શું રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાગશે? આજે કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવશે

શું રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉન લાગશે? આજે કોર કમિટીની બેઠકમાં નિર્ણય કરવામાં આવશે
રાજ્યના વેપારીઓ, ડોક્ટરો, આગેવાનો અને લોકો પણ કોરોનાને કાબૂમાં લેવા ઘણા સમયથી લોકડાઉનની માંગ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર હાઇકોર્ટની ફટકાર બાદ અને અન્ય રજૂઆતો સામે ફાઇનલી શું નિર્ણય કરશે

રાજ્યના વેપારીઓ, ડોક્ટરો, આગેવાનો અને લોકો પણ કોરોનાને કાબૂમાં લેવા ઘણા સમયથી લોકડાઉનની માંગ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર હાઇકોર્ટની ફટકાર બાદ અને અન્ય રજૂઆતો સામે ફાઇનલી શું નિર્ણય કરશે

  • Share this:
ગાંધીનગર : રાજયના 29 શહેરોમાં આવતીકાલે કર્ફ્યૂની મુદ્દત પૂર્ણ થઇ રહી હોવાથી તે અંગે આજે સાંજે ગાંધીનગર ખાતે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે તેવું આજે બપોરે જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્યામંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની જૂનાગઢ મુલાકાત દરમિયાન કહ્યું કે લોકડાઉન કે પછી રાજ્યમાં નિયંત્રણો મુદ્દે આજે સાંજે બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવશે . એટલે કે રાજ્ય સરકારની આજે જે બેઠક મળશે તેમાં હાલના મિની લોકડાઉનને લઇને નિર્ણય કરવામાં આવશે. ત્યારબાદ તે નિર્ણય અંગે મુખ્યમંત્રી પ્રેસ કોન્ફરન્સ અથવા તો ફેસબુક લાઇવના માધ્યમથી જાહેરાત કરશે.

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર ઓછો થવાનું નામ લેતો નથી. બીજી તરફ સરકારી વ્યવસ્થા અને સ્વાથ્ય સુવિધાઓની કમર તૂટી ગઇ છે. લોકો કોરોનાનો ભોગ બની રહ્યા છે અને મોતને ભેટી રહ્યા છે. ત્યારે રાજ્યના લોકો સામેથી સંપૂર્ણ લોકડાઉનની માંગ કરી રહ્યા છે છતા રૂપાણી સરકાર સંપૂર્ણ લોકડાઉન માટે સહમત જણાવી નથી.આ પણ વાંચો - ઓક્સિજનની અછત સર્જાતા કોરોના દર્દી પીપળાના ઝાડને સહારે, અંધવિશ્વાસ કે વિજ્ઞાન?

ગુજરાતમાં સંપૂર્ણ લોકડાઉન તો નહી લાગે પરંતુ એવી શક્યતા છે કે સરકાર લોકડાઉનના બદલે આંશિક પ્રતિબંધોને વધારે કડક બનાવે. અથવા તો રાજ્યના જે 29 શહેરોની અંદર કર્ફ્યૂ લાગુ છે તેની મુદ્દત વધારવામાં આવે. અન્ય સંભાવના એ પણ છે કે 29 શહેરો સાથે જયાં કર્ફ્યૂ નથી ને કોરોના કેસ વધ્યા છે તેવા અન્ય શહેરો પણ 29ની યાદી સાથે નવા ઉમેરાશે. મતલબ કે મિની લોકડાઉનની યાદીમાં અન્ય શહેરો પણ ઉમેરાય તેવી શક્યતા છે.

ગુજરાત હાઇકોર્ટમાં પણ કોરોના અંગેની સુઓમોટો અરજીની સુનાવણી ચાલી હતી. જેમાં પણ હાઇકોર્ટ અને અન્ય વકીલો દ્વારા સરકારની કામગીરી અને પ્લાન પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે. રાજ્યના વેપારીઓ, ડોક્ટરો, આગેવાનો અને લોકો પણ કોરોનાને કાબૂમાં લેવા ઘણા સમયથી લોકડાઉનની માંગ કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સરકાર હાઇકોર્ટની ફટકાર બાદ અને અન્ય રજૂઆતો સામે ફાઇનલી શું નિર્ણય લેશે.
Published by:Ashish Goyal
First published:May 04, 2021, 17:31 pm

ટૉપ ન્યૂઝ