શું રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યો આવો જવાબ

શું રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યો આવો જવાબ
શું રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે? મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યો આવો જવાબ

રાજ્ય સરકારના મંત્રી રમણ પાટકરે નિવેદન કર્યું હતું કે હાલમાં દેશમાં ભાજપ તરફી સારું વાતાવરણ છે બંગાળમાં જો સારું પરિણામ આવે તો ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી જશે

  • Share this:
ગાંધીનગર : સરકાર અને બીજેપી સંગઠનમાં ઘણી વખત સંકલનનો અભાવ હોવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે વધુ એક વખત આવો જ બનાવ સામે આવ્યો છે. ફરી એક વખત આવી સ્થિતિ સર્જાતા મુખ્યમંત્રી વિજય રૂપાણીને મેદાને આવવું પડ્યું અને ખુલાસો કરવો પડી રહ્યો છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી નહીં આવે. ગઈકાલે રાજ્ય સરકારના મંત્રી રમણ પાટકરે નિવેદન કરી દીધું હતું કે હાલમાં દેશમાં ભાજપ તરફી સારું વાતાવરણ છે બંગાળમાં જો સારું પરિણામ આવે તો ગુજરાતમાં વહેલી ચૂંટણી આવી જશે. જેને લઈને જ બીજેપીમાં ભૂકંપ સર્જાયો હતો.

આ વાતને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાતનો ખુલાસો કરવો પડ્યો હતો કે રાજ્યમાં વહેલી ચૂંટણી નહીં આવે નિયત સમયે એટલે કે ડિસેમ્બર 2022માં ચૂંટણી પંચ નક્કી કરશે એ મુજબ જ ચૂંટણી યોજવામાં આવશે. આગામી સમયમાં હજુ વિકાસની કામગીરી કરવામાં આવનાર છે અને હજુ પણ સારું વાતાવરણ બનાવવામાં સરકાર સફળ થશે. એટલે એવી કોઈ બાબતમાં લોકોએ આવવું નહીં.આ પણ વાંચો - કોરોના પછી પહેલીવાર આફ્રિકાના 100થી વધુ ખેડૂત વેપારીઓ રાજકોટ આવશે, સૌરાષ્ટ્રના ખેડૂતો સાથે કરાર કરશે

સચિવાલયમાં જ આ મામલે ચર્ચા ચાલી રહી છે કે હાલમાં સરકાર અને સંગઠનમાં જુથબંધી છે જેના કારણે આ નિવેદનબાજી ચાલી રહી છે. બીજેપીની આંતરિક બાબતો જ સામે આવી રહી છે. ઉલ્લેખનીય છે કે રમણ પાટકર દક્ષિણ ગુજરાતથી ચૂંટણી જીતતા આવે છે. એક તરફ રાજ્યમાં સ્થિર સરકાર ચાલી રહી છે આવા સંજોગોમાં સરકારના મંત્રીના જ આ પ્રકારના નિવેદન બીજેપીના આંતરિક જુથવાદનો પુરાવા આપી રહ્યો છે.
Published by:Ashish Goyal
First published:March 08, 2021, 15:14 pm