લાહૌર. પાકિસ્તાન (Pakistan)માં તહરિક-એ-લબૈક (Tahrik-e-Labbaik)ના પ્રમુખ સાદ રીઝવી (TLP Chief Saad Rizvi)ને એરેસ્ટ કરતા તોફાનો ફાટી નીકળ્યા છે. જેના પરિણામે હજારો ઇસ્લામવાદીઓએ નેશનલ હાઇવે અને રેલવે ટ્રેક જામ કર્યા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, મંગળવારે પોલીસ સાથેની અથડામણમાં બે પ્રદર્શનકારીઓ અને એક પોલીસકર્મીનું મોત થયું. વરિષ્ઠ પોલીસ અધિકારી ગુલામ મહોમ્મદ ડોગરે જણાવ્યું કે, તહરીક-એ લબૈક પાકિસ્તાનના પ્રમુખ સાદ રીઝવીને 12 એપ્રિલે એરેસ્ટ કરાયા હતા. ત્યાર બાદ તેમના સમર્થકો સાથે થયેલી અથડામણમાં એક પોલીસ કર્મચારીનું મોત થયું હતું. સાથે જ લાહૌર પાસે શાહદરામાં 10 પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, પંજાબ પ્રાંતમાં પણ બે લોકો માર્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે રિઝવીએ ધમકી આપી હતી કે જો સરકાર પયગંબર મોહમ્મદનું ચિત્ર પ્રકાશિત કરવા બદલ ફ્રાન્સના રાજદૂતને નિષ્કાસિત નહીં કરે તો દેશમાં પ્રદર્શન કરવામાં આવશે. ત્યારબાદ પોલીસે તેમને એરેસ્ટ કરી લીધા અને 12 એપ્રિલથી પાકિસ્તાન ભડકે બળવા લાગ્યું. અધિકારીના જણાવ્યા મુજબ, રીઝવીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એરેસ્ટ કરાયા હતા. જોકે,તેમના સમર્થકોએ પાકિસ્તાનમાં પ્રદર્શન શરુ કર્યા હતા.
હિંસાના બે દિવસ પહેલા રિઝવીએ સરકારને કહ્યું હતું કે તેઓ 20 એપ્રિલ પહેલા ફ્રાન્સના રાજદૂતને હાંકી કાઢવા માટે તેમની પાર્ટીથી ફેબ્રુઆરીમાં કરાયેલા વાયદાનું સન્માન રાખે. જોકે, સરકારનું કહેવું છે કે તેઓ આ મામલે માત્ર સંસદમાં જ આ વિષય પર ચર્ચા કરશે. જોકે, રીઝવીના સમર્થકોએ આ કાર્યવાહીનો વિરોધ કર્યો. ત્યારબાદ પાર્ટી કાર્યાલય સામે પ્રદર્શન કર્યા હતા. બીજી તરફ કટ્ટરપંથીઓના ડરથી પીએમ ઇમરાન ખાન આ વિષે મૌન સાધીને બેઠા છે.
રીઝવીની ધરપકડ બાદ પ્રદર્શનકારીઓએ લાહૌરમાં મુખ્ય રાજમાર્ગ ખાતે ચક્કાજામ કરી દીધો હતો. હજારો લોકો પોતાની ગાડીઓ સાથે ફસાયા હતા. હિંસાની શરૂઆત પહેલા લાહૌરમાં અને બાદમાં કરાચીમાં થઇ. સાથે જ ઇસ્લામાબાદની બહાર પણ પ્રદર્શન કરાયા છે.
" isDesktop="true" id="1088211" >
ઉલ્લેખનીય છે છે કે ખાદીમ હુસૈન રીઝવીના આકસ્મિક નિધન બાદ સાદ રીઝવીને તહરીક-એ-લબૈક પાર્ટીના પ્રમુખ બનાવાયા છે. રીઝવીના સમર્થક દેશના ઈર્ષનીંદા કાનૂન રદ્દ ન કરવા સરકાર પર દબાવ બનાવી રહ્યા છે. પાર્ટી ઈચ્છે છે કે, ફ્રાન્સના રાજદૂતને દેશથી બહાર કાઢવામાં આવે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર