Home /News /gujarat /

Quick weight loss: સાવધાન! ઝડપી વજન ઘટાડવું મૂકી શકે છે મુશ્કેલીમાં, જાણો શું છે તેના ગેરફાયદા

Quick weight loss: સાવધાન! ઝડપી વજન ઘટાડવું મૂકી શકે છે મુશ્કેલીમાં, જાણો શું છે તેના ગેરફાયદા

સાવધાન! ઝડપી વજન ઘટાડવું મૂકી શકે છે મુશ્કેલીમાં, જાણો તેના ગેરફાયદા

Disadvantages of Quick Weight Loss:નિષ્ણાતોના મતે ભૂખ્યા રહેવું અને અન્ય પદ્ધતિઓ દ્વારા ખૂબ જ ઝડપથી વજન ઘટાડની ઘેલછા સંખ્યાબંધ આડઅસરો અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. ચાલો આ લેખમાં જોઈએ ઝડપી વજન વધારવાના ગેર ફાયદા

    Disadvantages of Quick Weight Loss: આજની ફાસ્ટ લાઈફ સ્ટાઈલ (Lifestyle) માં લોકો ફાસ્ટ ફુડ અને જંક ફુડનુ વધુ પ્રમાણમાં સેવન કરતા હોય છે. જેને લઈને લોકો મેદસ્વીતા (obesity) નો શિકાર બને છે અને અનેક પ્રકારના રોગો તેમને ઘેરી લે છે. આવી સ્થિતીમાં વજન ઘટાડવું અને ફિટ રહેવું સ્વસ્થ બાબત છે. જો કે, તમે અચાનક શરીરના વજનમાં નોંધપાત્ર ઘટાડો થયા હોવાનુ નોટિસ કરો તો તમારે ચેતી જવાની જરૂર છે. આ પ્રકારની સ્થિતી કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ ઈશારો કરી શકે છે. મોટાભાગના લોકો ઝડપથી વજન ઘટાડવા માટે પરેજી પાળવી, કસરત કરવી અને ઈન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરવી જેવા વિવિધ ઉપાયો અજમાવતા હોય છે. જો કે વધુ પડતી કસરત અથવા પરેજી પાળીને વજન ઘટાડવું તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી

    શિસ્તબદ્ધ વજન ઘટાડવાની દિનચર્યા દ્વારા સમયની સાથે અને ધીરે ધીરે કેલરી બર્ન કરવી એ સ્લિમ અને ફિટ રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે. નિષ્ણાતોના મતે ભૂખ્યા રહેવું અને અન્ય પદ્ધતિઓ દ્વારા ખૂબ જ ઝડપથી વજન ઘટાડની ઘેલછા સંખ્યાબંધ આડઅસરો અને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે.

    ઝડપી વજન ઘટાડવાના પગલાંની કેટલીક નકારાત્મક અસરો નીચે જણાવ્યા પ્રમાણે છે.




    1. તમારા મેટાબોલિઝમમાં ઘટાડો




    ભૂખ્યા રહીને અથવા અપૂરતો ખોરાક લેવાથી વજન ઘટાડવાનો પ્રયાસ કરવાથી તમારા ચયાપચયની ક્રિયામાં અવરોધ પેદા ય છે જેના કારણે મેટાબોલિઝમમાં ઘટાડો થતો જોવા મળે છે, જેના પરિણામે તમારું શરીર બર્ન કરવા સક્ષમ હોય તે કેલરી બર્ન થતી નથી અને કેલરી બર્નની સંખ્યામાં ઘટાડો થાય છે. Healthifyme મુજબ, જ્યારે કોઈ વ્યક્તિ ઓછી કેલરી ખાઈને વજન ઘટાડવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેના કારણે શરીર દરરોજ 23% ઓછી કેલરી બર્ન કરે છે.


    1. શરીરમાં ડિહાઈડ્રેશનની અસર




    ઝડપી વજન ઘટાડવામાં મદદ કરતો આહાર જોખમી નીવડી શકે છે. આવો આહાર ગંભીર ડિહાઇડ્રેશન તરફ દોરી શકે છે કારણ કે તે તમારું પાણીનું વજન ઘટાડે છે. તે અસ્વસ્થતા, થાક, કબજિયાત, માથાનો દુ:ખાવો અને કેટલાક કિસ્સાઓમાં કિડનીમાં પથરી જેવી આડઅસરોનું કારણ બને છે. આવું ન થાય તે માટે તમારા વેઈટ લોસના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે યોગ્ય માર્ગ પસંદ કરવો મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે, કેટોજેનિક આહાર વજન ઘટાડવામાં મદદ કરે છે અને તે તમારા પાણીના વજનને ઘટાડવાની તુલનામાં તંદુરસ્ત પણ છે.


    1. નબળાઈ અને થાક




    અચાનકથી કેલરીમાં ઘટાડો કરવો સ્વાસ્થ્યપ્રદ નથી અને તે વ્યક્તિને નબળાઈ અને થાકના અનુભવ તરફ દોરી શકે છે. ઓછી કેલરીનો વપરાશ શરીર માટે સામાન્ય રીતે કામ કરવું મુશ્કેલ બનાવે છે, જેના કારણએ વ્યક્તિને નબળાઈનો અનુભવ થાય છે.

    Weight Loss Risks, Quick Weight Loss, લાઈફ સ્ટાઈલ, ફાસ્ટ ફુડ, મેદસ્વીતા, વજન ઘટાડવું
    Published by:Rahul Vegda
    First published:

    Tags: Healthy, Lifestyle

    આગામી સમાચાર