Home /News /gujarat /

કોરોના મહામારીમાં કામગીરી અંગે માહિતી આપતા અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કેમ બંધ કરી?

કોરોના મહામારીમાં કામગીરી અંગે માહિતી આપતા અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કેમ બંધ કરી?

છેલ્લા 15 દિવસથી રાજ્યમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે રાજ્ય સરકાર કોરોના દર્દીઓના આંકડાઓની રમત રમી રહી છે અથવા છુપાવી રહી છે

છેલ્લા 15 દિવસથી રાજ્યમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે રાજ્ય સરકાર કોરોના દર્દીઓના આંકડાઓની રમત રમી રહી છે અથવા છુપાવી રહી છે

  અમદાવાદ : છેલ્લા 15 દિવસથી રાજ્યમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે કે રાજ્ય સરકાર કોરોના દર્દીઓના આંકડાઓની રમત રમી રહી છે અથવા છુપાવી રહી છે. કોરોનાની મહામારીએ ગુજરાતમાં પગપેસારો કર્યા તેના પહેલાં દિવસથી હોશે હોશે પત્રકાર પરિષદ સંબોધતા આરોગ્ય સચિવ જયંતિ રવિએ છેલ્લા ત્રણ દિવસથી મીડિયા બ્રિફિંગ કરવાનું બંધ કરી દીધું છે. અધૂરામાં પુરૂ સરકાર દ્વારા મીડિયાને હવે આજથી પ્રેસનોટ પણ એવી મોકલવામાં આવી છે કે જે વાંચવામાં ખુદ આરોગ્યના અધિકારીઓ જ ગોથા ખાઈ જાય તેમ છે. સરકારે પ્રેસનોટમાં સ્પષ્ટ દેખાતાં જિલ્લા મુજબ વિસ્તારપૂર્વક આંકડાઓનું કોષ્ટક જ આપવાનું બંધ કરી દીધું છે. જે પ્રેસનોટને જોતાં અને સમજતા પહેલાં 5 મિનિટ લાગતી હતી તેને હવે એવી જટિલ અખબારી યાદી બનાવી દીધી છે જાણે તમારે કોયડા ઉકેલવાના હોય. હવે પ્રેસનોટમાં વાક્યોમાં આંકડા લખી એટલી જટિલ પ્રેસનોટ આપી છે કે મીડિયા કે પ્રજા ટોટલ કરવામાં ગૂંચવાય અથવા તો તાળો મેળવી ન શકે.

  સરકારી વેબસાઈટ અને અખબારી યાદીમાં જુદા જુદા આંકડા

  સરકારી આંકડાની માયાજાળમાં સરળતાથી તાળો મળી શકે તેમ નથી. આંકડાઓની આ માયાજાળને ઉકેલતા એવું જાણવા મળ્યું કે આંકડાઓમાં છબરડાં છે. એમાં પણ સરકારની વેબસાઈટ ઉપર અલગ આંકડા હોય છે જ્યારે PDF તરીકે અખબારી યાદીમાં મોકલાતા આંકડા અલગ હોય છે. જ્યારે આજે જે પ્રેસનોટ મોકલાઈ તેમાં પણ ગઈ કાલના આંકડા સાથે ઉમેરવામાં આવે તો કુલ આંકડામાં ભૂલો છે. જ્યારે આજે નવી જટિલ પ્રેસનોટમાં જિલ્લા મુજબ કુલ આંકડો ન અપાતા હવે એ પણ ખ્યાલ નથી આવતો કે આ આંકડા કઈ જગ્યાએ ઓછાં થયા કે વધારે થયાં. આ સમગ્ર મામલે થોડી તપાસ કરી તો નીચે મુજબના તારણ અને તંત્રના છબરડાં સામે આવી રહ્યાં છે. સૌથી વધુ બેદરકારીની વાત કરીએ તો સરકારની વેબસાઈટ પર અલગ આંકડા અપડેટ થાય છે જ્યારે અખબારી યાદી (PDF) હોય છે તેમાં અલગ આંકડા હોય છે. આમાં અંતે આંકડો કયો સાચો છે તે તો હવે તંત્ર જ જાણે.

