Home /News /gujarat /સ્ત્રીને જન્મ આપવાની ફરજ પાડી શકાય નહીં: બોમ્બે હાઈકોર્ટ
સ્ત્રીને જન્મ આપવાની ફરજ પાડી શકાય નહીં: બોમ્બે હાઈકોર્ટ
કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે લગ્ન પછી કામ કરવાની મહિલાની ઈચ્છા ક્રૂરતા સમાન નથી.
Bombay High Court : બોમ્બે હાઈકોર્ટમાં છૂટાછેડાની માંગ કરતી અરજી પહોંચી હતી. જેમાં અરજદાર પતિએ દલીલ કરી હતી કે તેની પત્ની દ્વારા તેની સંમતિ વિના ગર્ભ પાડી દેવોએ ક્રૂરતા સમાન છે.
બાળકને જન્મ આપવો કે નહીં તે અધિકાર કલમ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાનો અવિભાજ્ય ભાગ છે, જેથી કોઈ પણ મહિલાને બાળકને જન્મ આપવાની ફરજ પાડી શકાય નહીં, તે પ્રકારનો ચુકાદો બોમ્બે હાઈકોર્ટે તાજેતરમાં આપ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટમાં છૂટાછેડાની માંગ કરતી અરજી પહોંચી હતી. જેમાં અરજદાર પતિએ દલીલ કરી હતી કે તેની પત્ની દ્વારા તેની સંમતિ વિના ગર્ભ પાડી દેવોએ ક્રૂરતા સમાન છે. આ કેસમાં ન્યાયાધીશ અતુલ ચંદુરકર અને ઉર્મિલા જોશી-ફાળકેની ખંડપીઠે વિવિધ દલીલોને ધ્યાને લીધી હતી. આ કેસ પુંડલિક યેવતકર વિરુદ્ધ ઉજ્જવલા (શુભાંગી યેવતકર)નો છે.
કોર્ટે નોંધ્યું કે, બાળકને જન્મ આપવો કે ન આપવો એ પસંદગીનો સ્ત્રીનો અધિકાર એ તેની વ્યક્તિગત સ્વતંત્રતાનો એક અવિભાજ્ય ભાગ છે, જેની કલ્પના ભારતના બંધારણની કલમ 21 હેઠળ કરવામાં આવી છે. તેને બાળકને જન્મ આપવા માટે દબાણ કરી શકાતું નથી.
કોર્ટે એમ પણ જણાવ્યું હતું કે લગ્ન પછી કામ કરવાની મહિલાની ઈચ્છા ક્રૂરતા સમાન નથી. કોર્ટે આ કેસમાં પતિની અરજીને ફગાવી દીધી છે.
અરજદાર-પતિએ આરોપ લગાવ્યો હતો કે 2001માં લગ્ન કર્યા પછી તેની પત્નીએ નોકરી કરવાનો આગ્રહ રાખ્યો હતો અને ગર્ભ કઢાવી નાખીને તેના પર ક્રૂરતા આચરી હતી.
તેના પતિએ ઉમેર્યું હતું કે, તેણીએ 2004માં તેના પુત્ર સાથે તેનું ઘર છોડી દીધું હતું અને તેને પણ છોડી દીધો હતો. આથી, તેણે ક્રૂરતાના આધારે છૂટાછેડા માંગ્યા હતા.
બીજી તરફ મહિલાએ દલીલ કરી હતી કે, તેના પ્રથમ બાળકનો જન્મ તેના તરફથી માતૃત્વની સ્વીકૃતિની નિશાની છે. વધુમાં તેમણે દાવો કર્યો હતો કે તેની બીજી ગર્ભાવસ્થા માંદગીને કારણે કઢાવવી પડી હતી અને તેના પતિએ તેને તેના સાસરિયાના ઘરે પાછા લાવવાનો કોઈ પ્રયાસ પણ કર્યો ન હતો, કારણ કે તેના પરિવારને તેની પવિત્રતા પર શંકા હતી.
કોર્ટે કહ્યું હતું કે, બંનેમાંથી કોઈ પણ પક્ષ પાસે ગર્ભપાત અંગેના તેમના દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા નથી, પરંતુ મહિલાએ પહેલેથી જ બાળકને જન્મ આપ્યો હોવાથી તે માતૃત્વ અપનાવવામાં ખચકાટ અનુભવતી હોવાનું કહી શકાય નહીં.
ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, જો પતિના આરોપોને ફેસ વેલ્યુ પર લેવામાં આવ્યા હોય તો પણ, ગર્ભ ન રાખવા સબબ મહિલા પર ક્રૂરતાનો આરોપ લગાવી શકાય નહીં. વધુમાં એવું પણ જાણવા મળ્યું હતું કે તેની પત્નીએ તેને નોકરી માટે ત્રાસ આપ્યો હોવાના આક્ષેપો અસ્પષ્ટ છે. ક્રૂરતાના આરોપો તુચ્છ મુદ્દાઓ પર આધારિત ન હોઈ શકે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર