'આઈ સપોર્ટ હાર્દિક પંડ્યા'- વિધાનસભાના પગથીયે ઉપવાસ પર ઉતરનારા હેડ કોન્સ્ટેબલની તરફેણમાં આખું તંત્ર

હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગુજરાત પોલીસનો સપોર્ટ

Gujarat Police: રાજ્યમાં સેંકડો પોલીસ કર્મીઓના ડિસ્પ્લે પિક્ચરમાં આ  સ્ટેટ્સ જોવા મળ્યું  વિધાનસભાના પગથીયે ઉપવાસ પર ઉતરનારા હેડ કોન્સ્ટેબલની તરફેણમાં આખું તંત્ર

  • Share this:
આખા રાજ્યમાં સૌથી ઓછું પગારધોરણ ધરાવતા હોવાના મામલે છેલ્લા કેટલાક સમયથી પોલીસ કર્મચારીઓનું ડિજિટલ આંદોલન ચાલુ થયું હતું જેમાં આજે ઢળતી બપોરે બાપુનગરના હેડ કોસ્ટેબલ હાર્દિક દુર્ગાશંકર પંડ્યાએ વિધાનસભાના પગથીયા પર ઉપવાસ કરીને અટકાયત વહોરતા ભારે હંગામો મચી જવા પામ્યો હતો . જંગલમાં લાગેલા દાવાનળની માફક હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાનો મામલો આખા રાજ્યના પોલીસ તંત્રમાં વાયુવેગે ફરી વળ્યો હતો. જેના પગલે સેંકડો પોલીસ કર્મચારીઓ પણ તેના સપોર્ટમાં આવી ગયા હતા .

ગુજરાતના હજારો પોલીસ કર્મચારીઓએ પોતાના મોબાઈલમાં વોટ્સ એપના ડીપી અને સ્ટેટસ પર ' આઈ સપોર્ટ હાર્દિક પંડ્યા'નું લખાણ કે પોસ્ટર્સ ચડાવીને નૈતિક રીતે હાર્દિક પંડ્યાને ટેકો આપ્યો હતો . એટલું જ નહિ પણ ગાંધીનગરમાં વિધાનસભા પરથી અટકાયત કર્યા બાદ પંડ્યાને સેક્ટર 28 માં આવેલી એલસીબી કચેરીએ લઇ જ્વામાં આવ્યો હતો -તો ત્યાં પણ મોડી રાત્રે પોલીસ પરિવારોના ટોળેટોળા એના સમર્થનમાં ઉમટી પડ્યા હતા અને હાર્દિક પંડ્યાની સામે કોઈપણ એકશન લીધા વિના જ તેને છોડી દેવામાં આવે તેવી ઉગ્ર માંગ કરતા ભારે હંગામો મચી જવા પામ્યો હતો .  આમ હાર્દિક પંડ્યાના સમર્થનના મામલે પણ હવે રાજ્યભરના પોલીસ કર્મચારીઓ એક જૂથ થઈ રહ્યા છે .

કોણ છે હાર્દિક પંડ્યા અને શું છે તેનો આખો મામલો ? 
અમદાવાદમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ હાર્દિક દુર્ગાશંકર પંડ્યા સોમવારે અચાનક જ ગાંધીનગર સ્થિત વિધાનસભાના પગથીયા પર આવીને ઉપવાસ પર બેસી ગયા હતા .

સૌથી કપરી નોકરી હોવા છતાં સૌથી ઓછા પગાર ધોરણના મુદ્દે પોતે ઉપવાસ પર બેઠા હોવાનું હાર્દિકભાઇએ જણાવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે , ' જ્યાં સુધી ગ્રેડ પેમાં વધારાની સરકાર જાહેરાત નહીં કરે ત્યાં સુધી હું અહીં જ બેઠો રહીશ . ' તેમણે વધુમાં કહ્યું હતું કે , '24 કલાકમાં ગમે ત્યારે ફોન આવે ત્યારે કામ માટે દોડવું પડતું હોય છે , સૌથી વધુ અઘરું અમારું કામ હોવા છતાપણ પગારધોરણ સૌથી ઓછું છે . હું પોતે 2009 ની સાલમાં માં ભરતી થયો હતો . પોલીસ કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે . '

પોલીસ કર્મચારીઓનું આંદોલન ભૂપેન્દ્ર પટેલની સરકાર માટે અગ્નિ પરીક્ષા સાબિત થશે

ફરજના કલાકોની નક્કી નહી હોવા છતાં પણ સૌથી ઓછું પગારધોરણ હોવાના મામલે પોલીસ કર્મચારીઓમાં જે રીતે હવે આંતરિક અસંતોષની જ્વાળા ભભૂકવા માંડી છે તેને હવે વધુ લાંબો સમય સરકાર રોકી શકશે નહીં .
જે રીતે આક્રોશ વધી રહ્યો છે તે જોતા બહુ જ સ્પષ્ટ રીતે લાગે છે કે આગામી સમયમાં આ મામલો ભૂપેનદ્ર પટેલની સરકાર માટે અગ્નિ પરીક્ષા રૂપ સાબિત થશે .
Published by:Margi Pandya
First published: