LL એટલે કે લર્નિંગ લાઇસન્સ વાહન ચલાવવા માટે નહી પરંતુ વાહન ચલાવતાં શીખવા માટે આપવામાં આવે છે. લર્નિંગ લાઇસન્સ મેળવ્યા પછી એક મહિના બાદ અને છ મહિના પહેલાં પાકું લાઇસન્સ કઢાવી લેવું ફરજિયાત છે. લોકો લર્નિંગ લાઇસન્સ મેળવી લીધા બાદ વાહન લઈ રોડ પર નિકળી પડે છે પરંતુ લર્નિંગ લાઇસન્સના પણ નિયમ છે. વાહન ચલાવતાં શીખવા માટે લર્નિંગ લાઇસન્સ જરૂરી છે, એટલે લર્નિંગ લાઇસન્સ આપવામાં આવે છે.
લર્નિંગ લાઇસન્સ મળી ગયા બાદ જો તમે વાહન લઈને રોડ પર નિકળો છો તો તમારી સાથે પાકું લાઇસન્સ ધરાવતા કો_ડ્રાઈવર સાથે હોવા જરૂરી છે. ટુ- વ્હિલર ચલાવતાં હોય તો ટુ-વ્હિલર ચલાવનાર રાઇડર પાસે પાકું લાઇસન્સ હોવું જોઈએ અને જો તમે ફોર વ્હિલર ચલાવતાં હોય તો તમારી બાજુની સીટ પર કો-ડ્રાઈવર કે જેની પાસે પાકું લાઇસન્સ અને ડ્રાઈવિંગ આવડતું હોવું જોઈએ.
આર.ટી.ઓ અમદાવાદ એન.વી.પરમારે સાથે ન્યૂઝ 18 ગુજરાતીએ વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે 'લર્નિંગ લાઇસન્સ મળે તેનો મતલબ એ નથી કે તમે વાહન ચલાવવા માટે નિપૂણ છો, લર્નિંગ લાઇસન્સ વાહન શીખવા માટે આપવામાં આવે છે. લર્નિંગ લાઇસન્સ મળી ગયા પછી વાહન ચલાવવું હોય તો તેના માટે ખાસ નિયમો છે, જેમાં ફોર વ્હિલરમાં બાજુની સીટમા બેસેલ વ્યક્તિ પાસે પાકું લાઇસન્સ હોવું જોઈએ તેમજ લર્નિંગ લાઇસન્સ મળી ગયા બાદ રોડ પર વાહન લઈને નિકળો ત્યારે કાર પાછળ Lલખાવવો જોઈએ.
L લખાવવા માટે પણ નિયમ છે. L અક્ષર 10 સેન્ટિ મીટર હાઈટ કરતા નાનો ન હોવો જોઈએ અને 2 સેન્ટિમીટર કરતાં પાતળો ન હોવો જોઈએ. L અક્ષરનું પેઇન્ટિંગ 18 સેન્ટિ મીટર ચોરસ કરતાં ઓછુ ન હોવું જોઈએ.
મહત્વપૂર્ણ છે કે વાહન ચલાવતાં તમામ લોકો પાસે લાઇસન્સ હોવું જરૂરી છે, પરંતુ વાહન ચાલકો પાસે લાઇસન્સ નથી હોતું તેમ છતાં પણ વાહન ચલાવે છે અને એવું વિચારે છે કે જ્યારે ટ્રાફિક પોલીસ પકડે ત્યારે જોયું જશે પરંતુ લાઇસન્સ એટલે હોવું જોઈએ કે તમારી જ સલામતી છે જ્યારે કોઈ અકસ્માત બને તે અકસ્માતમાં તમારી ભૂલ નથી તેમ છતાં પણ અકસ્માતની તપાસ થાય અને તમારી પાસે લાઇસન્સ ન હોય તો તમારા માટે મોટી મુશ્કેલી ન બને તેના માટે તમારી લાઇસન્સ હોવું અનિવાર્ય છે.
Published by:user_1
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર