Home /News /gujarat /

કોરોનાનો ટેસ્ટમાં મદદ રૂપ થનારી એન્ટીબોડી રેપિડ ટેસ્ટ કીટ શું છે? 24000 કીટ ગુજરાતમાં આવી

કોરોનાનો ટેસ્ટમાં મદદ રૂપ થનારી એન્ટીબોડી રેપિડ ટેસ્ટ કીટ શું છે? 24000 કીટ ગુજરાતમાં આવી

અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી હવાઈમાર્ગે 24 હજાર એન્ડીબોડી રેપિડ ટેસ્ટ કીટ પહોંચી ચૂકી છે. હવે ગુજરાતમાં જ્યાં પણ હોટસ્પોટ વિસ્તારો છે તે વિસ્તારોમાં આ કીટની મદદથી કોરોનાના ટેસ્ટ ઝડપથી થઈ શકશે.

અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી હવાઈમાર્ગે 24 હજાર એન્ડીબોડી રેપિડ ટેસ્ટ કીટ પહોંચી ચૂકી છે. હવે ગુજરાતમાં જ્યાં પણ હોટસ્પોટ વિસ્તારો છે તે વિસ્તારોમાં આ કીટની મદદથી કોરોનાના ટેસ્ટ ઝડપથી થઈ શકશે.

    કોરોના વાયરસના (coronavirus) કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે કોરોનાનો ટેસ્ટ ઝડપથી થય તે પણ જરૂરી છે. ત્યારે એન્ટી બોડી રેપિડ ટેસ્ટ કીટ (Antibody Rapid Test Kit) ગુજરાત આવી પહોંચી છે. અને કોરોના ટેસ્ટ કરવામાં મદદ રૂપ બનશે. ભારત સરકાર તરફથી 24 હજાર એન્ટીબોડી રેપિડ ટેસ્ટ કીટ ગુજરાત પહોંચી ચૂકી છે. અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી હવાઈમાર્ગે 24 હજાર એન્ડીબોડી રેપિડ ટેસ્ટ કીટ પહોંચી ચૂકી છે. હવે ગુજરાતમાં જ્યાં પણ હોટસ્પોટ વિસ્તારો છે તે વિસ્તારોમાં આ કીટની મદદથી કોરોનાના ટેસ્ટ ઝડપથી થઈ શકશે.
    (વિભુ પટેલ, અમદાવાદ)


    શું હોય છે એન્ટીબોડી રેપિડ ટેસ્ટ ?
    રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કોઈ વ્યક્તિમાં કોરોના વાયરસ સામે લડવા માટે એન્ટીબોડી બની રહી છે કે નહી તેની તપાસ કરવાનું કામ કરે છે. આ રીતે ટેસ્ટિંગથી પરિણામ ઝડપથી આવે છે.


    જ્યારે રીયલ ટાઈમ PCR (રીયલ ટાઈમ પોલીમર્સ ચેઈન રીએક્શન)માં ઘણો સમય લાગી શકે છે. ભારતમા હજુ રીયલ ટાઈમ પીસીઆરથી જ ટેસ્ટિંગ થાય છે. મહત્વનું છે કે રેપિડ એન્ટીબોડી ટેસ્ટ સ્ક્રીનિંગની સૌથી સારી રીત છે.


    રેપિડ એન્ટીબોડી ટેસ્ટિંગમાં 15-20 મિનિટમાં જ તેનું પરિણામ આવી જાય છે જ્યારે રીયલ ટાઈમ પીસીઆરનું પરિણામ આવતા 2-3 દિવસ લાગે છે. દિલ્હીથી 24 હજાર કીટ વિશેષ વિમાન દ્વારા લાવવામાં આવી છે.


    એરપોર્ટ પરથી બીજે મેડિકલ કોલેજ ખાતે લઈ જવામાં આવી છે. હવે કોરોના નો ટેસ્ટ ઝડપથી થશે..અને રિપોર્ટ પણ ઝડપથી આવશે.તો આ કિટનો આવતીકાલ થી ઉપયોગમાં લેવાશે.
    Published by:user_1
    First published:

    આગામી સમાચાર