નમસ્તે ટ્રમ્પ: ટ્રમ્પના ભારત પ્રવાસથી કોને ફાયદો થશે? શું ગુજરાતમાં બનશે US વિઝા સેન્ટર?

નમસ્તે ટ્રમ્પ: ટ્રમ્પના ભારત પ્રવાસથી કોને ફાયદો થશે? શું ગુજરાતમાં બનશે US વિઝા સેન્ટર?
ફાઈલ ફોટો

અમેરિકન ભારતીય લોકો અમેરિકન સમાજમાં ખુબ વગ ધરાવે છે. હૉટલ, મેડિકલ, રિયલએસ્ટેટ વેપારમાં ભારતીયોનું વર્ચસ્વ છે.

  • Share this:
જગત જમાદાર અમરેકીનાં રાષ્ટ્પતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ભારતને અપેક્ષા છે કે, અમેરિકા સાથેના ટ્રેડના પ્રશ્નનું સમાધાન થશે તો ડોનલ્ડ ટ્રમ્પને પણ અપેક્ષા છે કે, તેમની આ ભારત યાત્રા એ આગામી નવેમ્બર માસમાં અમેરિકામાં થનાર ચૂંટણીમાં તેમને ફાયદો પોંહચાડશે.

ડોનાલ્ડ ટ્રમ્પના આ ભારત પ્રવાસ અંગે ન્યુઝ 18 સાથે વાત કરતા વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી કે પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત અને દેશને આ મુલાકાતથી ખુબ લાભ થશે. હાઊડી મોદી કાર્યક્રમથી ભારત અને અમેરિકાના નવા સંબધોની શરૂઆત થઇ હતી, જે હવે નમસ્તે ટ્રમ્પથી આગળ વધશે.અમેરિકન ભારતીય લોકો અમેરિકન સમાજમાં ખુબ વગ ધરાવે છે. હૉટલ, મેડિકલ, રિયલએસ્ટેટ વેપારમાં ભારતીયોનું વર્ચસ્વ છે. ચૂંટણી ફંડ આપવા ગુજરાતી અને ભારતીય સમાજ મોખરે છે. અત્યારે દરેક દેશે પોતાનું ટ્રેડ એ બેલન્સ કરવા માંગે છે, ભારતે 65 બિલિયન યુએસ ડોલરનું નિકાસ કર્યું છે જેની સામે અમેરિકાએ ભારતમાં 45 બિલિયન યુએસ ડોલરની નિકાસ કરી છે એટલે કે, અમેરિકા એવું ઈચ્છે કે આ ટ્રેડ બૅલેન્સ હોવું જોઈએ.

અમેરિકામાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ છે, ત્યારે ગુજરાતમાં અમેરિકાનું વિઝા સેન્ટર બને તે માટે પણ મોટી જાહેરાત ટ્રમ્પના પ્રવાસ દરમ્યાન થઇ શકે છે. હાઉડી મોદી કાર્યક્રમ જયારે સફળ રીતે થયો હતો ત્યારે પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ હતી તો, ચીન પણ વિચારમાં પડી ગયું હતું કે, આ સંબધો કઈ દિશામાં જઈ રહ્યા છે, નરેન્દ્ર ભાઇમાં તે આવડત છે કે લોકોને કેમ આકર્ષવા. હવે ટ્રમ્પ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે વિશ્વમાં ભારત એક અલગ પ્રકારની પોતાની ઇમેઝ ઉભી કરશે. અમેરિકામાં ભારતીયો ખુબ વગદાર છે પરંતુ હવે સમગ્ર વિશ્વમાં ફેલાવવાનો સમય છે.

અમેરિકામાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે તેમના પ્રવાસનું મુખ્ય કારણ ચૂંટણી પણ છે. જેનો લાભ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણીમાં મેળવશે, અમેરિકાના કેલીફૉનિયા, શિકાગો, ન્યુયોર્ક, ન્યુજર્સી અને એટલાન્ટા વિસ્તારોમાં ભારતીય લોકો ખુબ મોટા પ્રમાણમાં છે તે વિસ્તારોમાં ડોનાલ્ડ ટ્રમ્પને ખુબ લાભ થશે. નરેન્દ્ર ભાઈ સાથેના અમારા સંબધો 1993થી છે તેમનામાં દેશ માટે ખપી જવાની ભાવના છે.
Published by:News18 Gujarati
First published:February 20, 2020, 16:12 pm

ટૉપ ન્યૂઝ