Home /News /gujarat /

જેના મોત પર ટ્રમ્પે ખુશ થઈને અમેરિકાનો ધ્વજ ટ્વિટ કર્યો તે કાસિમ સુલેમાની કોણ હતો?

જેના મોત પર ટ્રમ્પે ખુશ થઈને અમેરિકાનો ધ્વજ ટ્વિટ કર્યો તે કાસિમ સુલેમાની કોણ હતો?

મેજર જનરલ કાસિમ સુલેમાનથી અમેરિકા સહિત ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને તેહરાન કેમ ડરતા હતા?

મેજર જનરલ કાસિમ સુલેમાનથી અમેરિકા સહિત ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને તેહરાન કેમ ડરતા હતા?

  નવી દિલ્હી : અમેરિકા (America)એ ઈરાન (Iran)ના મેજર જનરલ કાસિમ સુલેમાની (Qassim Soleimani)ને હવાઈ હુમલામાં મારી નાખ્યો છે. બગદાદ એરપોર્ટ પર થયેલા હવાઈ હુમલામાં ઈરાકી મિલિશિયા કમાન્ડર અબુ મહાદી અલ-મુહાનદિસનું પણ મોત થયું છે. અમેરિકાએ બગદાદ એરપોર્ટ પર હવાઈ હુમલાને અંજામ આપ્યો.

  ઈરાનનું સમર્થન કરનારા ઈરાકી મિલિશિયાએ મેજર જનરલ કાસિમ સુલેમાનના માર્યા ગયાની પુષ્ટિ કરી છે. કાસિમ સુલેમાનીના શબની ઓળખ આંગળીમાં પહેરેલી અંગૂઠીના કારણે થઈ શકી. ઈરાકના પૉપ્યૂલર મોબિલાઇઝેશન ફાર્સના પ્રવક્તા અહમદ અલ અસ્સાદીએ જણાવ્યું કે, મહાદી અલ મુહાનદિસ અને કાસિમ સુલેમાનીનું મોત થયું છે. તેની પાછળ અમેરિકા અને ઈઝરાયલી દુશ્મન જવાબદાર છે.

  અમેરિકાએ કેવી રીતે હુમલો કર્યો?

  અમેરિકાના અધિકારીઓએ રૉયટર્સને જણાવ્યું કે બગદાદમાં બે ટાર્ગેટને નિશાને લઈ હવાઈ હુમલો થયો. આ ટાર્ગેટનો સંબંધ ઈરાન સાથે છે. તેનાથી વિશેષ અધિકારીઓએ વધુ વિગતો જણાવવાનો ઇન્કાર કર્યો છે.

  કાસિમ સુલેમાની ઈરાનની વિદેશી આર્મીના પ્રમુખ હતા. તેમની પાસે ઈરાનની સીમાની બહાર ઑપરેશનની જવાબદારી હતી. (Photo AP)


  બીજી તરફ, ઈરાકી પેરામિલિટ્રી ગ્રુપે જણાવ્યું કે શુક્રવારે બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રણ રોકેટ દ્વારા હવાઈ હુમલો થયો. તેમાં ઈરાકી પેરામિલિટ્રી ફોર્સના 5 જવાનો અને બે મહેમાનોના પણ મોત થયા. મળતી માહિતી મુજબ, અમેરિકાના રોકેટ એર કાર્ગો ટર્મિનલની પાસે પડ્યા. તેના કારણે બે ગાડીઓમાં આગ લાગી ગઈ. આ હુમલામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે.


  ઈરાકી મેજર જનરલ કાસિમ સુલેમાની કોણ હતા?


  કાસિમ સુલેમાની ઈરાનની રિવોલ્યૂશનરી ગાર્ડ્સના વિદેશી આર્મીના પ્રમુખ હતા. સીરિયા અને ઈરાકના યુદ્ધમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. ઈરાનની સાથે તેઓ સીરિયા અને ઈરાકમાં પણ ખૂબ લોકપ્રિય હતા.

  કાસિમ સુલેમાનીની ખાડીના દેશોમાં ઈરાનની અસરદાર નજર રાખવા અને તે દેશોને ઈરાનથી પ્રભાવિત કરવામાં મોટી ભૂમિકા હતી. આ કારણથી જે તેઓ અમેરિકા, ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને તેહરાનના સ્થાનિક દુશ્મનોના નિશાના પર હતા. અમેરિકા સતત તેની પર નજર રાખી રહ્યું હતું.

  ઈરાનની સેના (પ્રતીકાત્મક તસવીર)


  છેલ્લા બે દશકોમાં કાસિમ સુલેમાની પર અનેક જીવલેણ હુમલા થયા છે. આ હુમલાની પાછળ પણ અમેરિકા અને પશ્ચિમી દેશોનો હાથ હોવાનું કહેવાયું હતું. કાસિમ સુલેમાની અમેરિકાની સાથે પશ્ચિમી દેશ અને ઈઝરાયલની ઇન્ટેલિજન્સી એજન્સીઓના રડાર પર હતા.

  કાસિમ સુલેમાનીના માથે શું હતી જવાબદારી?

  કાસિમ સુલેમાની ઈરાનની વિદેશી આર્મીના પ્રમુખ હતા. તેમની પાસે ઈરાનની સીમાની બહાર ઑપરેશનની જવાબદારી હતી. તેઓ ઈરાનના હિતોને જોતાં વિદેશોમાં ઑપરેશન ચલાવતા હતા.

  આ પણ વાંચો, અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના કુદ્સ ફાર્સના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીનું મોત

  2011ની સિવિલ વૉરમાં જ્યારે તેઓ હારની નજીક હતા તો તેઓએ સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદનું સમર્થન કર્યું હતું. કાસિમ સુલેમાનીએ ઈરાકના વિદ્રોહી જૂથોને પણ મદદ કરી હતી.

  કાસિમ સુલેમાની વર્ષ 1998માં ઈરાનની કુદ્સ ફોર્સના પ્રમુખ બન્યા હતા. તેઓએ હંમેશા પોતાની પોઝિશન લૉ પ્રોફાઇલ રાખી હતી. પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ ઈરાની સેનાને મજબૂત કરી. કાસિમ સુલેમાનીએ લેબનાનના હિજબુલ્લા, સીરિયાના રાષ્ટ્રપતિ બશર-અલ-અસદની સરકાર અને ઈરાકમાં શિયા મિલિશિયા ગ્રુપની સાથે સારા સંબંધ રાખ્યા હતા.

  કાસિમ સુલેમાનીના મોત બાદ હવે શું થશે?

  અમેરિકાના હવાઈ હુમલામાં કાસિમ સુલેમાનીનું મોત થયા બાદ હવે અમેરિકા અને ઈરાનની વચ્ચે તણાવ વધી જશે. અમેરિકાએ તેની લઈને ચેતવણી પણ જાહેર કરી દીધી છે. અમેરિકાએ પાકિસ્તાનના એર રૂટને લઈને ચેતવણી જાહેર કરી છે કે આ રૂટની હવાઈ ઉડાનોને આતંકવાદી નિશાન બનાવી શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાસિમ સુલેમાનીનું મોત થવાથી અમેરિકાનો રાષ્ટ્ર ધ્વજ ટ્વિટ કર્યો છે. તેને અમેરિકા માટે બિગ ન્યૂઝ કહેવામાં આવી રહ્યા છે.

  આ પણ વાંચો, ઇરાનના ગાર્ડ્સ કમાન્ડર સુલેમાનીની 'હત્યા'નો આદેશ ટ્રમ્પે આપ્યો હતો : પેન્ટાગોન
  Published by:user_1
  First published:

  આગામી સમાચાર