Home /News /gujarat /

ભરૂચ: મહિલા ઉપર અચાનક ઈમારતનો હિસ્સો ધરાશાયી, દર્દનાક ઘટનાનો CCTV Video

ભરૂચ: મહિલા ઉપર અચાનક ઈમારતનો હિસ્સો ધરાશાયી, દર્દનાક ઘટનાનો CCTV Video

ભરૂચ નગર પાલિકા ઈમારત ધરાશાયી સીસીટીવી વીડિયો

ભરૂચ નગર પાલિકા (Bharuch Nagarpalika) ના વોર્ડ નંબર 10માં એક મહિલા ઉભી હતી ત્યારે જ અચાનક ઈમારત ધરાશાયી (building collapsed) થઈ. મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત (Woman injured) , સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો (CCTV Video) પણ સામે આવ્યો

    ભરૂચ (Bharuch) માં એક મોટી દુર્ઘટના સામે આવી છે. ભરૂચ નગરપાલિકા (Bharuch Nagarpalika) ના વોર્ડ નંબર 10માં એક ઈમારત ધરાશાયી (building collapsed) થતા મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત (Woman injured) થઈ. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો (CCTV Video) પણ સામે આવ્યો.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ નગર પાલિકાના વોર્ડ નંબર 10માં એક મહિલા ઉભી હતી ત્યારે જ અચાનક ઈમારત ધરાશાયી થઈ હતી, મહિલા કઈ સમજે તે પહેલા જ ઈમારતનો કેટલોક ભાગ મહિલા પર આવી પડે છે. જેમાં સબાના શેખ નામની મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અને ત્યાં જ ઢળી પડે છે. જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.



    મહત્વની વાત એ છે કે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે, એક મહિલા કોઈ અ્ય મહિલા સાથે વાત કરી રહી છે ત્યારે અચાનક ઈમારત ઉપરથી ધસી પડે છે, મહિલાને ખબર પડતા તે બચવા માટે દોડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ અચાનક ધરાશૈાયી થયેલો હિસ્સો તેના મહિલાના માથા પર આવી પડે છે, અને મહિલા ત્યાં જ બેભાન થઈ ઢળી પડે છે. આ ઘટનાને નજરે જોનાર અન્ય મહિલા ઈજાગ્રસ્ત મહિલાને ઉભી કરવાનો પ્રયત્ન કરી લોકોને જાણ કરી, મહિલાને સારવારે માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે.

    આ પણ વાંચોNency Pelosi : ચીનની ધમકીને ગણકાર્યા વિના નૈંસી પેલોસી તાઇવાન પહોંચી, ગંભીર પરિણામો આવી શકે છે

    તમને જમાવી દઈએ કે, ભરૂચમાં આ રીતે ઈમારત દસી પડવાની ઘટના આ પહેલીવાર નથી નથી આ પહેલા પણ પારસીવાડામાં ઈમારત પડવાની આ ત્રીજી વખત ઘટના છે. જર્જરીત ઈમારત મુદ્દે પાલિકાને વારંવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા કોઈ પગલા ન ભરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Accident video, Bharuch, CCTV Video, Video viral, ભરૂચ, વીડિયો વાયરલ, સીસીટીવી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन