Home /News /gujarat /JEE Main 2023: એન્જીનિયરિંગમાં પ્રવેશની આ પરીક્ષા માટે કોણ અરજી કરી શકે છે ?

JEE Main 2023: એન્જીનિયરિંગમાં પ્રવેશની આ પરીક્ષા માટે કોણ અરજી કરી શકે છે ?

Who Can Apply for Engineering Entrance: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ટૂંક સમયમાં જ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) મેઈન 2023ની જાહેરાત કરી શકે છે. અહેવાલ મુજબ NTA નવેમ્બર 2022ના ત્રીજા સપ્તાહમાં એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરશે અને ઓનલાઇન કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) જાન્યુઆરી અને એપ્રિલ 2023માં યોજાઈ શકે છે.

Who Can Apply for Engineering Entrance: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ટૂંક સમયમાં જ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) મેઈન 2023ની જાહેરાત કરી શકે છે. અહેવાલ મુજબ NTA નવેમ્બર 2022ના ત્રીજા સપ્તાહમાં એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરશે અને ઓનલાઇન કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) જાન્યુઆરી અને એપ્રિલ 2023માં યોજાઈ શકે છે.

વધુ જુઓ ...
 • News18 Gujarati
 • Last Updated :
 • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
  Who Can Apply for Engineering Entrance: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ટૂંક સમયમાં જ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE) મેઈન 2023ની જાહેરાત કરી શકે છે. અહેવાલ મુજબ NTA નવેમ્બર 2022ના ત્રીજા સપ્તાહમાં એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરશે અને ઓનલાઇન કમ્પ્યુટર-આધારિત ટેસ્ટ (CBT) જાન્યુઆરી અને એપ્રિલ 2023માં યોજાઈ શકે છે.

  ત્યારે એન્જિનિયરિંગની એન્ટ્રન્સ ટેસ્ટમાં ભાગ લેવા માટે કોણ-કોણ અરજી કરી શકે છે અને ઉમેદવારો પાસે કઈ લાયકાય હોવી જોઈએ તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

  JEE MAIN 2023: એજ્યુકેશન ક્વોલિફિકેશન


  10+2 (વર્ગ 12) બોર્ડની પરીક્ષા પાસ કરી હશે અથવા ચાલુ વર્ષે કેમેસ્ટ્રી અને બાયોલોજીની સાથે ફરજિયાત વિષયો તરીકે ફિઝિક્સ અને મેથેમેટિક્સ સાથે સ્ટડી કરી રહેલ વિદ્યાર્થીઓ JEE મુખ્ય પરીક્ષા 2023માં બેસવા માટે યોગ્યતા ધરાવે છે.

  આ પણ વાંચો:  CATને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ટોપર્સ પાસેથી જાણો આ પરીક્ષા માટેની ટીપ્સ અને ટ્રિક્સ

  JEE MAIN 2023: વય મર્યાદા


  JEE મેઇન્સ આપવા ઉમેદવારો માટે કોઈ વય મર્યાદા નથી. 2021, 2022માં જે ઉમેદવારોએ ધોરણ 12/સમકક્ષ પરીક્ષા પાસ કરી છે અથવા 2023માં જેતો પરીક્ષા આપવા જઈ રહ્યાં છે તેઓની ઉંમરને ધ્યાનમાં લીધા વિના JEE મેઇન 2022ની પરીક્ષામાં બેસી શકે છે. જોકે ઉમેદવારો જે સંસ્થામાં પ્રવેશ લેવા ઇચ્છતા હોય તે સંસ્થાઓના વય માપદંડને પૂર્ણ કરવાની જરૂર રહેશે.

  JEE MAIN 2023 : કોણ કોણ અરજી કરી શકે?


  ધોરણ 12 સિવાય માન્ય બોર્ડ/યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી કોઈપણ મધ્યવર્તી અથવા બે વર્ષની પ્રી-યુનિવર્સિટીના વિદ્યાર્થી JEE મેઈન પરીક્ષા માટે અરજી કરી શકે છે. નેશનલ ડિફેન્સ એકેડેમીની સંયુક્ત સેવા પાંખ (Joint Services Wing)ના બે વર્ષના અભ્યાસક્રમની અંતિમ પરીક્ષામાં તેમજ ઓછામાં ઓછા પાંચ વિષયો સાથે NIOS દ્વારા આયોજિત સિનિયર સેકન્ડરી સ્કૂલની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.

  ઉપરાંત એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ (AIU) દ્વારા ભારતમાં અથવા કોઈપણ વિદેશી દેશમાં કોઈપણ પબ્લિક સ્કૂલ/બોર્ડ/યુનિવર્સિટીની 10+2ની સમકક્ષ પરીક્ષા આપનાર, તેમજ AICTE દ્વારા માન્યતા પ્રાપ્ત ડિપ્લોમા અથવા ઓછામાં ઓછા ત્રણ વર્ષની અવધિના રાજ્ય બોર્ડ ઓફ ટેકનિકલ શિક્ષણ લેનાર અરજી કરી શકે છે.

  એડવાન્સ્ડ (A) સ્તરે જનરલ સર્ટિફિકેટ એજ્યુકેશન (GCE) પરીક્ષા (લંડન/કેમ્બ્રિજ/શ્રીલંકા), કેમ્બ્રિજ યુનિવર્સિટીની હાઈસ્કૂલ સર્ટિફિકેટ એક્ઝમ અથવા ઈન્ટરનેશનલ બેકલોરરેટ ઓફિસ, જિનીવાનો ઈન્ટરનેશનલ બેકલોરરેટ(સ્નાતક) ડિપ્લોમા પણ યોગ્યતા માપદંડ ધરાવે છે.

  જો ધોરણ 12ની પરીક્ષા જાહેર પરીક્ષા (Public Eexamination) ન પાસ હોય તો ઉમેદવારે ઓછામાં ઓછી એક જાહેર (બોર્ડ અથવા પ્રી-યુનિવર્સિટી) પરીક્ષા અગાઉ પાસ કરેલી હોવી જોઈએ.

  અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરિંગ અભ્યાસક્રમો માટે JEE મેઇનમાં રિઝર્વેશન માપદંડ :


  - જનરલ-EWS કેટેગરી: 10% બેઠકો અનામત
  - OBC-NCL: 27% બેઠકો
  - અનુસૂચિત જાતિ (SC): 15%
  - અનુસૂચિત જનજાતિ (ST): 7.5%
  - વિકલાંગ વ્યક્તિઓ (PwD): 5%

  જેઇઇ મેઇન 2023 સેશન 1 જાન્યુઆરીમાં અને સેશન 2 એપ્રિલમાં યોજાશે. બેમાંથી કોઈપણ સત્રમાં ઉમેદવારો દ્વારા મેળવેલ શ્રેષ્ઠ માર્ક્સ નિયમો અનુસાર રેન્કની ગણતરી માટે ધ્યાને લેવાશે. વિદ્યાર્થીઓ બંનેમાંથી એક સેશન પસંદ કરી શકે છે. બીજા સેશન માટે અરજી ફોર્મ માર્ચ સુધીમાં બહાર પાડવામાં આવશે.

  અહીં ઉલ્લેખનીય છે કે, 2021માં JEE મેઇનમાં ચાર પ્રયાસો કર્યા પછી અને 2022માં પરીક્ષાની તારીખોમાં વિલંબ બાદ આ વર્ષે કોરોના પૂર્વેનું શૈક્ષણિક કેલેન્ડર ફરી શરૂ થવાની ધારણા છે. આ માત્ર JEE Main માટે જ નહીં પણ NEET અને CUET માટે પણ લાગુ પડશે.

  આ પણ વાંચો:  ધોરણ 10 પાસ માટે CRPFમાં બમ્પર ભરતી, પગાર જાણી કહેશો કે '....ના હોય!'

  JEE મેઇન પરીક્ષા પેટર્ન અત્યાર સુધી એક જ રહી છે. જેઇઇ મેઇનને બે સત્રોમાં વહેંચવામાં આવશે. સેક્શન A MCQsનો હશે, જ્યારે સેક્શન Bમાં સંખ્યાત્મક મૂલ્ય પ્રશ્નો (Numerical Value Questions)ના જવાબ આપવાના રહેશે. સેક્શન A ફરજિયાત છે અને દરેક સાચા જવાબ માટે ચાર ગુણ આપવામાં આવશે. જોકે, દરેક ખોટા જવાબ માટે એક માર્ક કાપવામાં આવશે. સેક્શન Bમાં ઉમેદવારોએ આપેલા 10માંથી કોઈપણ પાંચ પ્રશ્નોનો પ્રયાસ કરવાનો રહેશે. સેક્શન B માટે કોઈ નેગેટિવ માર્કિંગ રહેશે નહીં.
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन