હવે તમારા 'Status'થી કમાણીની તૈયારીમાં WhatsApp

વોટ્સએપ આપણા યૂઝર્સના સ્ટેટસમાં જાહેરાત દેખાડશે, જેની શરૂઆત આગામી વર્ષ એટલે કે 2019થી શરૂ થશે.

 • Share this:
  વોટ્સએપ આપણા યૂઝર્સના સ્ટેટસમાં જાહેરાત દેખાડશે, જેની શરૂઆત આગામી વર્ષ એટલે કે 2019થી શરૂ થશે.

  વોટ્સએપ પર આપણું સ્ટેટસ ટૂંક સમયમાં કંપનીની કમાણી બનશે. વોલ સ્ટ્રીટ જર્નલની રિપોર્ટ અનુસાર, વોટસએપ યુઝર્સના સ્ટેટસમાં જાહેરત દેખાડશે. જેની શરૂઆત આગામી વર્ષ એટલે કે 2019થી શરૂ થશે. માહિતી મુજબ, જાહેરાત વીડીયો તરીકે થશે અને તે બરાબર એવી જ રીતે કામ કરશે જેમ કે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં થાય છે. ફેસબુકે આ જ વર્ષમાં ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝમાં જાહેરાતની શરૂઆત કરી હતી.

  રિપોર્ટ અનુસાર, વોટ્સએપના દુનિયાભરમાં લગભગ 1.5 અબજ યુઝર્સ છે, જેમાંથી 45 કરોડ યુઝર્સ વોટ્સએપ સ્ટેટસનો ઉપયોગ કરે છે. ત્યાં ઇન્સ્ટાગ્રામની વાત કરીએ, તો માત્ર 40 કરોડ યુઝર્સ જ રોજિંદા ઉપયોગ કરે છે.

  વોટસએપની ચીફ ઓપરેટિંગ ઓફિસર મેટ ઈડિમાએ તેની ખાતરી આપી હતી કે વોટ્સએપ પર આવતી જાહેરાત ફેસબુકની જાહેરાત પ્રોગ્રામ્સનો જ ભાગ છે. વોટસએપ સ્ટેટસ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં લોન્ચ થયું હતું.
  Published by:Bhoomi Koyani
  First published: