Home /News /gujarat /

જાણો, અમેરિકા, ભારત સહિત દુનિયાના 5 સૌથી શક્તિશાળી દેશોના માથે છે કેટલું દેવું!

જાણો, અમેરિકા, ભારત સહિત દુનિયાના 5 સૌથી શક્તિશાળી દેશોના માથે છે કેટલું દેવું!

દુનિયાના સૌથી વધુ દેવામાં ડૂબેલા દેશોની યાદીમાં ભારત કયા સ્થાને છે, કેટલું છે દેવું?

દુનિયાના સૌથી વધુ દેવામાં ડૂબેલા દેશોની યાદીમાં ભારત કયા સ્થાને છે, કેટલું છે દેવું?

    દેશના વિકાસ માટે અને કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવા માટે મોટી નાણાકીય સંસ્થાઓ પાસેથી લૉન લેવી પડે છે. દરેક દેશ પર દેવું હોય જ છે. આવો જાણીએ દુનિયામાં સૌથી વધુ દેવાની નીચે દબાયેલા 5 દેશ કયા છે અને ભારતના માથે કેટલું દેવું છે...


    ઈન્ટેરનેશનલ મૉનિટરી ફંડ (International Monetary Fund) મુજબ, સૌથી વધુ દેવામાં ડૂબેલા ટૉપ 5 દેશોની યાદીમાં પાંચમાં સ્થાને ફ્રાન્સ છે. ફ્રાન્સની ઉપર 2736 અબજ ડૉલરનું દેવું છે.


    આ યાદીમાં ચોથા સ્થાને ઈટલી (Italy)નું નામ છે. ઈટલી પર કુલ 2744 અબજ ડૉલરનું દેવું છે. દુનિયાના કુલ દેવામાં તેની હિસ્સેદારી 4% છે.


    સૌથી વધુ દેવા નીચે દબાયેલા દેશોની યાદીમાં ત્રીજા સ્થાને ચીન (China)નું નામ છે. ચીનની ઉપર કુલ 6764 અબર ડૉલરનું દેવું છે.


    આ યાદીમાં બીજા સ્થાને જાપાન (Japan)નું નામ છે. જાપાનની ઉપર કુલ 11788 અબજ ડૉલરનું દેવું છે. જે દુનિયાના કુલ દેવાનું 17% છે.


    ઇન્ટરનેશનલ મૉનિટરી ફંડ મુજબ, સૌથી વધુ દેવામાં ડૂબેલા ટૉપ 5 દેશોની યાદીમાં પહેલા સ્થાને અમેરિકા (United States of America) છે. અમેરિકાની ઉપ કુલ 21465 અબજ ડૉલરનું દેવું છે.


    ભારત (India)ની વાત કરીએ તો આ યાદીમાં ભારતનું સ્થાન આઠમું છે. ભારતની ઉપર કુલ 1851 અબજ ડૉલરનું દેવું છે. જે દુનિયામાં લેવામાં આવેલા કુલ દેવાનું 2.7% છે.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર