અમદાવાદ : 'તારા ખરાબ પગલાથી મારા દીકરાનું ખૂન થયું, જા એને પાછો લઈ આવ' પતિની હત્યા બાદ મહિલાને સાસરિયાંનો ત્રાસ

પ્રતિકાત્મક તસવીર

દિયર પણ અવારનવાર દારૂ પીને આવતો હતો અને પરિણીતાને તેના પિયરમાંથી રૂપિયા બે લાખ લઈ આવવા માટે કહેતો, પતિનાં મોત બાદ પરિણીતાનું જીવન બન્યુ નરક

  • Share this:
અમદાવાદ : પતિની (Husband) હત્યા બાદ દહેજ (Dowry) પેટે અને મળેલ સહાયના રૂપિયાની માંગણી કરીને મહિલાને સાસુ, દિયર અને નણંદે (In Laws Harassed Woman) ત્રાસ આપતા હોવાનો બનાવ શહેરના વાડજ વિસ્તારમાં સામે આવ્યો છે. શહેરના જૂના વાડજ વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે 'મેં 2018માં તેણે રામાપીર ના ટેકરા પર રહેતા એક યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જોકે જૂન 2019 માં તેના પતિની હત્યા થઈ હતી. જ્યાં સુધી તેના પતિ સાથે રહેતી હતી ત્યાં સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખતા હતા. જોકે પતિની હત્યાના બે મહિના બાદ સાસુ અને તેની નણંદ વારંવાર તેના દીકરા ને અહી મૂકી પિયરમાં ચાલી જવા માટે દબાણ કરતા હતા.

તેનો દિયર પણ અવારનવાર દારૂ પીને આવતો હતો અને મહિલાને તેના પિયરમાંથી રૂપિયા બે લાખ લઈ આવવા માટે કહેતો હતો. એટલું જ નહીં મહિલાને તેના પિયરમાં રહેવા માટે નહી જાય તો જાનથી મારી નાખવાની પણ ધમકી આપતો હતો. તેના સાસુ તેને કહેતા હતા કે 'તારા ખરાબ પગલાને કારણે તેના દીકરા નું ખૂન થયેલ છે તેને લઇ આવ પછી જ તને ઘરમાં રહેવા દઈશ.'

આ પણ વાંચો : અમદાવાદ : 'જો તું મને પ્રેમ નહીં કરે તો જાનથી મારી નાખીશ,' એક તરફી પ્રેમમાં પાગલ યુવક જેલની હવા ખાધી છતા ન સુધર્યો

જોકે સાસરિયાંનો ત્રાસ વધી જતાં મહિલા અને તેના માતાને ઘરે રહેવા માટે ગઈ હતી. મહિલાનો આરોપ છે કે તેમના લગ્ન જીવન દરમિયાન તેના પતિએ તેને જે દાગીના કરાવી આપ્યા હતા તે પણ એના સાસુ તેને પરત આપતા નથી.

આ પણ વાંચો :  સુરત : 'સાહેબ અમે દંડ ભરવા તૈયાર છીએ તમે છતાં આવું શા માટે કરો છો,' પોલીસ સાથે માથાકૂટનો Viral Video

જ્યારે તેના પતિ ની હત્યા બાદ તેને જે સહાય મળી હતી રૂપિયા 8 લાખ 64 હજાર તેમાંથી પણ તેમણે રૂપિયા 1 લાખ 14 હજાર લઈ લીધા છે. જ્યારે તેના બેંકના કાગળો, આધારકાર્ડ, સહિતના દસ્તાવેજો પણ તેઓ પરત ના આપતા હોવાનો પરિણીતા નો આરોપ છે.  જે અંગે ની જાણ મહિલા એ પોલીસ ને કરતા હાલ માં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Jay Mishra
First published: