જાણો શું છે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ'નું પદ, કારગિલ યુદ્ધ પછી ઉઠી હતી માંગ

News18 Gujarati
Updated: August 15, 2019, 10:36 AM IST
જાણો શું છે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ'નું પદ, કારગિલ યુદ્ધ પછી ઉઠી હતી માંગ
પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધન કર્યુ

જો ત્રણેવ સેનાઓ વચ્ચે તાલમેલ વધે તો દેશને ઓછું નુકસાન થાય છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : 1999માં થયેલા કારગિલ યુદ્ધની તત્કાલીન ડેપ્યુટી પીએમ લાલ કૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં બનાવેલ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સએ (GOM) સમીક્ષા કરી હતી. ત્યારે સામે આવ્યું હતું કે ત્રણેવ સેનાઓ વચ્ચે સમન્વય ઓછો છે. જો ત્રણેવ સેનાઓ વચ્ચે તાલમેલ વધે તો દેશને ઓછું નુકસાન થાય છે. તે વખતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પદ બનાવવાની સલાહ આપવામાં આવી હતી. જોકે તે સમયે સેનાનાં કેટલાક અધિકારીઓએ મોટા સવાલો ઉભા કર્યાં હતાં.

આ પણ વાંચો : સેના માટે PM મોદીની મોટી જાહેરાત, દેશને મળશે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ

ત્યારે ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીનું પદ બનાવવામાં આવ્યું હતું. જોકે Chiefs of Staff Committee(CoSC)નાં ચેરમેનની પાસે કોઇ શક્તિ ન હતી. તેઓ માત્ર ત્રણેવ સેનાઓ વચ્ચે તાલમેલ બેસાડતા હતાં. હાલ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ ચીફ ઓફ સ્ટાફ કમેટીનાં ચેરમેન છે. જે બાદ ચીફ ઓફ ડિફેન્સનું સ્થાયી પદ બનાવવાની માંગ ઉઠી હતી.

આ પણ વાંચો : Article 370 વિશે લાલ કિલ્લા પરથી PM મોદીએ કહ્યુ- 'અમે ટાળતા નથી અને પાળતા પણ નથી'

મહત્વનું છે કે ચીફ ઓફ સ્ટાફ કમિટીમાં સેના, નૌસેના અને વાયુસેના પ્રમુખ રહે છે. સૌથી વરિષ્ઠ સભ્યને આનાં ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવે છે. આ પદ વરિષ્ઠ સભ્યનાં રોટેશનનાં આધાર પર રિટાયરમેન્ટ સુધી આપવામાં આવે છે. ધનોઆ 31 મેથી સીઓએસસીનાં ચેરમેન બન્યાં છે. ચીફ ઓફ સ્ટાફ કમિટીનાં ચેરમેનની પાસે સેનાઓ વચ્ચે તાલમેલ સુનિશ્ચિત કરવાની જવાબદારી હોય છે.
First published: August 15, 2019, 10:36 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading