Home /News /gujarat /

માનસિક તણાવનો કરૂણ અંજામ, બે બાળકોની માતાએ કૂવામાં કૂદીને જીવન ટૂંકાવ્યું

માનસિક તણાવનો કરૂણ અંજામ, બે બાળકોની માતાએ કૂવામાં કૂદીને જીવન ટૂંકાવ્યું

પરિજનોએ કૂવામાં નિસ્તેજ પડેલી મહિલાની લાશ જોઈ તો રૂંવાડા ઊભા થઈ ગયા

પરિજનોએ કૂવામાં નિસ્તેજ પડેલી મહિલાની લાશ જોઈ તો રૂંવાડા ઊભા થઈ ગયા

    નૂરપુરઃ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના કાંગડમાં નૂરપુરના એક કસ્બા રાજા કા તાલબાની પાસે બલ્લા ગામમાં એક મહિલાએ કૂવામાં કૂદીને આત્મહત્યા (Suicide) કરી લીધી. મૃતકની ઓળખ 42 વર્ષીય સંગીતા તરીકે થઈ છે. મહિલાને બે સંતાનો છે. પોલીસ (Police)એ મહિલાના સંદિગ્ધ હાલતમાં થયેલા મૃત્યુને જોતાં મામલો નોંધી લાશને કબ્જામાં લઈ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

    માનસિક તણાવમાં હતી મહિલા

    મળતી જાણકારી મુજબ, ઘટના મંગળવાર સવારે ચાર વાગ્યા આસપાસની છે. મહિલા લાંબા સમયથી માનસિક તણાવમાં હતી. મહિલાનું પઠાણકોટની એક ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યારે વહેલી પરોઢે મહિલાએ નજીકમાં જ આવેલા એક કૂવામાં કૂદીને પોતાનો જીવ આપી દીધો છે. સવારે પાંચ વાગ્યે જ્યારે પિરજનોએ જોયું તો મહિલા કૂવામાં નિસ્તેજ પડી હતી.

    આ પણ વાંચો, લૉકડાઉનમાં લૂંટઃ ડૉક્ટરને ગોળી મારીને હુમલાખોર કાર ચોરીને ફરાર થઈ ગયા

    પોલીસે તપાસ શરૂ કરી

    ઘટનાની જાણ થતાં જ ડીએસપી નૂરપુર સાહિલ અરોડા, પોલીસ સ્ટેશન પ્રભારી મોહનલાલ ભાટિયાએ પણ પોલીસ ટીમની સાથે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને લાશને કબ્જામાં લઈને નૂરપુરની સિવિલ હૉસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. બીજી તરફ, આ ઘટનાની ડીએસપી સાહિલ અરોડાએ પુષ્ટિ કરી છે.

    આ પણ વાંચો, જે દુલ્હનને હેલિકોપ્ટરમાં બેસાડી ઘરે લાવ્યો તેની સાથે જ કરતો હતો મારઝૂડ, પતિ થયો જેલ ભેગો
    Published by:user_1
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन