Home /News /gujarat /Buy Now Pay Later : કોરોના કાળમાં છે પૈસાની ખેંચ, આ કાર્ડથી કોઈપણ ચાર્જ વગર દરેક ટ્રાન્જેક્શન 3 EMIમાં બદલો

Buy Now Pay Later : કોરોના કાળમાં છે પૈસાની ખેંચ, આ કાર્ડથી કોઈપણ ચાર્જ વગર દરેક ટ્રાન્જેક્શન 3 EMIમાં બદલો

EMI Card

Buy Now Pay Later: વિઝા પ્લેટફોર્મ પર UNI પે 1/3 કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે કાર્ડનો ઉપયોગ વિઝા કાર્ડ સ્વીકારતા તમામ ઑનલાઇન વેબસાઇટ્સ અથવા વેપારી આઉટલેટ્સ પર થઈ શકે છે.

દેશમાં ઘણી કંપનીઓ 'બાય નાઉ પે લેટર' (Buy Now Pay Later) ની સુવિધા આપી રહી છે. આ કોન્સેપ્ટ વધુને વધુ લોકપ્રિય બની રહ્યો છે. આ વ્યાજમુક્ત લોન સુવિધા હેઠળ, તમે કોઈપણ વસ્તુ ખરીદો અને થોડા દિવસો પછી કિંમત ચૂકવી શકો છો. ત્યારે UNI Pay 1/3rd કાર્ડ એક અનોખું Buy Now Pay Later કાર્ડ છે, જેના દ્વારા તમે કોઈપણ વ્યાજ કે ચાર્જ વિના 3 સમાન માસિક હપ્તામાં એક મહિનામાં કરેલા તમામ ખર્ચની ચૂકવણી કરી શકો છો.

ફુલ પેમેન્ટ કરવા પર મળશે 1 % કેશબેક

જો તમે ફુલ પેમેન્ટ કરવાનું નક્કી કરો છો, તો તમને કુલ બિલ પર 1% ડિસ્કાઉન્ટ/કેશબેક મળશે. ગયા વર્ષે UNI પે 1/3 કાર્ડ યુનિઓર્બિટ ટેક્નોલોજીસ (Uniorbit Technologies, UNI) દ્વારા RBL બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ મોરિશિયસ અને લિક્વિલોન્સ સાથે ભાગીદારીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

Visa પ્લેટફોર્મ પર પણ કરે છે કામ

વિઝા પ્લેટફોર્મ પર UNI પે 1/3 કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે કાર્ડનો ઉપયોગ વિઝા કાર્ડ સ્વીકારતા તમામ ઑનલાઇન વેબસાઇટ્સ અથવા વેપારી આઉટલેટ્સ પર થઈ શકે છે.

કોઈ વ્યાજ કે એક્સ્ટ્રા ચાર્જ નહી

ઉદાહરણ તરીકે જો તમારું માસિક બિલ રૂ. 9000 તો કોઈપણ અન્ય ક્રેડિટ કાર્ડની જેમ, તમે તમારું બિલ સંપૂર્ણ ચૂકવી શકો છો. પરંતુ જો તમારી પાસે કેશની અછત હોય, તો તમે પ્રથમ, બીજા અને ત્રીજા મહિનાના અંતે રૂ. 3,000 ચૂકવીને બાકીની રકમ ક્લિયર કરી શકો છો. ખાસ વાત એ છે કે તમારે કોઈપણ પ્રકારનું વ્યાજ અથવા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.

હાલ લાઈફટાઈમ ફ્રી છે કાર્ડ, 31 જાન્યુઆરી પછી લેવામાં આવી શકે છે ચાર્જ

તાજેતરમાં, UNIના સ્થાપક અને CEO નીતિન ગુપ્તાએ કહ્યું હતું કે, “આ કાર્ડ હાલમાં 31 જાન્યુઆરી, 2022 સુધી આજીવન મફત છે પણ ત્યાર બાદ ચાર્જ લાગશે. આથી, જે ગ્રાહકો 31મી જાન્યુઆરી 2022 સુધી UNI એપ ડાઉનલોડ કરશે તેઓને કાર્ડ આજીવન ફ્રી મળશે અને ત્યારબાદ નવા ગ્રાહકો પાસેથી શુલ્ક લેવામાં આવશે. આ નિયમમાં પરિવર્તન શક્ય છે અને અમે સમયરેખા લંબાવી શકીએ છીએ.
First published:

Tags: Debit card, EMI Card, ક્રેડિટ કાર્ડ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો