Home /News /gujarat /Mandira Bedi : મંદિરા બેદીએ તેના લાંબા વાંકડિયા વાળ કેમ કાપ્યા? હવે આ વાતનો ખુલાસો કર્યો પોતે
Mandira Bedi : મંદિરા બેદીએ તેના લાંબા વાંકડિયા વાળ કેમ કાપ્યા? હવે આ વાતનો ખુલાસો કર્યો પોતે
મંદીરા બેદી
મંદિરા બેદી (Mandira Bedi) એ વર્ષ 1994માં ડીડી નેશનલની ફેમસ સીરિયલ 'શાંતિ' (Shanti) થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેમાં તેણે ખૂબ જ સ્ટ્રોન્ગ છોકરીની ભૂમિકા ભજવી હતી. મંદિરા બેદી 'શાંતિ'ના પાત્રથી ઘરે-ઘરે લોકપ્રિય બની હતી
એક્ટિંગ અને હોસ્ટિંગમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી મંદિરા બેદી (Mandira Bedi) પોતાની ફિટનેસ અને હેરકટને લઈને ઘણી ચર્ચામાં છે. મંદિરાના હાલના વાળ કાપ્યાને ઘણા વર્ષો વીતી ગયા હોવા છતાં, તેના ચાહકો, જેમણે તેને 'શાંતિ' (Shanti) તરીકે જોઈ છે, તેઓ હજુ પણ એ વાત પૂછી રહ્યા છે કે, મંદિરા બેદીએ તેના આટલા સરસ, લાંબા અને વાંકડિયા વાળ કેમ કાપ્યા? મંદિરાએ પોતે આનો જવાબ આપ્યો છે અને એ પણ જણાવ્યું છે કે, તેના હેરકટથી ઇન્ડસ્ટ્રીમાં તેના માટે કેટલો બદલાવ આવ્યો છે.
મંદિરા બેદીએ વર્ષ 1994માં ડીડી નેશનલની ફેમસ સીરિયલ 'શાંતિ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, જેમાં તેણે ખૂબ જ સ્ટ્રોન્ગ છોકરીની ભૂમિકા ભજવી હતી. મંદિરા બેદી 'શાંતિ'ના પાત્રથી ઘરે-ઘરે લોકપ્રિય બની હતી. આ પછી તેણે 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' જેવી ઘણી ફિલ્મો અને સીરિયલ્સમાં કામ કર્યું. આ દરમિયાન દર્શકોએ મંદિરાને લાંબા વાંકડિયા વાળમાં જોયા. ત્યારપછી થોડા વર્ષો પછી એક રિયાલિટી શો દરમિયાન મંદિરાએ તેના વાળ ટૂંકા કરાવ્યા.
'હું વાતથી હતી પરેશાન, તેથી વાળ કપાવી દીધા'
પિંકવિલા સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં મંદિરે કહ્યું કે, તે તેના લાંબા વાળથી ખુશ ન હતી અને સમાજમાં ઘણી બધી બાબતોને ખોટી સાબિત કરવા માંગતી હતી. મંદિરાએ કહ્યું કે 'હું દરરોજ મારા વાળને સ્ટ્રેટ કરવાથી પણ પરેશાન હતી, તેથી એક દિવસ મેં સલૂનમાં જઈને મારા વાળ ટૂંકા કરાવવાનું નક્કી કર્યું. તેથી વાળ કાપનારએ મને પૂછ્યું, "શું તમને ખાતરી છે? તમે સાચે જ તમારા વાળ ટૂંકા કરવા માંગો છો?"
'મારે છેલ્લા 12 વર્ષથી ટૂંકા વાળ છે'
મંદિરાએ કહ્યું, "મેં 'હા' કહ્યું. તેમ છતાં, વાળ કાપનારી મારા ખભા સુધી મારા વાળ કાપીને બોલી કે 'કાલે ફરી એકવાર વિચારીને આવજો કે તમારે ખરેખર તમારા વાળ નાના-નાના કરવા છે'. હું ઘરે પાછી આવી. પછી, બીજે દિવસે હું સલૂન ખુલે તે પહેલા જ પહોંચી ગઈ અને મહિલાને મારા વાળ ટૂંકા કરવા કહ્યું… અને આ રીતે મેં મારા વાળ ટૂંકા કરાવ્યા. છેલ્લા 12 વર્ષથી મારા વાળ ટૂંકા છે."
મંદિરા બેદીએ વધુમાં કહ્યું, “જ્યારથી મેં મારા વાળ કાપ્યા છે ત્યારથી મને વિવિધ પ્રકારના રોલ મળ્યા છે. મને ઓછામાં ઓછા 10 કોપ રોલ અને ઓછામાં ઓછા 5-6 નેગેટિવ રોલની ઓફર મળી છે. એટલે કે, હવે જ્યારે લોકોએ મને એક મજબૂત આધુનિક મહિલાની ભૂમિકા ભજવવા માટે પસંદ કરી છે, તેથી મારા ટૂંકા વાળ મારા માટે ખૂબ મહત્વ ધરાવે છે. મને ટૂંકા વાળ ગમે છે અને હું ઈચ્છું ત્યાં સુધી રાખીશ. જો મારી પાસે કોઈ રોલ આવશે જેના માટે મારે મારા વાળ ઉગાડવા પડશે, તો હું તેના વિશે વિચારીશ."
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર