ન્યૂઝ 18 ગુજરાતી : ગુરૂવારે 30મી મેના રોજ વડાપ્રધાન મોદીએ સાંજે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ લીધા હતા. સમગ્ર દેશ જ્યારે વડાપ્રધાન મોદીની શપથ વિધી જોઈ રહ્યો હતો ત્યારે તેમના માતા હિરા બા ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાને ટેલિવિઝન પર પુત્રને શપથ લેતા જોઈને ભાવુત થઈ ગયા હતા.
ટેલિવિઝન પર જ્યારે પીએમ મોદી શપથ લેવા માટે આવ્યા ત્યારે હિરાબાએ તાળીઓ પાડી અને પુત્રની સફળતાને વધાવી લીધી હતી. પ્રથમ વાર પણ જ્યારે વડાપ્રધાન મોદીએ શપથ લીધા હતા ત્યારે તેમના પરિવારમાંથી કોઈ વ્યક્તિને આમંત્રણ નહોતું અપાયું અને બીજી વાર પણ જ્યારે તેઓ વડાપ્રધાન બન્યા ત્યારે તેમના પરિવારમાંથી કોઈને આમંત્રણ આપવામાં આવ્યું નહોતું.
માતા હિરા બાને મળવા માટે પણ પુત્ર નરેન્દ્ર આવ્યા હતા. ચૂંટણીમાં વિજયી થયા બાદ વડાપ્રધાન મોદીએ જ્યારે ગુજરાતમાં અભિવાદન સમારોહમાં હાજરી આપી તો ત્યાંથી સીધા તેઓ ગાંધીનગરના રાયસણ ખાતે આવેલા માતાના નિવાસ સ્થાને ગયા હતા.
ટીવી પર પુત્રને શપથ લેતા જોઈને લાગણીશીલ થયેલા હિરાબાની તસવીર ટ્વીટર અને ફેસબુક પર અસંખ્યવાર શેર થઈ હતી. દરેક માતા માટે પુત્રને સફળતાનું અનોખું મહત્વ હોય છે તેવી જ રીતે વડાપ્રધાન મોદીના માતા હિરા બા પણ હંમેશા તેમની સફળતાના પૂરક રહ્યાં છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર