સુરત : મહિલા નાયબ મામલતદારનો ફોન ચોરાયો, અંગત તસવીરો Viral કરવાની ધમકી સાથે ખંડણીની માંગ

પ્રતિકાત્મક તસવીર

મોબાઇલની તસવીરો અને વીડિયો એડિટ કરીને વાયરલ કરવાની ધમકી આપી, મહિલા મામલતદાર પાસે ખંડણી માંગવામાં આવી, લાલબત્તી સમાન કિસ્સો

  • Share this:
સુરતની મહિલા નાયબ મામલતદાર (Deputy mamlatdar surat) દસ મહિના પહેલાં મોલથી ખરીદી કરી પરત ફરી રહ્યાં હતા ત્યારે તેઓ રિક્ષામાં પોતાનો મોબાઇલ (Mobile) ભૂલી ગયા હતા. આ ઘટનાના 10 મહિના બાદ અજાણ્યા શખ્સે મહિલા નાયબ મામલતદારના મોબાઇલના વીડિયો (Video) અને ફોટા એડિટેડ (Photographs) કરી તે ફોટા વહેતા કરવાની (Viral) ધમકી આપી હતી. આ એડિટેડ ફોટા વહેતા ન કરવા બદલ તેણે 60 હજારની ખંડણી (Extortion) માંગી હતી. જેના પગલે નાયબ મામલતદારે સાયબર ક્રાઇમમાં (Surat Cyber crime) ફરિયાદ નોંધાવી હતી.

નાયબ મામલતદારે આપેલી પોલીસ ફરિયાદ મુજબ,તેઓ જાન્યુઆરી 2020માં મોલથી ખરીદી કરી રિક્ષામાં ઘરે પરત આવ્યા હતા. તે સમયે રિક્ષામાં મોબાઇલ ભૂલી ગયા હતા. મોબાઇલમાં મેમરી કાર્ડ જેમાં પર્સનલ ફોટોગ્રાફ અને ડોક્યુમેન્ટો હતા. મોબાઇલ ન મળતા નાયબ મામલતદારે નવા સીમકાર્ડ લઈ લીધો હતો. છેક 10 મહિના પછી 30મી ઓકટોબરે રાત્રીના સમયે એક કોલ આવ્યો અને સામેવાળાએ હિંદી મે બાત કરો એવુ કહેતા મહિલાએ કોલ કટ કરી નાખ્યો હતો.

આ પણ વાંચો :  મોરબી : જઘન્ય ઘટના! દીકરાએ સગી મા-બહેનની હત્યા કરી, તીક્ષ્ણ હથિયારનાં ઘા ઝીંકી રહેંસી નાખ્યા

ત્યાર પછી અવાર નવાર કોલ આવતા હતા. મહિલાએ પોતાનો બનાવેલો વીડિયો અને અંગત ફોટોગ્રાફ રિક્ષામાં ભૂલી ગયેલા મોબાઇલના મેમરીકાર્ડમાં હતા. અજાણ્યા શખ્સે મહિલાના મોબાઇલ પર વીડિયો સાથે અશ્લિલ મેસેજ પણ કર્યો હતો. પછી મહિલાએ તેનું સોશિયલ મીડિયા તેના પતિના મોબાઇલમાં ચાલુ કર્યુ ત્યાર પછી અવાર નવાર મેસેજ અને બિભત્સ ફોટોગ્રાફ મોકલતો હતો. ફોટો ડિલીટ કરવા માટે 60 હજારની માંગણી કરી અને નહિ આપે તો ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

આમ સાયબર ક્રાઇમનો આ ગુનો એવા તમામ લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો છે જે લોકો પોતાના મોબાઇલ ફોનમાં અંગત તસવીરો અને વીડિયો બનાવી અને રાખે છે. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે ચેતવણીઓ આપી છે કે કોઈ પણ વ્યક્તિએ પોતાના ફોનમાં કે સોશિયલ મીડિયા સાથે લીંક એકાઉન્ટમાં આ પ્રકારની તસવીરો અને વીડિયો ન સ્ટોર કરવા જોઈએ.

આ પણ વાંચો :  સુરત : કરિયાણાની દુકાનમાં વેચાઈ રહ્યુ હતું અફીણ! પોલીસના દરોડામાં 4 કિલો જથ્થો, 11 લાખ રોકડા ઝડપાયા

જોકે, ક્લાઉડના જમાનામાં ફોનમાં સ્ટોર કરેલા વીડિયો અને તસવીરો ગમે ત્યાંથી પાછા મળતા હોય છે ત્યારે આ જોખમી બાબત સાબિત થઈ શકે છે. સુરતના મહિલા નાયબ મામલતદારને આ અંગે કડવો અનુભવ થયો છે. જોકે, તેમણે આ મામલે છેતરાયા બાદ પોલીસ ફરિયાદ કરી છે અને વધુ બદનામી ન થાય તે માટે પોલીસ પાસે મદદ માંગી છે.
Published by:Jay Mishra
First published: