જાણો શું કહે છે કેલેરીનું ગણિત? સમજો શરીર માટે કેમ જરૂરી છે

News18 Gujarati
Updated: July 10, 2019, 2:53 PM IST
જાણો શું કહે છે કેલેરીનું ગણિત? સમજો શરીર માટે કેમ જરૂરી છે
પ્રતિકાત્મક તસવીર

શરીર માટે આ તત્વોની પણ જરૂર છે. હા, તેની અધિકતા નુકશાનકારક છે પરંતુ યોગ્ય માત્રામાં તે હોય તો તે સાથે ફાયદાકારક પણ છે.

  • Share this:
અંકિત કારીઆ, (HOD, Yog) ફ્રેનીબેન દેસાઇ ફાઉન્ડેશન

કેલરીનું ગણિત ભૌતિક શાસ્ત્રની વ્યાખ્યા પ્રમાણે એક ગ્રામ પાણીનું તાપમાન એક ડીગ્રી સે. જેટલું વધારવા માટે વપરાતી શક્તિને કેલરી (calorie) કહેવામાં આવે છે. શરીરમાં થતો શક્તિનો સંચય અને વપરાશ કેલરીમાં માપવામાં આવે છે.

ખોરાકનાં ઘટકોમાંથી આપણું શરીર શક્તિ મેળવે છે અને આ શક્તિને આપણે કેલરીના એકમથી માપીએ છીએ. જોકે કેલેરીનું ગણિત કરવા જઈએ તો તે થોડું અટપટું છે. ખોરાકનાં ઘટકોમાંથી આપણું શરીર શક્તિ મેળવે છે અને આ શક્તિને આપણે કેલરીના એકમથી માપીએ છીએ.

જોકે કેલેરીનું ગણિત કરવા જઈએ તો તે થોડું અટપટું છે. એક સામાન્ય માણસને જો તે પુરૂષ હોય તો ૨૪૦૦ કેલેરીની જરૂર રહે છે. સ્ત્રી હોય તો ૨૧૦૦ અને જો સગર્ભા સ્ત્રીની વાત કરીએ તો પણ ૨૧૦૦ કેલેરીની જરૂરિયાત હોય છે. ધ્યાનમાં રહે કે કેવળ જીવવા માટે સામાન્ય માનવને ૧૮૦૦ કેલેરી જેટલા જ આહારની જરૂર છે બાકીની કેલેરી તેના કામ મુજબ. પરિશ્રમ કરનાર માટે વધારે જરૂરિયાત અને બેઠાડું જીવન જીવનાર માટે થોડી ઓછી કેલેરીની જરૂરિયાત હોય છે.

આ પણ વાંચો : જાણો શું ખાવાથી પ્રોટીન મળશે, આપણા શરીર માટે આટલું જરૂરી કેમ છે ?

તો અહીં વિચાર આવે કે વ્યક્તિને જોઈતી સઘળી કેલરી ઘી, ખાંડ જેવા એક જ ઘટક વાળા ખાદ્યોમાંથી પણ મેળવી શકાય જેમકે ૨૫૦ ગ્રામ ઘી, ૪૦૦ ગ્રામ ખાંડ માંથી પૂરેપૂરી ૨૪૦૦ કેલેરી મળી જાય. ગાણિતિક રીતે ભલે તે સાચું લાગે પણ આવા એકધારા ખોરાકમાંથી યોગ્ય પોષણ ન મળે જે દેખીતું છે. ઘટકોની સપ્રમાણ ગોઠવણીથી જ સમતોલ આહાર બને છે.
ખોરાકનાં ત્રણ મુખ્ય ઘટક હોય છે - પ્રોટીન, ચરબી અને કાર્બોહાઇડ્રેટ. સામાન્ય રીતે કુલ કેલરીનાં ૧૦થી ૧૫ ટકા પ્રોટીનથી, ૩૦થી ૫૦ ટકા ફેટમાંથી અને બાકીની ૩૦થી ૫૦ ટકા કેલેરી કાર્બોહાઇડ્રેટ માંથી મળે તો તે સમતોલ આહાર કહી શકાય. અહીં ધ્યાન રહે આ સિવાયના ખોરાકનાં ઘટકોની પણ એટલી જ આવશ્યકતા હોય જ છે.


દર એક ગ્રામ પ્રોટીન કે એક ગ્રામ કાર્બોહાઇડ્રેટનું સંર્પૂણ દહન થાય ત્યારે ચાર કિલોકેલરી શક્તિ શરીર મેળવી શકે છે. જ્યારે એક ગ્રામ ચરબીનાં દહનથી આશરે નવ કિલોકેલરી મળે છે, એટલે કે ચરબીમાંથી મળતી કુલ શક્તિ શર્કરા કે પ્રોટીનમાંથી મળતી શક્તિથી બમણાથીય વધારે હોય છે. એટલે જ ઘી, તેલ, તળેલા પદાર્થ, માખણ, મલાઇ, આઈસ્ક્રીમ વગેરે ચરબીયુક્ત પદાર્થો વધુ કેલરી વાળા ગણાય છે. કેલરી કોન્સિયસ લોકો આ ખોરાકનો ત્યાગ કરવાની વાતો કરે છે. પણ આ સંપૂર્ણપણે હિતાવહ નથી. કારણ કે શરીર માટે આ તત્વોની પણ જરૂર છે. હા, તેની અધિકતા નુકશાનકારક છે પરંતુ યોગ્ય માત્રામાં તે હોય તો તે સાથે ફાયદાકારક પણ છે.

આ પણ વાંચો : આ રીતે ભોજન કરવાથી પાચનશક્તિ બનશે મજબૂત

આમ જોવા જઈએ તો કેલેરીનું ગણિત અટપટું છે. તેને બરાબર સમજીને અથવા યોગ્ય ડાયટિશિયનની સલાહ લઈને જ ખોરાકમાં ફેરફાર કરવો હિતાવહ છે. ખાલી કેલેરીની ગણતરી ઉપરથી ખોરાકનાં ઘટકોનાં પ્રમાણમાં વધારો અને ઘટાડો સમજ્યા વગર કરવો તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

 

 
First published: July 10, 2019
વધુ વાંચો
अगली ख़बर