રાજકોટમાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, પ્રેમ પ્રકરણની આશંકા

News18 Gujarati
Updated: July 11, 2019, 8:10 PM IST
રાજકોટમાં મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત, પ્રેમ પ્રકરણની આશંકા
પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ અને ASI ખુશ્બુની ફાઇલ તસવીર

વિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા અને ખુશ્બુબેન ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નં. 402માં રહેતા હતા.

  • Share this:
હરીન માત્રાવાડિયા, રાજકોટ : રાજકોટમાં એક મહિલા ASI અને પોલીસ કોન્સ્ટબલે આપઘાત કરતા ચકચાર મચી છે. હાલ આપઘાત પાછળ કોઇ કારણ સામે આવ્યું નથી. જોકે, પ્રેમ પ્રકરણમાં બંનેએ આપઘાત કરી લીધાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજકોટનાં નવા 150 ફૂટ રોડ પર મારુતિનાં શોરૂમ પાછળ આવેલા પંડિત દિન દયાળનગરમાં એએસઆઈ ખુશ્બુબેન રાજેશભાઇ કાનાબાર અને પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ અશોકસિંહ જાડેજાએ આપઘાત કરી લીધો છે. તેમણે ગુરુવારે સવારે આપઘાત કર્યાનું માનવામાં આવી રહ્યું છે. રવિરાજસિંહ મવડી પોલીસ હેડ ક્વાર્ટરમાં રહેતા હતા અને ખુશ્બુબેન ગુજરાત હાઉસિંગ બોર્ડ આવાસ યોજનાના રૂમ નં. 402માં રહેતા હતા.

સુસાઇડ નોટ હજી મળી નથી

હાલ પોલીસે કાફલો ઘટના સ્થળે પહોંચીને આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે. હજી સુધી કોઇ સુસાઇડ  નોટ મળી આવી નથી. હાલ ખુશ્બુ અને રવિરાજસિંહનાં પરિવારજનો અને મિત્રો ઘટનસ્થળે આવી ગયા છે. પરિવારમાં દુઃખની લાગણી છવાઇ ગઇ છે.

પોલીસ કોન્સ્ટેબલ રવિરાજ સિંહ અને ASI ખુશ્બુની ફાઇલ તસવીર


ફાયરિંગથી આપઘાતની આશંકાખુશ્બુ અને રવિરાજસિંહનાં મૃતદેહો પાસેથી રિવોલ્વર મળી આવી છે, જેનાથી માનવામાં આવી રહ્યું છે કે તેમણે રિવોલ્વરથી જ આપઘાત કરી લીધો છે.

મૃતક બંને રાજકોટનાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બંન્ને સાથે કામ કરતા હતાં. આ મામલે પોલીસે  પોસ્ટમોર્ટમ સહિતની વિધિ સંપન્ન કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
First published: July 11, 2019, 11:16 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading