ગાંધીનગર : ભાજપને 3 અને કોંગ્રેસના ફાળે 1 બેઠક, રાજ્યસભામાં જીતેલા ઉમેદવારનો પરિચય

News18 Gujarati
Updated: June 19, 2020, 10:55 PM IST
ગાંધીનગર : ભાજપને 3 અને કોંગ્રેસના ફાળે 1 બેઠક, રાજ્યસભામાં જીતેલા ઉમેદવારનો પરિચય
ગાંધીનગર : ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવારની જીત, રાજ્યસભાના જીતેલા ઉમેદવારનો પરિચય

ભરતસિંહ સોલંકીનો પરાજય થયો

  • Share this:
ગાંધીનગર : ગુજરાત રાજ્યસભાની ચારેય સીટના પરિણામ આવી ગયા છે. ભાજપના ત્રણેય ઉમેદવાર અભય ભારદ્વાજ, રમીલાબેન વારા, નરહરિ અમીને જીત મેળવી છે. બીજી તરફ કોંગ્રેસના ફાળે એક બેઠક આવી છે. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો વિજય થયો છે. ભરતસિંહ સોલંકીનો પરાજય થયો છે

રાજ્યસભાના જીતેલા ઉમેદવારનો પરિચય

નરહરિ અમીન - નરહિન એકસમયે કોંગ્રેસના મોટો નેતા હતા. તે 19994-95માં ઉપ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. નરહરિ અમીન જ્યારે કૉંગ્રેસમાં હતા, ત્યારે ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન અને સહકારી ક્ષેત્ર ઉપર તેમનું પ્રભુત્વ હતું. 2012ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા હતા.

અભય ભારદ્વાજ - અભય ભારદ્વાજ રાજકોટના જાણીતા વકીલ અને બ્રહ્મ સમાજના આગેવાન છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ રાજનીતિમાં સક્રિય છે, તેઓ રાજકોટ બાર એસોશિએશનના પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. તેઓ અખબારમાં પણ કામ કરી ચુક્યાં છે, તેમનો જન્મ પૂર્વ આફ્રિકાના યુગાન્ડાના જીજા શહેરમાં થયો હતો, 1977માં જનતા પાર્ટીના શાસન વખતે 23 વર્ષની વયે રાજકોટ શહેર જીલ્લાના મંત્રી બન્યાં હતા. બાદમાં તેમની રાજકીય સફર આગળ વધી હતી. તેઓ સીએમ વિજય રૂપાણીના પણ નજીકના છે.

આ પણ વાંચો - Gujarat Rajyasabha Election LIVE : ભાજપની રણનિતી સફળ, ભરતસિંહ સોલંકીનો પરાજય

રમીલાબેન બારા - રમીલાબેન બારા આદિવાસી અગ્રણી છે, તેઓ ભાજપ પ્રદેશ સંગઠનમાં ઉપાધ્યક્ષ છે, સાબરકાંઠાના ખેડબ્રહ્માનાં પૂર્વ ધારાસભ્ય અને સમાજ સેવક છે. તેઓ ગુજરાત સરકારમાં અધિકારી રહી ચુક્યાં છે, બાદમાં તેઓ રાજનીતિમાં આવ્યાં હતા. તેઓ એક સમયે સ્કૂલમાં શિક્ષિકા પણ હતા, 2004માં ગુજરાત સરકારમાંથી સેકસન ઓફિસરના પદેથી રાજીનામું આપીને ભાજપમાંથી ખેડબ્રહ્મા બેઠક પરથી પેટાચૂંટણી લડ્યાં હતા, ધારાસભ્ય બન્યાં હતા, તેઓ લોકસભામાં કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી સામે હારી ગયા હતા.

શક્તિસિંહ ગોહીલ - શક્તિસિંહ ગોહીલ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. હાલ તે બિહારના પ્રભારી અને રાષ્ટ્રીય પ્રવક્તા છે. તેઓ 2014-2017માં અબડાસાના ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમજ તેઓ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે. તેમણે એલ.એલ.બી., એલ.એલ.એમ., બી.એસ.સી.નો અભ્યાસ પણ કરેલો છે. 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં માંડવીથી ચૂંટણી લડ્યા હતા અને ભાજપના પ્રદ્યુમનસિંહ જાડેજા સામે પરાજય થયો હતો.
First published: June 19, 2020, 10:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading