અમેરિકા માટે ભારત કેમ આટલું મહત્વનું છે? ટ્રમ્પ કેમ ગુજરાત આવી રહ્યા છે?

Namaste Trump: અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોમાં ગુજરાતીઓની સંખ્યા કેટલી?

Namaste Trump: અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોમાં ગુજરાતીઓની સંખ્યા કેટલી?

  • Share this:
    રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (American President Donald Trump)ના ભારત પ્રવાસ પહેલા સમજીએ કે અમરેરિકા માટે ભારત કેટલું મહત્વનું છે. તેની સાથોસાથ એ પણ જાણીએ કે ત્યાં ભારતીય મૂળના લોકોનું શું મહત્વ છે...


    અમેરિકાની વસ્તીગણતરી (American Census) મુજબ 2010માં 17.8 લાખ ભારતીય વસવાટ કરતા હતા, જે 2018 સુધી વધીને 26.5 લાખ થઈ ગયા.


    અમેરિકામાં સૌથી ઝડપથી વધનારી ભાષાઓમાં તેલુગુ, હિન્દી અને ગુજરાતી સામેલ છે. આ એ ભાષાઓ છે જેમને અપ્રવાસી ભારતીય પોતાના ઘરોમાં બોલે છે. ટ્રમ્પ પોતાના પહેલા ભારત પ્રવાસ માટે ગુજરાત પસંદ કરવા પાછળનું પણ કોઈ ચોક્કસ ગણિત હોઈ શકે છે. અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોમાં ગુજરાતી સમુદાયની પકડ અને તેમનું સંગઠનો મજબૂત હોવાથી ટ્રમ્પ આ મુલાકાત દ્વારા તેમને સાધવાનો પ્રયાસ કરી શકે છે.


    અમેરિકામાં ભારતીય મતદારો : અમેરિકામાં ભારતીય મૂળના 41 લાખ જેટલા લોકો વસે છે. તેમાંથી 44%ની ઉંમર મતદાનને લાયક છે.


    અમેરિકામાં 32.6 કરોડથી વધુ અપ્રવાસી રહે છે. તેમાં મોટી સંખ્યા ભારતીયોની છે.
    Published by:user_1
    First published: