Google સર્ચ પર મળેલા નંબરે મહિલાને લગાવ્યો 1 લાખનો ચૂનો!

News18 Gujarati
Updated: December 26, 2018, 12:15 PM IST
Google સર્ચ પર મળેલા નંબરે મહિલાને લગાવ્યો 1 લાખનો ચૂનો!
ગૂગલ સર્ચ દરમિયાન મહિલાએ કરી ભૂલ

ઇ-વોલેટમાં આવેલી મુશ્કેલીના કારણે મહિલા એક લાખની ઝપેટમાં આવી ગઇ.

  • Share this:
શું તમે ક્યારેય વિચાર્યું છે કે ફોન પર કરવામાં આવેલી નાની ભૂલ તમેને લાખોનો ચુનો લગાવી શકે છો? દિલ્હીના સીમપુરમાં રહેનારી એક મહિલાની એક સામાન્ય ભૂલથી એક લાખ રૂપિયાનું નુકસાન થયું. ગૂગલ સર્ચ દરમિયાન મહિલાએ કરેલી ભૂલને લીધે, ઓનલાઇન ઠગાબાજે તેના ખાતામાંથી એક લાખ રૂપિયા મેળવી લીધા.

હકીકતમાં, તે મહિલા એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરે છે. તેના ઇ-વોલેટથી ખોટુ ટ્રાન્ઝેકનશ થયું હતુ તો તેની ફરિયાદ માટે મહિલાએ ગૂગલ પર કસ્ટમર કેર નંબર શોધવાનું શરુ કર્યુ. ત્યારબાદ એક નંબર મળ્યો જેના પર તેને કોલ કર્યો. આ નંબર ઠગાબાજ કરનારા લોકોએ સેટ કર્યો હતો. તેણે ઇ-વોલેટ કંપનીનો જણાવ્યો હતો.

મહિલાને વિચાર્યું હતું કે આ નંબર સાચો છે અને તેણે રિફન્ડ મેળવવા માટે કાર્ડ ડિટેલ શેર કરી દીધી. જ્યાં સુધી મહિલા એ જાણી શકે કે સામે વાળો વ્યક્તિ ઇ-વોલેટ કંપનીનો નથી ત્યા સુધી તેના એકાઉન્ટમાંથી એક લાખ રુપિયા ચાંઉ લીધા.

આ પણ વાચો: મોબાઇલ ફોનની જેમ ફિંગરપ્રિન્ટથી અનલોક અને સ્ટાર્ટ થશે આ કાર

આવો જ એક મામલો EPFO પ્રોવિડન્ટ ફંડને લઇને પણ આવ્યો હતો. આ બાબતે, મહારાષ્ટ્ર સાયબર પોલીસે ચેતવણી આપી હતી કે લોકો આવા કપટથી બચતા રહે.
First published: December 26, 2018
વધુ વાંચો
अगली ख़बर