અમદાવાદમાં ફરી એક વખત પતિ, પત્ની અનો વોનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક પત્ની પોતાના રંગીમ મિજાજના પતિનો પીછો કરતાં કરતાં વસ્ત્રાપુરની એક હોટલમાં પહોંચી ગઈ હતી. હોટલ ખાતે તેનો પતિ એક યુવતી સાથે અંગતપળો મનાવી રહ્યો હતો. આ મામલે હોટલ ખાતે હોબાળો મચી જતાં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
ઉદ્યોગપતિ સાથે મિટિંગના બહાને યુવતીને બોલાવી
મળી રહેલી માહિતી પ્રમાણે શહેરના રાણીપમાં રહેતો 36 વર્ષીય યુવક રવિવારે વસ્ત્રાપુરની કન્ટ્રી ઇન હોટલમાં પહોંચ્યો હતો, તેની સાથે યુવતી પણ હતી. આ હોટલ ખાતે દિલ્હીના એક ઉદ્યોગપતિના નામે રૂમ બુક થયો હતો. જોકે, પતિના લખણોથી વાકેફ તેની પત્ની પણ તેની પાછળ આ હોટલ ખાતે પહોંચી હતી. આ દરમિયાન પતિને અન્ય યુવતી સાથે જોઈને પત્નીએ હોટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. વાત આગળ વધતા પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી. પોલીસ પતિ અને પત્નીને પોલીસ મથકે લઈ ગઈ હતી, જ્યાં બંનેને સમજાવવામાં આવ્યા હતા. સમાધાન બાદ પોલીસે આ મામલે કોઈ ફરિયાદ દાખલ કરી ન હતી.
પત્ની પિયર રહેતી હતી
હોટલમાં અન્ય યુવતી સાથે પકડાયેલા યુવકની પત્ની ઘરકંકાસ બાદ તેના બાળકો સાથે પિયરમાં રહેતી હતી. જોકે, પતિ રંગીન સ્વભાવનો હોવાથી તેણે સતત તેના પર નજર રાખવાનું ચાલુ રાખ્યું હતું. પત્નીની શંકા સાચી પડતા તેણે પતિને હોટલમાં યુવતી સાથે ઝડપી પાડ્યો હતો.
ખાનગી કંપનીમાં નોકરી કરે છે યુવક
મહિલાનો પતિ સરખેજ ગાંધીનગર હાઇવે પર આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. એટલું જ નહીં નોકરીથી તે દોઢ લાખ જેટલો તગડો પગાર પણ મેળવે છે. યુવકે દિલ્હીના એક બિઝનેસમેનના નામે હોટલમાં રૂમ બુક કરાવ્યા હતો. બાદમાં આ રૂમમાં તે પોતાની ઓળખીતી એક યુવતીને લઈને પહોંચી ગયો હતો.