Home /News /gujarat /

precautions for covid 19: કોરોનાની સંભવિત ચોથી લહેરમાં ન કરશો આ ભૂલો, ભૂતકાળમાંથી શીખો આ પાઠ

precautions for covid 19: કોરોનાની સંભવિત ચોથી લહેરમાં ન કરશો આ ભૂલો, ભૂતકાળમાંથી શીખો આ પાઠ

કોરોનાની સંભવિત ચોથી લહેરમાં ન કરશો આ ભૂલો, ભૂતકાળમાંથી શીખો આ પાઠ

precautions for covid 19: ભારતમાં જ્યારે વાયરસનો ફેલાવો પ્રથમ વખત શરૂ થયો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને માસ્ક પહેરવા, 'દો ગજ કી દૂરી' (ઓછામાં ઓછા છ ફૂટનું સામાજિક અંતર) જાળવવા અને બિનજરૂરી રીતે બહાર જવાનું ટાળવા જણાવ્યું હતું.

વધુ જુઓ ...
  ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપના 7,240 નવા કેસ (New Covid-19 Cases in india) નોંધાયા છે, જે 2 માર્ચ પછીની સૌથી વધુ દૈનિક કેસ છે. ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron Variant)ને કારણે પ્રેરિત ત્રીજી લહેર પછી આપવામાં આવેલી વિવિધ છૂટછાટો ઓછી થયા બાદ રાજ્ય સરકારો કોવિડ -19 ના નિયમોને વધુ સારી રીતે લાગુ કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ હવે, કોવિડ -19 ના કેસોમાં ફરીથી વધારો થઈ રહ્યો છે, જેને પગલે સરકાર ફરીથી વાયરસના કહેરને ડામવા માટે નિયમોને (Covid-19 Guidelines) કડક બનાવી રહી છે.

  ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએ (DCGA)એ ગઈ કાલે શેર કરેલા નવા નિયમોમાં જણાવ્યું હતું કે, જો એરલાઇન્સે ચેતવણી આપ્યા બાદ પણ વિમાનની અંદર ફેસ માસ્ક પહેરવાનો ઇનકાર કર્યો હોય તો ટેક ઓફ પહેલાં કોઈ પણ મુસાફરને ડિ-બોર્ડિંગ કરવું પડશે. એરપોર્ટ ઓપરેટરોએ સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓની મદદ લેવી જોઈએ અને ટર્મિનલ્સમાં ફેસ માસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડ વસૂલવાની ટકોર પણ કરી છે. આજકાલ ભીડભાડ વાળા વિસ્તારોમાં અને શેરીઓમાં લોકોને માસ્ક વગર જોવા કોઇ નવાઇની વાત નથી. દેશમાં રસીકરણના સારા કવરેજની સાથે ફરી ચેપનો ફેલાવો ધીમો પડી ગયો છે.

  ભારતમાં જ્યારે વાયરસનો ફેલાવો પ્રથમ વખત શરૂ થયો હતો. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને માસ્ક પહેરવા, 'દો ગજ કી દૂરી' (ઓછામાં ઓછા છ ફૂટનું સામાજિક અંતર) જાળવવા અને બિનજરૂરી રીતે બહાર જવાનું ટાળવા જણાવ્યું હતું. પરંતુ આજે આપણે આ નિયમોને ભૂલી ગયા છીએ. તેથી આજે અમે તમને અમુક જૂના નિયમો અને તેના મહત્વથી અવગત કરાવશું.

  આ પણ વાંચો: શું ડાયાબિટિસના દર્દીઓએ કરવું જોઇએ કેળાનું સેવન? જાણો કેવા કેળા છે સ્વાસ્થ્ય માટે બેસ્ટ

  ફરી માસ્ક પહેરીએ


  માસ્ક એ કોવિડ -19 સામેના રક્ષણમાં પ્રથમ હથિયાર પૈકી એક હતું. N-95 માસ્ક સામાન્ય રીતે વાયરસ સામે સૌથી વધુ રક્ષણાત્મક માનવામાં આવે છે, ત્યારે લોકોએ પોતાને બચાવવા માટે કાપડના માસ્ક પર પણ આધાર રાખવો પડ્યો હતો.

  શા માટે પહેરવું જોઇએ માસ્ક?


