ગુજરાતના શિરે વધુ એક યશકલગી, GIFT Cityમાં પહેલી ઓક્ટોબરે ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો થશે શુભારંભ

ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જથી સોનાના ભાવ અને ગુણવત્તામાં આવશે પારદર્શિતા, જાણો તમામ વિગતો એક જ ક્લિકમાં

ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જથી સોનાના ભાવ અને ગુણવત્તામાં આવશે પારદર્શિતા, જાણો તમામ વિગતો એક જ ક્લિકમાં

 • Share this:
  ગાંધીનગર. ગુજરાત (Gujarat) રાજ્ય અનેક બાબતોમાં દેશમાં અગ્રેસર રહ્યું છે. સર્વાંગી વિકાસની (Holistic Development) સાચી વ્યાખ્યા ગુજરાતે દેશને આપી છે. ગુજરાતે દેશને અનેક અમૂલ્ય ભેટો પણ આપી છે. દેશના ગ્રોથ એન્જિન (India’s Growth Engine) ગણાતા ગુજરાતના શિરે વધુ એક યશકલગી લાગવા જઈ રહી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) આકાર લઈ રહેલા ગિફ્ટ સિટીમાં (GIFT City) પહેલી ઓક્ટોબરથી ઈન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (International Bullion Exchange) શરૂ થઈ રહ્યું છે. આ એક્સચેન્જના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Pm Narendra Modi) આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસ સેન્ટર (IFSC)ના સૂત્રોએ કહ્યું હતું કે ગિફ્ટ સિટીમાં પ્રજ્ઞા ટાવર (Pragya Tower) કે જેને એટીએસ-સેવી ગ્રૂપ (ATS-Savvy Group) દ્વારા બાંધવામાં આવ્યું છે ત્યાં આ એક્સચેન્જ કાર્યરત થશે.

  વિશ્વનું છઠ્ઠું અને દેશનું પ્રથમ ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ ગુજરાતમાં

  નોંધનીય છે કે, ઇન્ટરનેશનલ ફાયનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર ઓથોરિટીના (International Financial Services Centre- IFSC) સ્થાપના દિવસ પહેલી ઓક્ટોબરથી ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જનો (International Bullion Exchange) શુભારંભ થઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જને ભારતમાં સોનાની આયાત માટેનો મોટો એન્ટ્રી ગેટ માનવામાં આવી રહ્યો છે. અગત્યનું છે કે વિશ્વમાં ન્યૂયોર્ક (New York), શિકાગો (Chicago), લંડન (London), દુબઇ (Dubai) અને સાંઘાઇમાં (Shanghai) સ્પોટ બુલિયન એક્સચેન્જ છે. હવે નવું અને દુનિયાનું છઠ્ઠું સ્પોટ એક્સચેન્જ ગુજરાતના ગિફ્ટ સિટીમાં કાર્યરત થશે. ભારતમાં પ્રથમ વાર આવું એક્સચેન્જ લાઇવ થવાનું છે જે વૈશ્વિક બુલિયન વ્યાપારનો મોટો હિસ્સો આકર્ષે તેવી અપેક્ષા છે.

  હવે સોનાના ભાવ અને ગુણવત્તામાં આવશે પારદર્શિતા

  ભારતમાં સોનાના ભાવમાં વિસંગતતા (Discrepancy in gold prices), જ્વેલરી ઉદ્યોગમાં પારદર્શિતાનો અભાવ (Lack of transparency in the jewelery industry) અને સોનાની ગુણવત્તા (Gold Quality) સહિતના અનેક પ્રશ્નોનાં નિરાકરણ માટે કેન્દ્ર સરકારે નવી ગોલ્ડ પોલિસી (New Gold Policy) તૈયાર કરી છે. દેશમાં સોનાના ભાવ (Gold Rates) નક્કી કરવા માટે કોઈ ઠોસ પદ્ધતિ નથી. તેથી દરેક શહેરોમાં સોનાના ભાવમાં જુદા-જુદા જોવા મળે છે. સોનાના ભાવની વિવિધતા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જની શુભ શરૂઆતથી જ દૂર થશે, જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે.

  આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જમાં કેટલું સોનું ટ્રેડ થઈ શકશે?

  આંતરરાષ્ટ્રીય બુલિયન એક્સચેન્જમાં (International Bullion Exchange) 5 ગ્રામથી એક કિલોગ્રામ સુધીના સોનાનું ટ્રેડિંગ થઇ શકશે. આ એક્સચેન્જ પછી ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ પણ આવવાનું છે જેને સેબી રેગ્યુલેટ કરશે. ગોલ્ડ સ્પોટ એક્સચેન્જ મારફતે તેનું ટ્રેડીંગ થશે. નોંધનીય છેકે ભારતીય ઘરોમાં 22,000 ટન સોનું નિષ્ક્રિય પડયું છે. વિશેષજ્ઞો કહે છે કે, ભારત વર્ષે 800થી 900 ટન સોનાનો વપરાશ કરે છે.

  આ પણ વાંચો, Gold-Silver Price Today: 10,200 રૂપિયા સસ્તું સોનું ખરીદવાની તક, જાણો 10 ગ્રામના લેટેસ્ટ રેટ્સ

  એક્સચેન્જથી અન્ય શું ફાયદો થશે?

  ન્યૂયોર્ક, શિકાગો, લંડન, દુબઇ ગોલ્ડ એક્સચેન્જ અને શાંઘાઇમાં સ્પોટ બુલિયન એક્સચેન્જ છે. હવે નવું સ્પોટ એક્સચેન્જ ગુજરાતના ગિફ્ટ સિટીમાં બની રહ્યું છે. ત્યારે ભારતમાં પ્રથમવાર આવું એક્સચેન્જ લાઇવ થવાનું છે જે વૈશ્વિક બુલિયન વ્યાપારનો મોટો હિસ્સો આકર્ષે તેવી અપેક્ષા છે.

  IIM-A સાથે શું છે સંબંધ?

  ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ માટેની પોલિસી IIM અમદાવાદમાં (IIM-A) તૈયાર કરવામાં આવી છે.આ પોલિસીને લગતા તમામ સૂચનોની જવાબદારી સરકારે ઇન્ડિયન ગોલ્ડ પોલિસી સેન્ટર (IGPC)ને સોંપી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સીલ (WGC) અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA)ના સંયુક્ત ભાગીદારીથી IGPCની રચના કરવામાં આવી છે.

  આ પણ વાંચો, 5 CEO સાથે કેવી રહી PM મોદીની બેઠકો? ભારતને શું ફાયદો થશે? જાણો તમામ વિગતો

  બજેટના ભાષણમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે કરી હતી જાહેરાત

  કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) બજેટમાં (Budget) ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ (International Bullion Exchange) સ્થાપનાની જાહેરાત કરી હતી. આ એક્સચેન્જ સ્થાપવા અને સંચાલન કરવા માટે મોદી સરકારે (Modi Government) ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન હોલ્ડીંગ (IIBH) નામની એક હોલ્ડીંગ કંપનીની સ્થાપના કરી છે. તેના માટે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE), મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX), ઇન્ડિયા આઇએનએક્સ (India INX), આઇએફએસસી (IFSC), નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસિઝ (CDS) વચ્ચે MOU કરવામાં આવ્યું છે.
  Published by:Mrunal Bhojak
  First published: