Home /News /gujarat /એક સમયે ભાજપના દિગ્ગજ નેતા અને બાદમાં હાંસિયામાં ધકેલાયા, જાણો કોણ છે જયનારાયણ વ્યાસ

એક સમયે ભાજપના દિગ્ગજ નેતા અને બાદમાં હાંસિયામાં ધકેલાયા, જાણો કોણ છે જયનારાયણ વ્યાસ

જાણો કોણ છે જયનારાયણ વ્યાસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના દિગ્ગજ નેતા જયનારાયમ વ્યાસે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને કોંગ્રેસમાં તેઓ જોડાઇ રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. ત્યારે આ મોટા દિગ્ગજ નેતા અને ધારદાર પ્રવક્તાએ કેવી રીતે પોતાની રાજકીય સફર શરૂ કરી તાના પર એક નજર કરીએ....

વધુ જુઓ ...
  અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. સ્વાભાવિક છે કે, ચૂંટણી નજીક આવતાની સાથે જ, નેતાઓ એક પાર્ટી છોડી બીજી પાર્ટીમાં ઝંપલાવતા હોય છે. આવા જ એક ભાજપના નેતા કે જે ધારાદાર ભાષણ અને ડિબેટ શ્રેણી માટે ઓળખાતા જયનારાયણ વ્યાસ, તેઓએ ભાજપનો સાથ છોડીને કોંગ્રેસનો હાથ પકડી શકે છે. જય નારાયણ વ્યાસે 32 વર્ષ ભાજપમાં સેવા આપ્યા બાદ હવે રાજીનામું આપ્યું છે.

  આ પણ વાંચો: Gujarat Assembly Election: જય નારાયણ વ્યાસ અને અશોક ગેહલોત વચ્ચે સૂચક બેઠક

  ચૂંટણી પહેલા જ ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલના સમાચાર સામે આવી રહ્યા છે. જણાવી દઈએ કે, ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે રાજીનામું આપી દીધું છે. જયનારાય વ્યાસ ભાજપના સંકટમોચન કહેવાતા હતા. તેઓ પાટણની સિદ્ધપુર બેઠકથી પરથી ચૂંટણી લડતા હતા. તેઓએ આ બેઠક પરથી 4 વખત જીત મેળવી હતી. કેશુભાઈ પટેલ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં કેબિનેટ મંત્રી હતા. તેએઓ 2007થી 2012 સુધી તેઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી રહ્યા છે. આ દરમિયાન ટીવી ડિબેટ્સમાં સરકાર વતી ધારદાર દલીલો કરતા હતા.


  જયનારાયણ વ્યાસને 2012ની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ બાદ, તેઓ પાર્ટીથી હાંસિયામાં ધકેલાઇ ગયા હતા. આ બાદ, વિજય રૂપાણીની સરકારમાં તેઓ સાઇડ લાઇન થવા લાગ્યા હતા. જયનારાણ વ્યાસે સિદ્ધપુર બેઠક પરથી બ્રહ્મ સમાજ માટે નિર્ણાયક ભુમિકા ભજવી હતી. તેઓને સતત બે વખત હારનો સામનો ભારે પડી રહ્યો હતો અને આથી જ સરકાર અને પાર્ટીના પડખાથી દુર થવા લાગ્યા હતા.

  જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી અને તે બાદ આજે તેઓએ ભાજપ સાથેનો છેડો ફાડી કોંગ્રેસનું દામન પકડી શકે છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections, ભાજપ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन