રાષ્ટ્રપતિ બૅંક્વિટ હૉલમાં સોનિયા ગાંધીને શા માટે નિમંત્રણ આપવામાં ન આવ્યું? આ છે કારણ

રાષ્ટ્રપતિ બૅંક્વિટ હૉલમાં સોનિયા ગાંધીને શા માટે નિમંત્રણ આપવામાં ન આવ્યું? આ છે કારણ
સોનિયા ગાંધી (ફાઇલ તસવીર)

રાષ્ટ્રપતિ ભવનના બૅંક્વિટ હૉલમાં 100થી વધારે લોકોને બેસવાની વ્યવસ્થા છે. આ બૅંક્વિટ હૉલમાં રાષ્ટ્રપતિ બીજા દેશના પ્રતિનિધિ સાથે ડિનર કરે છે.

 • Share this:
  નવી દિલ્હી : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના ભારત પ્રવાસનો મંગળવારે અંતિમ દિવસ છે. આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind) તરફથી ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં ખાસ ડિનર પાર્ટી રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ ભવનના બૅંક્વિટ હૉલમાં આ ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિનરમાં 90થી 100 લોકોને નિમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે, મહેમાનોની યાદીમાં કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધીનું નામ નથી. આ જ કારણે કૉંગ્રેસના અન્ય નેતાએ પણ ડિનરમાં સામેલ નથી થઈ રહ્યા. આથી એક સવાલ ઉભો થયો છે કે શા માટે સોનિયા ગાંધીને ડિનરમાં નિમંત્રણ આપવામાં નથી આવ્યું?

  પ્રાપ્ત વિગત પ્રમાણે વિપક્ષની સૌથી મોટી પાર્ટીના અધ્યક્ષને રાષ્ટ્રપતિના બૅંક્વિટ હૉલ ડિનરમાં કે લંચમાં બોલાવવાની કોઈ જ પરંપરા નથી. આથી કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીને નિમંત્રણ આપવાનું જરૂરી ન હતું. સરકાર કે રાષ્ટ્રપતિની ઈચ્છા હોય તો આવું થઈ શકે છે. પ્રાપ્ત વિગત પ્રમાણે યુપીએના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન બે વખત અમેરિકન રાષ્ટ્રપ્રમુખોના પ્રવાસ થયા હતા, આ દરમિયાન રાષ્ટ્રપતિ બૅંક્વિટ હૉલમાં આયોજીત ડિનર પાર્ટીમાં બીજેપીના એક પણ મોટા નેતાને નિમંત્રણ આપવામાં આવ્યું ન હતું.  કૉંગ્રેસમાંથી કોને નિમંત્રણ મળ્યું

  રાષ્ટ્રપતિના બૅંક્વિટ હૉલમાં લોકસભામાં કૉંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી, રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલમ નબી આઝાદ અને પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહનસિંહને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. જોકે, અધીર અને ગુલામ નબી આઝાદ ડિનરમાં જવાનો ઇન્કાર કરી ચુક્યા છે. આ બંને નેતાઓનું કહેવું છે કે જ્યારે પાર્ટી અધ્યક્ષા સોનિયા ગાંધીને નથી બોલાવવામાં આવ્યા તો તેઓ પણ ડિનરમાં સામેલ નહીં થાય.

  મનમોહનસિંહ પણ હાજર નહીં રહે

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદની જેમ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પણ બૅંક્વિટ હૉલમાં ડિનરમાં સામેલ નહીં થાય.

   

  કેવો હોય છે રાષ્ટ્રપતિનો બૅંક્વિટ હૉલ?

  રાષ્ટ્રપતિ ભવનના બૅંક્વિટ હૉલમાં 100થી વધારે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે. આ બૅંક્વિટ હૉલમાં રાષ્ટ્રપતિ બીજા દેશમાંથી આવેલા પ્રતિનિધિ સાથે ડિનર કરે છે. આ હૉલની બંને તરફ દીવાલો પર રાષ્ટ્રપતિ રહી ચુકેલા લોકોના કેનવાસ પર બનાવેલા પોટ્રેટ છે.

  હાઇજીનનું ધ્યાન રાખવામાં આવે છે

  રાષ્ટ્રપતિ ભવનના કિચરનમાં એક્ઝિક્યૂટીવ શેફ ઉપરાત ડઝનો શેફ, કંદોઈ અને કૂક કામ કરે છે. એક ટીમ સ્વચ્છતા અને હાઇજીનનું ધ્યાન રાખે છે. રાષ્ટ્રપતિ અને મહેમાનોને પીરસવામાં આવતા ભોજનની તપાસ સુરક્ષા એજન્સી તરફથી કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ દ્વારા આયોજીત તમામ ઑફિશિયલ બૅંક્વિટ અને ભોજન માટે આ જ કિચનમાં જમવાનું બને છે.
  First published:February 25, 2020, 10:11 am