Coronavirus: વેક્સીન માટે દુનિયાભરના દેશોની ભારત તરફ મીટ, જાણો કારણ

Coronavirus: વેક્સીન માટે દુનિયાભરના દેશોની ભારત તરફ મીટ, જાણો કારણ
પ્રતિકાત્મક તસવીર

બે અઠવાડિયા પહેલા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ કહ્યું હતું કે ભારત અને અમેરિકા કોરોનાથી છૂટકારો મેળવવા માટે વેક્સીન બનાવી રહ્યા છે.

 • Share this:
  નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus) અત્યારસુધી બે લાખથી વધારે લોકોનો ભોગ લઈ ચુક્યો છે. આશરે 30 લાખ લોકો કોવિડ-19 (Covid 19) વાયરસની ઝપેટમાં આવી ગયા છે. દુનિયાભરના દેશો વાયરસથી છૂટકારો મેળવવા માટે વેક્સીન (Corona Vaccine) બનાવવામાં લાગી છે, પરંતુ અત્યારસુધી કોઈને સફળતા નથી મળી. આથી હવે દુનિયા કોવિડ 19ની વેક્સીની માટે ભારત તરફ મીટ મંડીને બેઠી છે.

  આશરે બે અઠવાડિયા પહેલા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પૉમ્પિયોએ કહ્યું હતું કે ભારત અને અમેરિકા કોરોનાથી છૂટકારો મેળવવા માટે વેક્સીન બનાવી રહ્યા છે. પૉમ્પિયો એમ જ ન્હોતો બોલી રહ્યા. હકીકતમાં ભારત અને અમેરિકા વેક્સીન બનાવવા માટે ત્રણ દશકાથી સાથે મળીને કામ કરે છે. બંને દેશ જોઇન્ટ વેક્સીન પ્રોગ્રામ ચલાવી રહ્યા છે. ભારત અને અમેરિકાએ ડેન્ગ્યૂ, ઇન્ફ્લૂએન્જા, આંત્ર રોગ અને ટીબીને રોકવા માટે સાથે મળીને કામ કર્યું છે. હવે નજીકના ભવિષ્યમાં ડેન્ગ્યૂને રોકવા માટે ટ્રાયલ પર કામ ચાલી રહ્યું છે.  ભારત દુનિયામાં સૌથી વધારે જેનરિક દવા અને રસી બનાવતો દેશ છે. ભારત અડધો ડઝન મુખ્ય વેક્સીન બનાવનાર દેશ છે. અહીં પોલીયો, નેનિન્ઝાઇટિસ, ન્યૂમોનિયા, રોટાવાયરસ, બીસીજી, ખસરા, મમ્પ્સ અને રુબેલાની દવા અથવા રસી બને છે. હવે અડધો ડઝન ભારતીય કંપની કોવિડ-19 માટે રસી વિકસિત કરી રહી છે.

  આ પણ વાંચો :  સુરત : હત્યાના આરોપીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દોડાદોડી, PI, PSI સહિતનો રિપોર્ટ કરાયો

  બીબીસીના જણાવ્યા પ્રમાણે આવી જ એક કંપનીમાં સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા સામેલ છે. આ દુનિયાભરમાં સૌથી વધારે રસી અને ડોઝ બનાવતી કંપની છે. 53 વર્ષ જૂની આ કંપની દર વર્ષે 1.5 અબજ ડોઝ બનાવે છે. આ કંપનીમાં આશરે સાત હજાર લોકો કામ કરે છે. કંપની 165 દેશમાં 20 વેક્સીન પૂરી પાડે છે. હવે આ કંપનીએ લાઇવ એટેન્યૂએટેડ વેક્સીન બનાવવા માટે અમેરિકાની બાયોટેક કંપની કોડાજેનિક્સ સાથે કરાર કર્યો છે.

  સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલાએ કહ્યું કે, "અમે એપ્રિલ મહિનામાં આ રસીનું ઉંદર પર ટ્રાયલ કરવાની વિચારી રહ્યા છીએ. સપ્ટેમ્બર સુધી અમે મનુષ્ય પર ટ્રાયલ કરવા માટે સક્ષમ હોઈશું." સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાએ ઑક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસિત રસીના ઉત્પાદન માટે પણ કરાર કર્યા છે. ઑક્સફોર્ડમાં ગુરુવારે તેનું હ્યૂમન ટ્રાયલ શરૂ થશે. ઑક્સફોર્ડમાં જેનર ઇન્સ્ટીટ્યૂટ ચલાવતા પ્રોફેસર એડ્રિયન હિલે કહ્યું કે, 'દુનિયાને વર્ષના અંત સુધી લાખો ડોઝની જરૂર છે. ભારતીય પેઢી 400થી 500 મિલિયન ડોઝ બનાવવાની વધારાની શક્તિ ધરાવે છે.'

   

  હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેકે વેક્સીનના આશરે 30 કરોડ ડોઝ બનાવવા માટે વિસ્કૉન્સિન યુનિવર્સિટી મેડિસિન અને અમેરિકા સ્થિત ફર્મ ફ્લુઝલ સાથે કરાર કર્યો છે. ઝાયડસ કેડિલા બે રસી પર કામ કરી રહી છે. બોયાલોજિકલ ઈ, ઇન્ડિયાન ઇમ્યુનોલોજિકલ્સ અને મિનવેક્સ પણ વેક્સીન બનાવવામાં લાગી છે. ચારથી પાંચ અન્ય કંપનીઓ પણ વેક્સીન વિકસિત કરવાનો પ્રયાસ કરી રહી છે.

  જોકે, સાથે સાથે નિષ્ણાતોએ એવી ચેતવણી પણ આપી છે કે બહુ ઝડપથી રસી આવી જશે તેવી આશા ન રાખવી જોઈએ. ઇમ્પીરિયલ કૉલેજ, લંડનમાં વૈશ્વિક સ્વાસ્થ્ય પ્રૉફેસર ડેવિડ નાબરોએ કહ્યું કે, મનુષ્યોએ નજીકના ભવિષ્યમાં કોરોનાના ખતરા સાથે રહેવું પડશે. એ વાતની કોઈ ખાતરી નથી કે નજીકના ભવિષ્યમાં કોઈ રસી ઝડપથી વિકસિત કરી શકાશે.
  First published:April 27, 2020, 10:50 am

  टॉप स्टोरीज