Home /News /gujarat /લોકસભા 2019: આનંદી બહેન ગાંધીનગરથી ચૂંટણી લડશે?

લોકસભા 2019: આનંદી બહેન ગાંધીનગરથી ચૂંટણી લડશે?

પૂર્વ મુખ્ય મંત્રી આનંદી બહેન પટેલની ફાઇલ તસવીર

હાલ આનંદી બહેન પટેલ મધ્ય પ્રદેશ ઉપરાંત છત્તીસગઢના ગવર્નરના હોદ્દા પર છે ત્યારે આ સમાચારના પગલે રાજ્યનું રાજકારણ ગરમાયું છે.

  મયુર માકડિયા, અમદાવાદ: લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે ગુજરાત ભાજપ માટે મોટા કહી શકાય તેવા સમાચારો પ્રાપ્ત થઈ રહ્યાં છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અને હાલના મધ્ય પ્રદેશના ગવર્નર આનંદી બહેન પટેલને લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યમાં 23મી એપ્રિલે થનારી લોકસભાની ચૂંટણી માટે જ્યારે ભાજપે ઉમેદવારાનો નામ નક્કી કરવાની કવાયત કરી છે, ત્યારે આગામી ચૂંટણીમાં ગાંધીનગરથી આનંદી બેનને લોકસભાની ચૂંટણી લડાવાવામાં આવે તેવી શક્યતાઓ છે.

  ગુજરાત ભાજપ માટે સૌથી મોટી ખબર એ છે કે ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેનને પરત ગુજરાત બોલાવી શકાય છે. હાલ આનંદીબેન પટેલ પાસે મધ્યપ્રદેશ અને ઝારખંડના રાજ્યપાલનો હવાલો છે. આ સમાચારના પગેલ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જોકે, હજુ સુધી આ અંગે ભાજપ દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

  આ પણ વાંચો: હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો છું, સમાજ સાથે કોઈ દ્રોહ નથી કર્યો: હાર્દિક પટેલ

  ઉલ્લેખની છે કે રાજ્યની ગાંધીનગર લોકસભા બેઠક પરથી ગઈ ચૂંટણીમાં વિજયી બનેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના સ્થાને આનંદી બેનને ચૂંટણી લડાવવામાં આવે અને કેન્દ્રમાં લઈ જવામાં આવે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Anandi Ben patel, Genral Election 2019, Lok sabha 2019, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन