#કામની વાત: લગ્નની પહેલી રાતે પત્નીને પુછી લે જો આ વાત

 • Share this:
  સવાલ: મારા લગ્ન ટુંક સમયમાં થવાનાં છે મને નથી સમજાતું કે મારી પત્નીને કેવી રીતે હું ખુશ રાખી શકીશ. મહિલાઓનાં પ્રાઇવેટ પાર્ટ અંગે મને જરાં પણ માહિતી નથી. મારી પાર્ટનરને આ અંગે પુછવું યોગ્ય ગણાય?

  સેક્સોલોજીસ્ટ, ડૉ પારસ શાહ

  જવાબ: લગ્નની સિઝન ચાલી જ રહી છે તેવામાં જ્યારે પણ નવ યુગલ એકબીજા વિશે વિચારતા હોય ત્યારે તેમનાં મનમાં સેક્સને લઇને ઘણાં સવાલો હોય તે ક્યારેક ભ્રામક પણ હોય તો ક્યારેક તેમનાં મનમાં સેક્સને લઇને ચિંતા પણ હોય છે. તો આવી જ ચિંતા અંગે આજે આપણે વાત કરીશું.

  પુરુષોને હમેશાં એક જ ચિંતા રહે છે કે તે તેમની થનારી પત્નીને સંતોષ આપી શકશે કે નહીં.. અને બીજુ તેમની થનારી પત્નીને પ્રાઇવેટ પાર્ટમાં કેટલાં ભાગ હોય છે અને તેને સૌથી વધુ ઉત્તેજના ક્યાં આવે છે.

  સ્ત્રીનાં પ્રાઇવેટ પાર્ટમાં ત્રણ ઓપનિંગ હોય છે. એક જ્યાંથી મુત્ર સ્ત્રાવ થતો હોય છે. અને બીજુ ઓપનિંગ હોય છે જેને યોની માર્ગ કહેવાય છે. ત્યાંથી માસિક સમયે રક્ત સ્ત્રાવ થાય છે. ત્યાં જ જાતીય સંબંધ વખતે ઇન્દ્રિય અંદર જાય છે. અને બાળકનાં જન્મ સમયે બાળક પણ ત્યાંથી જ બહાર આવે છે. મહિલાનો આ ભાગ રબર બેન્ડ જેવો હોય છે તે એક આંગળી નાખવા પર એક આંગળી જેટલો પહોળો થાય છે. ઇન્દ્રિયનાં પ્રવેશ સમયે ઇન્દ્રિયની પહોળાઇ જેટલો પહોળો થાય છે અને બાળકનાં જન્મ સમયે તેનાં માથા જેટલો પહોળો થાય છે. જ્યારે ત્રીજો દ્વાર હોય છે મળ દ્વાર ત્યાંથી મળ પાસ થાય છે.

  છતા પણ જો આપને આ અંગે કોઇપણ મુંઝવણ સતાવતી હોય તો તે અંગે તમારા પાર્ટનર સાથે જ ખુલીને વાત કરવી જોઇએ. કારણ કે પોતાનાં પ્રાઇવેટ પાર્ટ અંગે મહિલા જ સૌથી વધુ જાણતી હોય છે. તેથી જ હમેશાં જાતીય સંબંધ બાંધતી વખતે પોતાનાં પાર્ટનર સાથે વાત કરવી. અને જાતીય સંબંધ બાંધ્યા બાદ પણ પાર્ટનરને પુછવું કે તેનો અનુભવ કેવો રહ્યો.

  તમારે પણ જો કોઈ જાતીય જીવનને લગતી સમસ્યા હોય તો email: dr9157504000@shospital.org પર સંપર્ક કરી શકો છો.
  Published by:user_1
  First published: