સામે આવી પહેલી ઇલેક્ટ્રિક બાઇક, સાથ જે રજૂ થયું વાઇ-ફાઇ હેલમેટ

News18 Gujarati
Updated: November 16, 2018, 1:13 PM IST
સામે આવી પહેલી ઇલેક્ટ્રિક બાઇક, સાથ જે રજૂ થયું વાઇ-ફાઇ હેલમેટ
EICMA મોટર શો 2018માં દુનિયાની સૌથી પ્રીમિયમ બાઇકને રજૂ કરવામાં આવી છે.

EICMA મોટર શો 2018માં દુનિયાની સૌથી પ્રીમિયમ બાઇકને રજૂ કરવામાં આવી છે.

  • Share this:
ઇટલીના  મિલાનમાં ચાલી રહેલા EICMA મોટર શો 2018માં દુનિયાની સૌથી પ્રીમિયમ બાઇકને રજૂ કરવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક બાઇક આર્ક વેક્ટરના નામથી બજારમાં લોન્ચ કરવામાં આવી છે, જેમાં સેમસંગની 16.8 kWhની બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે અડધા કલાકમાં પૂર્ણ ચાર્જ થઇ જાય છે.

આર્ક વ્હીકલ્સ અનુસાર બાઇક 3 સેકન્ડમાં 0-60 એમપીએચની ઝડપે પહોંચવામાં સક્ષમ છે, જેની ટોચ સ્પીડ 120 કિમી પ્રતિ કલાક છે. બાઇકના ભાગને કાર્બન ફાઇબરથી બનાવવામાં આવ્યો છે, જેનું વજન 220 કિલોગ્રામ છે. બાઇકમાં કાર્બન બોડી ઉપરાંત કાર્બન ફાઇબલ સ્વિંગ આર્મ્સ, ક્સ્ટમ ઓહલિંસ ડૈંપર્સ, બેબો બ્રેક સિસ્ટમ વગેરે આપવામાં આવ્યું છે.

કંપનીએ બાઇક સાથે હેલ્મેટ, હેપ્ટિક જેકેટ અને ઓરિજનલ જેકેટને પણ રજૂ કર્યુ છે. હેલ્મેટ વાઇફાઇ, કીલેસ ઇગ્નીશન ફૉબ અને રીયર વિઝન સિસ્ટમ્સ આપવામાં આવી છે. આ હેલ્મેટની હાઇલાઇટ સ્ક્રીન પર, ઝડપ સાથે બાઇકની અન્ય માહિતી પણ આપવામાં આવી છે.

આ પણ વાચો: દિવાના બનાવવા આવી રહી છે આ આક્રમક બાઇક, લૂક્સ છે દમદાર

આ ઉપરાંત, બાઇક સાથે આપવામાં આવેલ જેકેટમાં 3 મોડ આપવામાં આવ્યા છે, જેમાં પહેલો મોડ એ રાઇડરને અંધ સ્પોટમાં કોઇ અન્ય વાહન ચલાવવાની ચેતવણી આપે છે. બીજો સ્પોર્ટ્સ મોડ બાઇકના ગતિશીલ સ્થાનને રાઇડરને બતાવે છે. તે જ સમયે તેનું ત્રીજુ યુફોરિક મોડ રાઇડરને હેલ્મેટથી સંબંધિત માહિતી પ્રદાન કરે છે.

 
First published: November 16, 2018, 1:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading