, ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ સાથે આવશે.
એવી ધારણા છે કે મી પ્લે ગ્રેડિએન્ટ ફિનિશ સાથે બ્લુ કલરમાં લોન્ચ કરવામાં આવશે. આ સિવાય, તેમાં વૉટરડ્રોપ નોચ પણ હોઈ શકે છે. રિઅર કેમેરાની વાત કરીએ તો તેમા વર્ટિકલ ડિઝાઇન ધરાવતું ડયુઅલ કેમેરા સેટઅપ હોવાની આશા છે. આ ઉપરાંત, મી પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપી શકાય છે. એવું કહેવામાં આવે છે કે તેની ખાસ ડિસ્પેલેને કારણે આ ફોન તાજેતરમાં જ લોન્ચ થયેલા OnePlus 6Tને ટક્કર આપી શકે છે.
શિયોઓમી એમઆઈ પ્લેમાં 5.84 ઇંચ પૂર્ણ એચડી + (1080x2280 પિક્સેલ્સ) ડિસ્પ્લે હોઈ શકે છે, જે એસ્પેક્ટ રેશિયો 19: 9 હોવાની આશા છે. સ્માર્ટફોનમાં 3 જીબી / 4 જીબી / 6 જીબી રેમ સાથે 32 જીબી / 64 જીબી / 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ હોઈ શકે છે.
કંપનીના ટીઝર અનુસાર, ફોન સ્નેપડ્રેગન પ્રોસેસરથી સજ્જ હશે. એવું માનવામાં આવે છે કે આ ગેમિંગ માટેનું શ્રેષ્ઠ સ્માર્ટફોન હશે.
શિયોમી એમઆઈ પ્લેની લોન્ચ ઇવેન્ટને કંપનીની સાઇટ પર લાઇવ જોઈ શકાય છે. આ ઉપરાંત, Youkou વેબસાઇટ પર પણ બતાવવામાં આવશે. ભારતીય સમય અનુસાર લોન્ચ ઇવેન્ટ સવારે 11.30 વાગ્યે શરૂ થશે.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર