Home /News /gujarat /

કર્ણાવતી ક્લબમાં મહિલા સફાઇ કર્મચારીની છેડતીનો મામલો, ઓડિયો વાયરલ

કર્ણાવતી ક્લબમાં મહિલા સફાઇ કર્મચારીની છેડતીનો મામલો, ઓડિયો વાયરલ

કર્ણાવતી ક્લબ (ફાઇલ ફોટો)

    અમદાવાદ: છેલ્લા ઘણાં દિવસથી રાજપથ ક્લબનાં સ્વિમિંગ કોચ ચર્ચામાં છે તો હવે કર્ણાવતી ક્લબનો એક કિસ્સો સામે આવ્યો છે. ક્લબની મહિલા સફાઇ કર્મચારીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. ક્લબ દ્વારા બદનામીનાં ડરથી મહિલાની છેડતીનો બનાવ દબાવી દેવામાં આવ્યો છે. મહિલા સફાઈ કર્મચારીની ક્લબની અંદર સફાઈ કામ કરતી વખતે હાથ પકડીને તેની સાથે જે વર્તન કરવામાં આવ્યું તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ છે અને ઘટના બની ત્યારે ક્લબના ત્રણ ડિરેક્ટર હાજર હતા પણ ઘટના મોટું સ્વરૂપ પકડે તેવો ભય લાગતા હાલ તેઓ કંઈ બોલવા તૈયાર નથી.

    એસ.જી. હાઇ વે પર આવેલી બે પ્રતિષ્ઠિત રાજપથ ક્લબ અને કર્ણાવતી ક્લબનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ પકડી રહ્યું છે. બંને ક્લબમાં પાવર પેનલનું મેનેજમેન્ટ છે અને ક્લબને પડદા પાછળથી મોટા આકાઓ ચલાવી રહ્યા છે. ક્લબની કોઈ પણ ઘટનાને ધાક ધમકીઓ આપી દબાવી દેવામાં આવી રહી છે.

    રાજપથ ક્લબમાં સ્વિમિંગ કોચ હાર્દિક પટેલની ઘટનાને ક્લબ મેનેજમેન્ટ દ્વારા તેને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવી જ રીતે કર્ણાવતી ક્લબમાં મહિલા સફાઈ કર્મચારીની છેડતીનો બનાવ પણ બહાર નહીં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.સફાઈનો કોન્ટાક્ટ ત્રણ વર્ષથી આપેલો છે ત્યારે ક્લબની અંદર આવી શરમજનક બનાવ બન્યો હોવા છતાં હજુ સુધી કોઈ તપાસ કરાઈ નથી. ક્લબના કેટલાક ડિરેક્ટરો જાણતા હોવા છતાં ચૂપ થઈને બેસી રહ્યા છે.

    ક્લબ પ્રેસિડન્ટનું નિવેદન
    આ અંગે કર્ણાવતી ક્લબના પ્રેસિડેન્ટ જયેશ મોદીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, સફાઈ કર્મચારીએ કોઈ ફરિયાદ કરી નથી. ક્લબના મેનેજરને કરી હોય તો અમે એક્શન લઈએ પણ મહિલાએ તેના કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરી હોય તો અમને ખબર નથી તેમ છતાં અમે ક્લબના સીસીટીવી કેમેરા ચેક કરીને તપાસ કરીશું કે આવી કોઈ ઘટના બની છે કે નહીં. ક્લબમાં સવારની મિટિંગ મળે તેમા ઘણી ફરિયાદોને નિકાલ કરવામાં આવી રહ્યો છે પણ આવી વાત ક્લબને મળી નથી.સફાઈ કર્મચારીઓની અંદર અંદર લડાઈ હોય તેવું પણ બની શકે છે જો કે, અમે દરેક પાસાઓની તપાસ કરીશું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Karnavati club, Molestation, અમદાવાદ

    આગામી સમાચાર