  આ પણ વાંચો  - રાજ્યમાં કોરોનાનો મૃત્યુઘંટ વાગ્યો, વધુ કેસ ધરાવતા રાજ્યોમાં મોતની ટકાવારીમાં ગુજરાત મોખરે

  26 મેના રોજ જે પ્રેસનોટ જાહેર કરી હતી તેમાં કોરોનાના કુલ નોંધાયેલા કેસ 14829 હતા. જ્યારે સાજા થયેલા 7137, મોત 915 અને કુલ ઍક્ટિવ કેસ 6777 જણાવવામાં આવ્યાં છે. હવે ભૂલો ક્યાં છે તે સમજીએ. સોમવારે (25/05/20) આરોગ્ય વિભાગની સરકારી વેબસાઈટમાં રાજ્યના કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 14460 હતી. જ્યારે અખબારી યાદી મળી હતી તેમાં 14468 હતી. જ્યારે સાજા થયેલા 6636 અને કુલ મોતનો આંક 888 હતાં. આ પ્રમાણે 26 તારીકની મળેલી અખબારી યાદીના આંકડા જોઈએ જેમાં કુલ નવા કેસ 361, સાજા થયેલા 503 અને મોત 27 છે. જેમાં કુલ આંકડો નીચે પ્રમાણે થાય છે જે આજની મળેલી અખબારી યાદી કરતા કંઈક અલગ જ છે. આ ગણતરીને આધારે 26/05/2020 સુધીમાં ઍક્ટિવ કેસ પણ વેબસાઈટ પ્રમાણે 6767 થવા જોઈએ. જેના બદલે પ્રેસનોટમાં 6777 છે. જોકે આજે વેબસાઈટ અપડેટ થઈ ત્યારે તેના આંકડા પ્રમાણે ઍક્ટિવ કેસ 6769 થાય છે. જેથી તેમાં પણ ભૂલ છે.

  હવે ગઈ કાલની અખબારી યાદી અને આજની અખબારી યાદીના આંકડાનો તાળો મેળવવા જઈએ તો પણ ક્યાંય હિસાબ મળતો નથી. ગઈ કાલની યાદી પ્રમાણે કુલ કેસનો આંકડો 14468, સાજા થયેલા 6636 અને મોતનો આંક 888 હતાં. જેમાં આજના કુલ કેસ 361 ઉમેરીએ તો રાજ્યમાં કુલ કોરોનાના નોંધાયેલા કેસ 14829 થાય પરંતુ આજના સાજા થયેલા 503 ઉમેરીએ તો 7139 થાય જે અખબારી યાદીમાં 7137 થાય છે. જ્યારે મોતનો કુલ આંકડો 915 એ બરાબર છે. આ ગણતરીને આધારે 26/05/2020 સુધીમાં કુલ ઍક્ટિવ કેસ અખબારી યાદીમાં 6777 જણાવ્યાં છે જે તેમની જ યાદી પ્રમાણે ગણતરી કરીએ તો 6775 થાય. એટલે ભૂલ અહીં પણ છે.

  આમ સમગ્ર આંકડાઓની માયાજાળ જોઈએ તો વેબસાઈટ પ્રમાણે તાળો મેળવવા જઈએ તો 10 આંકડાનો ફરક આવે છે જ્યારે અખબારી યાદીઓને મેળવીએ છીએ તો 2 આંકનો તફાવત આવે છે. આવામાં હવે આ બધામાં વેબસાઈટનો આંકડો સાચો છે કે પછી અખબારી યાદીનો કે તે માત્ર હવે સરકાર જ જાણે છે. કારણ કે આજની જટિલ અખબારી યાદીમાં વિસ્તૃત માહિતી આપવાનું બંધ કરી દેતાં મીડિયા કે પ્રજા તો નહીં જ જાણી શકે.

  વધુ એક ભૂલ પણ સામે આવી

  24 મેના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ અખબાર યાદીમાં કોરોના વાયરસનો 1 કેસ નોંધાયો હોવાની વાત કરી કરી હતી જ્યારે 26 મે એ પ્રસિદ્ધ કરેલ અખબારી યાદીમાં ભાવનગરમાં છેલ્લા 6 દિવસથી કોરોના વાયરસનો એકપણ કેસ ન નોંધાયો હોવાનો ઉલ્લેખ જોવા મળે છે ત્યારે અહીં પણ ભૂલ હોવાનું સાબિત થાય છે.
  Published by:user_1
  First published:

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन