Home /News /gujarat /પોરબંદરથી GPSCની તૈયારી કરવા ગાંધીનગર આવેલી યુવતીને કડવો અનુભવ થયો, હિંમત સાથે સામનો કર્યો

પોરબંદરથી GPSCની તૈયારી કરવા ગાંધીનગર આવેલી યુવતીને કડવો અનુભવ થયો, હિંમત સાથે સામનો કર્યો

ગાંધીનગર આવેલી પોરબંદરની યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ

Gandhinagar Police: ગાંધીનગર પોલીસે યુવતીને સોશિયલ મીડિયામાં પરેશાન કરીને રૂપિયાની માગણી કરનારા ઈસમ સામે ફરિયાદ નોંધી છે. પોરબંદરથી પરીક્ષાની તૈયારી કરવા ગાંધીનગર આવેલી યુવતીના ફોટો વાયરલ કરનારા ઈસમે 2 લાખ રૂપિયા માગ્યા હતા.

  • News18 Gujarati
  • Last Updated :
  • Gandhinagar, India
ગાંધીનગરઃ સૌરાષ્ટ્રથી ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવેલી યુવતીને કડવો અનુભવ થયો છે. પરંતુ યુવતીએ ડર્યા વગર પોતાની સાથે બનેલી ઘટનાનો સામનો કર્યો છે. ફોટો વાયરલ કરવાની ધમકી આપનાર યુવકે યુવતી પાસે રૂપિયાની માગણી કરી હતી. જોકે, યુવતીએ પોતાની સાથે બનેલી ઘટનાથી ડર્યા વિના સામનો કરીને પોલીસની મદદ લીધી છે. પોલીસે આ કેસમાં ફરિયાદ નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

મળતી વિગતો પ્રમાણે પોરબંદરથી ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે આવેલી યુવતીને સાઈબર ચાંચિયાઓનો કડવો અનુભવ થયો છે. અજાણ્યા યુવકે ઈન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલી હતી, જોકે, તેણીએ આ રિક્વેસ્ટનો સ્વિકાર ના કરતા યુવકે તેની સાથે અયોગ્ય વર્તન શરુ કર્યું હતું.

આ પણ વાંચોઃ ગાંધીનગરઃ મંજૂરી વગર ઝાડીમાં કે અન્ય જગ્યા પર નોનવેજનું વેચાણ કરનારાઓની ખેર નથી

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા આવી છે યુવતી


ફરિયાદ મુજબ પોરબંદરની 23 વર્ષની યુવતી GPSC Class 1-2ની પરીક્ષાની તૈયારી કરવા માટે ગાંધીનગરમાં આવી હતી અને તે તેની ફ્રેન્ડ્સ સાથે સરગાસણમાં રૂમ રાખીને રહેતી હતી. આ દરમિયાન તેને ઈન્સ્ટાગ્રામ પરથી યુવકે રિક્વેસ્ટ મોકલી હતી. જોકે, યુવતીએ તેનો સ્વીકાર કર્યો નહોતો.

આ પછી યુવકે યુવતીને મેસેજ કરીને જણાવ્યું કે હું તારા વિશે બધું જાણું છું. જો તું 2 લાખ રૂપિયા નહીં આપે તો તારા ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. જોકે, આ પરિસ્થિતિ ગભરાયા વગર યુવતીએ તેનો હિંમતભેર સામનો કર્યો અને અજાણ્યા ઈસમના અકાઉન્ટને બ્લોક કરી દીધું હતું. આ પછી યુવતીની પાછળ પડેલા ઈસમે અન્ય અકાઉન્ટ પરથી યુવતીના ફોટો અપલોડ કરીને તેને પરેશાન કરવાનું શરુ કર્યું હતું.

યુવતીઆ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી


પોરબંદરની યુવતીને પરેશાન કરનારા શખ્સે યુવતીના મિત્રોને પણ ફોટોગ્રાફ્સ મોકલવાનું શરુ કર્યું હતું. યુવતીએ જ્યારે યુવકને ફોટો અપલોડ ના કરવા માટે જણાવ્યું તો તેણે યુવતી પાસે ફોટો અપલોડ ના કરવા માટે 2 લાખ રૂપિયાની માગણી કરી હતી. અંતમાં યુવતીએ આ યુવક સામે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મળ્યા બાદ પોલીસે આ કેસમાં વધુ તપાસ શરુ કરી છે.
First published:

Tags: Gandhinagar Crime Branch, Gandhinagar News, Gandhinagar Police, ગાંધીનગર