Home /News /gujarat /અમદાવાદ : કેમ દર દિવાળીમાં માર્કેટમાં પોલીસને બનવું પડે છે ચોર? આ વાત જરૂરથી વાંચજો

અમદાવાદ : કેમ દર દિવાળીમાં માર્કેટમાં પોલીસને બનવું પડે છે ચોર? આ વાત જરૂરથી વાંચજો

દિવાળીમાં માર્કેટમાં પોલીસને બનવું પડે છે ચોર? જાણો કેમ

Ahmedabad police- દિવાળીમાં અમદાવાદના સૌથી ભરચક વિસ્તાર લાલ દરવાજાના ભદ્ર બજારમાં ભીડ જોવા મળે છે

અમદાવાદ : કોરોના કાળ (Coronavirus)બાદ તહેવારોની (Festivals)સિઝન શરૂ થતાં બજારોમાં ખરીદી કરવા જતા લોકોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે દિવાળીનાં (Diwali-2021)તહેવાર પહેલા અમદાવાદમાં (Ahmedabad)સૌથી પ્રખ્યાત લાલ દરવાજાના ભદ્ર બજારમાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. તેવામાં ખરીદી કરતી સમયે કિંમતી ચીજ વસ્તુઓ અને મોબાઈલની ચોરીને અટકાવવા પોલીસે ખાસ આયોજન કરી લોકોને સમજણ આપી છે. પોલીસ ખુદ ડેમો આપવા ચોર બની લોકોને એલર્ટ રહેવા સમજ આપે છે. પણ લોકોની અનેક પ્રકારની બેદરકારી સામે આવતી જ હોય છે. છતાંય પોલીસ પોતાના પૂરતા પ્રયાસ હાથ ધરે છે.

તહેવારોને લઈને બજારમાં ખરીદીનો માહોલ છે. ભીડમાં પાકિટ અને સામાનની ચોરી અટકાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કારંજ પોલીસે ચોરીથી બચવા લોકોને ડેમો સાથે સમજણ આપી છે.દિવાળીમાં અમદાવાદના સૌથી ભરચક વિસ્તાર લાલ દરવાજાના ભદ્ર બજારમાં ભીડ જોવા મળે છે. શહેરનું સૌથી જુનું માર્કેટ ઢાલગરવાડ, ત્રણ દરવાજા, પાંચ દરવાજા પણ આ ઘરાકીમાં સામેલ છે.

આ પણ વાંચો - અમદાવાદ : ચૂપ રહેલા પોલીસ કર્મચારીઓએ માંગણી માટે સોશિયલ મીડિયાનો લીધો સહારો, ‘ગ્રેડ પે અમારો હક’

દિવાળીનાં તહેવારને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે ત્યારે આ બજારમાં ખરીદી માટે લોકોની ભીડ ઉમટી પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ગત વર્ષે કોરોનાનાં કારણે આ બજારમાં એકલ દોલક ખરીદદારો જોવા મળતા હતા જ્યારે આ વખતે દિવાળીનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. પરંતુ ભીડમાં ખરીદી કરવા આવતા લોકોનું ધ્યાન ખરીદીમાં હોય તેનો લાભ લઈને ચોર ટોળકી અનેક લોકોનાં સામાનની ચોરી કરતી હોય છે. ત્યારે કારંજ પોલીસે બજારમાં શી ટીમ સાથે રાખીને લોકો કેટલી બેદરકારી રાખે છે તેનું ચેકિંગ હાથ ધર્યુ હતું અને અલગ અલગ મહિલાઓનાં બેગ, પાકિટ સહિતનાં સામાનની કઈ રીતે ચોરી થાય છે તેનું ડેમોસ્ટ્રેશન આપ્યું હતું.


પોલીસે અલગ અલગ જગ્યાઓ પર જઈને ખરીદીમાં મસ્ત મહિલાઓનાં સામાનની ચોરી કરી હતી અને બાદમાં તેઓને તકેદારી રાખવા સમજણ આપી હતી. ત્યારે અનેક લોકો એવા પણ જોવા મળ્યા હતા કે ખરીદી સમયે તેઓનાં બાળકો પણ પોલીસ એક તરફ લઈ ગઈ છતાંય તેઓનું ધ્યાન ન હતું. તેવામાં પોલીસે ખરીદી માટે આવતા તમામ લોકોને સાવચેતી રાખવા સૂચન કર્યુ છે. દર વર્ષે દિવાળી પહેલા બજારમાં કપડાંથી લઈને ઘરવખરીની તમામ વસ્તુઓની ખરીદી માટે આવતા લોકોનાં કિંમતી સામાન ચોરાઈ જવાની અનેક ઘટનાઓ બને છે. તેવામાં પોલીસ અલગ અલગ ચેક પોઈન્ટ બનાવીને આ પ્રવૃતિ અટકાવવા પ્રયાસ કરે છે પરંતુ ચોરીને અટકાવવા લોક જાગૃતિ પણ એટલી જ જરૂરી હોવાનું કારંજ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઇ એમ એમ લાલીવાલાએ જણાવ્યું છે.

આ પણ વાંચો - અમદાવાદ : પત્ની પ્રેગ્નેન્ટ થતાં પતિએ કહ્યું- આ બાળક તેનું નથી, પરિણીતાએ આત્મહત્યા કરી

કારંજ પોલીસ દ્વારા લાઉડ સ્પીકર મારફતે એનાઉન્સમેન્ટ કરીને પણ લોક જાગૃતિ લાવવા પ્રયાસ કરાય છે. તેવામાં ખરીદી કરવા આવતા લોકોએ પણ પોતાના કિંમતી સામાન, મોબાઈલ ફોન, જરૂરી ડોક્યુમેન્ટ અને અન્ય વસ્તુઓની ચોરી ન થાય તે માટે તકેદારી રાખવી પણ એટલી જ જરુર છે. તો આ વખતે જે પાથરણા વાળા ભાઈઓ બહેનોને પોલીસે વેકસીનના ડોઝ અપાવ્યા તે લોકોએ તેમનું સર્ટિફિકેટ પથારા પર બહાર લગાવવા સૂચના આપી છે. જેથી કરીને લોકો પણ રસી લેવા માટે જાગૃત થઇ શકે.
Published by:Ashish Goyal
First published:

Tags: Ahmedabad police, Diwali, Diwali 2021, અમદાવાદ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन