પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા "જનતા કરફ્યુ"નો શું છે ઇતિહાસ?


Updated: March 22, 2020, 1:10 AM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા
કોરોના વાઇરસના અનેક રાજ્યોમાં ફેલાઈ ગયો છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની "જનતા કર્ફ્યુ"ની અપીલ એ ગાંધી ચિંધ્યા માર્ગ સમાન છે.

કોરોના વાઇરસના અનેક રાજ્યોમાં ફેલાઈ ગયો છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની "જનતા કર્ફ્યુ"ની અપીલ એ ગાંધી ચિંધ્યા માર્ગ સમાન છે.

  • Share this:
વૈશ્વિક મહામારી કોરોના સામે જંગ ખેલવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશની જનતાને જનતા કર્ફ્યુનું આહવાન કર્યું છે. "જનતા કર્ફ્યુ" આ એક ગુજરાતી શબ્દ છે જેની સાથે ગુજરાત રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ જોડાએલો છે. તો સાથે જ આ શબ્દએ સોવિયત યુનિયન સામેની લડાઈમાં હંગેરીના વિધાર્થીઓ અને કામદારોએ ઉપયોગ કર્યો હતો.

દેશની આઝાદી બાદ વિવિધ તબક્કે ભાષાવાર રાજ્યો રચવાની ભલામણ કરવામાં આવી હતી. આમ છતાં બૃહદ મુંબઈ રાજ્યમાં ગુજરાતી અને મરાઠી બંને ભાષા બોલનાર વિસ્તારોનો સમાવેશ થતો હતો. ગુજરાતની પ્રજાની લાગણી ગુજરાતનું અલગ રાજ્ય થાય તેવી હતી. આખરે આ લાગણીમાંથી મહાગુજરાત ચળવળની શરૂઆત થઈ.ગુજરાત અને મુંબઈના આર્થિક હિતો એકબીજા સાથે જોડાયેલા હતા. તેથી તે વખતના ગુજરાતના રાષ્ટ્રીય નેતાઓને દ્રીભાષી રાજ્યનો સ્વીકાર કર્યો હતો. પણ પ્રજાને તે સ્વીકાર્ય ન હતું.

આ મહાગુજરાત આંદોલનના પ્રણેતા નડિયાદના ઈન્દુલાલ યાજ્ઞિક હતાં. અલગ ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા માટે ઈન્દુચાચાનાં હુલામણા નામે ઓળખાતાં સ્વ. ઈન્દુલાલ યાજ્ઞિકે તત્કાલિન મુંબઈ રાજ્યમાંથી ગુજરાતને અલગ રાજ્ય તરીકે સ્થાપવા માટે સપ્ટેમ્બર-૧૯૫૬માં મહાગુજરાત જનતા પરિષદની રચના કરીને શરૂ કરેલ મહાગુજરાત ચળવળને ચાર-ચાર વર્ષનાં વહાણાં વાયાં બાદ છેવટે ૧લી મે, ૧૯૬૦નાં રોજ સફળતા મળી જ્યારે કેન્દ્ગ સરકારે દ્બિભાષી મુંબઈ રાજ્યનાં વિભાજનનો ખરડો પસાર કર્યો.

આ મામલે જાણીતા રાજકીય વિશ્લેષક પ્રકાશ ન શાહે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતની આઝાદી માટેની અહિંસક જંગ પછી મહાગુજરાત ચળવળને અહિંસાના રસ્તે હક મેળવવાનો મોટુ આંદોલન ગણવામા આવે છે. જેમ ગાંધીજીએ ઉપવાસનુ અહિંસક શસ્ત્ર આપ્યુ તેમ મહાગુજરાત આંદોલને જનતા કરફ્યુ અને પેરલલ મિટીંગ જેવા બે અહિંસક શસ્ત્રો આપ્યા છે.

મહાગુજરાત આંદોલન દરમિયાન પોલીસ ફાયરીંગમા બે યુવકોના મોતથી જ્યારે અમદાવાદમાં ભારે તણાવની સ્થિતી હતી ત્યારે જ મોરારજી દેસાઇએ અમદાવાદ ખાતે લાલ દરવાજા વિસ્તારમાં ઉપવાસ પર ઉતરવાની જાહેરાત કરી. અને એવી ભીતી સેવાઇ રહી હતી કે જો મોરારજી દેસાઇના ઉપવાસ વખતે મોટી સંખ્યામા લોકો વિરોધ પ્રદર્શનમા જોડાશે તો મોટાપાયે હિંસા થશે એટલે ઇન્દુચાચાએ સૌ પ્રથમ વખતે જનતા કરફ્યુનુ એલાન કર્યુ. આશ્ચર્ય વચ્ચે તે દિવસે અમદાવાદમા લોકો ઘરમા જ પુરાઇ રહ્યા અને બીજા દિવસે મહત્વના અખબારોએ અહેવાલો પ્રસિદ્ધ કર્યા કે મોરારજી દેસાઇના ઉપવાસ સ્થળે લોકો કરતા લાઉડ સ્પિકર વધુ દેખાતા હતા.

આ મામલે જાણીતા રાજકીય વિશ્લેષક પ્રકાશ ન શાહે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આઝાદીબાદ ગુજરાતના આ અહિંસક આંદોલન મહાગુજરાત ચળવળ આંદોલનની એટલી અસર થઈ કે વૈશ્વિક ફલક પર "જનતા કર્ફ્યુ "નામનો શબ્દ એ ગુંજનતો થયો.આ સમયે યુરોપમાં સોવયત યુનિયન નો દબદબો હતો.સોવયત યુનિયનના ત્રાસના પરિણામે હંગેરીમાં વિધાર્થીઓ એન કામદારોએ બળવો કરી દીધો, ત્યારે હંગેરીના વિધાર્થીઓ અને કામદારોએ "જનતા કર્ફ્યુ"શબ્દનો ઉપયોગ કર્યો હતો.કોરોના સામે જંગ લડવા વૈશ્વિક મહાસત્તાઓ એ પોતાના દેશના અમુક વિસ્તારો એ લોક ડાઉન કરી દીધા છે.પરંતુ પ્રધાન મંત્રી નરેન્દ્ર "જનતા કર્ફ્યુ "ની વાત કરી છે.એટલેકે પ્રધાનમંત્રી ની આ જાહેરાત આંદોલન નહીં અભ્યાન છે.

સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહાસત્તાઓ એ કોરોના સામે લડાઈ લડી રહી છે.કોરોના નામના આ દાનવને નાથવા વૈશ્વિક મહાસત્તાઓ એ પોતાના દેશના અનેક વિસ્તારોને લોકડાઉં કરી દીધા છે.પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ લોકડાઉં નહીં પરંતુ "જનતા કર્ફ્યુ " ની વાત કરી છે.જેનો સીધો મતલબ છે કે આ કોઈ આંદોલન નહીં પરંતુ અભ્યાન છે.જેમાં કોરોના નામના ભયાનક રાક્ષકને નાથવાનો છે.એટલા માટે પ્રધાન મંત્રી એ "જનતા કર્ફ્યુ" નું એલાન કર્યું છે.

આ મામલે જાણીતા રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યાએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી એ જયારે યુવાન હતા ત્યારે વર્ષે 1956ની મહાગુજરાત ચળવળમાં કોંગ્રેસ સરકાર સામે "જનતા કર્ફ્યુ",વર્ષે 1962 નું ચીન સાથેનું યુદ્ધમાં સમગ્ર દેશમાં કરેલ "અંધારપટ્ટ" અને 1973-74 નવનિર્માણમાં વિધાર્થી નેતાઓ દ્વારા સરકાર સામે આપવામાં આવતું "જનતા કર્ફ્યુ" અને "થાળી-વેલણ "વગાડવાના કાર્યકરોનો અનુભવ કર્યો છે.એટલા માટે પ્રધાનમંત્રી દ્વારા કોરોના સામે લડવા જાહેર જનતા ને લોકડાઉન કરવાની અપીલ કરવા ના સ્થાને "જનતા કર્ફ્યુ "ની અપીલ કરી છે.

કોરોના વાઇરસના અનેક રાજ્યોમાં ફેલાઈ ગયો છે. તેવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની "જનતા કર્ફ્યુ"ની અપીલ એ ગાંધી ચિંધ્યા માર્ગ સમાન છે. સામાન્ય રીતે સરકારી તંત્ર અરાજકતા અને તોફાન ના સમાયાએ કર્ફ્યુ લગાવતા હોય છે.પરંતુ પ્રધાન મંત્રી નું આ "જનતા કર્ફ્યુ "એ લોકો સયંભુ જોડાવાનો આગ્રહ છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશની જનતાને રવિવારે "જનતા કર્ફ્યુ "નું આહવાન કર્યું છે. સામાન્ય રીતે સરકારી વહીવટી તંત્ર એ તોફાન અને અરાજકતાની સ્થિતિમાં કર્ફ્યુ લગાવતા હોય છે જે આદેશાત્મક હોય છે.તો કેટલાક રાજકીય પક્ષો પણ પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા બંધનું એલાન આપતા હોયત છે જેમાં સામે વાળનો વિરોધ કરવાનો હોય છે.પરંતુ પ્રધામંત્રી એ પોતાના ગુજરાતના અનુભવના આધારે "જનતા કર્ફ્યુ" ની અપીલ કરી છે. જેમાં આદેશ નહીં પરંતુ સહકારની ભાવના છે.

આ મામલે જાણીતા રાજકીય વિશ્લેષક હરિભાઈ દેસાઈ એ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જયારે મહાગુજરાત આંદોલન ચાલતું હતું ત્યારે ઈંડુ ચાચા ના એક આદેશ થી પૂર્વેનું માન્ચેસ્ટર માનવામાં આવતું એવું અમદાવાદ શહેર એ થમ્ભી જતું હતું,ઇન્દુ ચાચા એ લોકોને આદેશ નહીં પરંતુ સહકારની અપીલ કરતા અને જે અપીલને લોકો જનતા કર્ફ્યુ સ્વરૂપે સહકાર આપતા. તે જ રીતે હવે પ્રધાનમંત્રી એ કોરોના સામે લોકોને અપીલ કરી રહ્યા છે.

કોરોના સામે પ્રધામંત્રી નરેન્દ્ર મોદી એ આપેલ "જનતા કર્ફ્યુ" અને કોરોનાથી લોકોને બચાવી રહેલા પ્રોફેશનલ વ્યક્તિઓનું સન્માન આપવાના આહવાનું મૂળ એ ગુજરાતના આંદોલનમાં રહેલ છે.મહાગુજરાત આંદોલન એ જનતા કર્ફ્યુની જનેતા છે જયારે નવનિર્માણ આંદોલને જનતા કર્ફ્યુ ઉપરાંત સામુહિક રીતે એક જ સમયે સમગ્ર રાજ્યમાં થાળી-વેલણ વગાડી સરકારના નિર્ણયનો વિરોધ કરવામાં આવતા.

આ મામલે ગુજરાત નવનિર્માણના આંદોલન કારી મનીશી જાનીએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં મહાગુજરાત આંદોલન ઉપરાંત વર્ષે 1974ના નવનિર્માણ આંદોલનમાં પણ "જનતા કર્ફ્યુ" શબ્દનો ખુબ મોટા પ્રમાણમાં ઉપયોગ થયો હતો.વિધાર્થી નેતાઓ દ્વારા તે સમયની સરકાર સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કરવા સમગ્ર રાજ્યમાં "જનતા કર્ફ્યુ" નું આહવાન કરવામાં આવતું હતું।વિધાર્થી નેતાઓના આ આહવાનને લોકો વધાવી લેતા અને સમગ્ર રાજ્યની જનતા તેને હર્ષ ભેર સહકાર આપતી.

તો જાણીતા રાજકીય વિશ્લેશક હરિભાઈ દેસાઈએ ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નવનિર્માણ ના આંદોલન દરમ્યાન સરકારના નિર્ણયનો વિરોધ કરવા માટે વિધાથી નેતાઓ સમગ્ર ગુજરાતમાં એક જ સમયે થાળી અને વેલણ વગાડવાનો કોલ આપતા. આ કોલ આવતાની સાથે જ સંગત ગુજરાતમાં એક જ સમયે લોકો પોતાના ઘરની છત પર અથવા ઘરની બારી પર આવી થાળી વેલણ વગાડી સરકાર ના નિર્ણય નો વિરોધ કરતા, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજ પ્રવુત્તિને એક સકારાત્મક રીતે લઈ એક જ સમયે સમગ્ર દેશના નાગરિકોને પોતાના ઘરની છત,બાલકની માં આવી તાલિ પાડી કોરોના સામે સામાન્ય નાગરિકોને બચાવનાર પ્રોફેશનલ વ્યક્તિઓને અભિનંદન આપવા નો કાર્યક્રમ આપ્યો છે.
First published: March 22, 2020
વધુ વાંચો
अगली ख़बर