  કોરોના વાયરસની ગાઇડલાઇન્સ પ્રમાણે માસ્ક પહેરવાથી વાયરસનું ઇન્ફેક્શન શરીરમાં પ્રવેશી શકતું નથી. વાયરસ માણસની આંખો, નાક અને મોઢા દ્વારા શરીરમાં પ્રવેશે છે અને માસ્ક તેમાંથી બે રસ્તાઓ બંધ કરી દે છે. ભારતમાં બીજી લહેરની ચરમસીમામાં ઇમ્યુનો-કોમ્પ્રોમાઇઝ્ડ લોકો ફેસ શિલ્ડ પણ પહેરતા હતા.

  કયું માસ્ક ખરીદવું જોઇએ?


  અમેરિકામાં સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના જણાવ્યા અનુસાર, કેએન95 માસ્ક ચેપને રોકવામાં સૌથી વધુ અસરકારક છે. આનો ઉપયોગ મોટે ભાગે સર્જિકલ હેતુઓ માટે કરવામાં આવે છે પરંતુ મહામારીમાં તેનો ઉપયોગ સામાન્ય બની ગયો છે. સામાન્ય સર્જિકલ માસ્ક પણ એક સારો વિકલ્પ છે. કાપડના માસ્ક ઓછામાં ઓછા પસંદ કરવામાં આવે છે પરંતુ જો યોગ્ય રીતે પહેરવામાં આવે તો વ્યક્તિને અમુક અંશે રક્ષણ આપે છે.

  કઇ રીતે પહેરવું માસ્ક?


  - માસ્ક પહેર્યા પહેલા અને માસ્ક પહેર્યા પછી તમારા હાથને બરાબર સાફ કરો. અથવા જ્યારે પણ તમે માસ્કને ટચ કરો ત્યારે તમારા હાથ સાફ કરો.

  - તમારું નાક, મોઢું અને ગાલ યોગ્ય રીતે ઢંકાઇ જાય તે રીતે માસ્ક પહેરો.

  - જ્યારે પણ તમે માસ્ક ઉતારો તેને પ્લાસ્ટિકની સ્વચ્છ બેગમાં રાખો અને જો તે ફેબ્રિક માસ્ક હોય તો તેને દરરોજ ધોવાનું રાખશો. અથવા મેડિકલ માસ્ક હોય તો તેને ડસ્ટબિનમાં ડિસ્પોઝ કરી દો.

  - વાલ્વ વાળા માસ્કનો ઉપયોગ કરવો નહીં.


  જાળવીએ ‘દો ગજ કી દૂરી’

  કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સોશ્યલ ડિસ્ટન્સ પણ ખૂબ જરૂરી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, "સોશ્યલ ડિસ્ટન્સ એ નોન ફાર્માસ્યુટિકલ ચેપ નિવારણ અને નિયંત્રણ પદ્ધતિ છે જે પેથોજેન પેદા કરતા રોગથી ચેપ ગ્રસ્ત લોકો અને જેઓને ચેપ નથી તેમની વચ્ચેના સંપર્કને ટાળવા /ઘટાડવા માટે અમલમાં મૂકવામાં આવે છે, જેથી લોકોમાં રોગના સંક્રમણના દરને અટકાવી અથવા ધીમો કરી શકાય. જેથી ફેલાવો, અને મોતની સંખ્યા પણ ઘટાડી શકાય છે.”

  પબ્લિક વાતાવરણમાં અથવા બહાર નીકળતી સમયે કોરોના વાયરસથી બચવા માટે 6 ફૂટનું અંતર જાળવવું એક આદર્શ માપદંડ છે. ફેલાવા દરમિયાન બહાર જવાનું ટાળવું વધુ હિતાવહ છે. મહામારી દરમિયાન વિવિધ સંસ્થાઓ (જાહેર અને ખાનગી) એ સીટ્સ અલગ કરવી, લોકોને એક બીજાથી અંતર જાળવવામાં મદદ કરવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગ સર્કલ બનાવવા જેવા ધોરણો ઘડ્યા છે. જો કે, આ જોગવાઈઓનો ઉપયોગ કરવાની જવાબદારી પણ નાગરિકો પર આવે છે.

  આ પણ વાંચો: Weight loss diet: દેશી ભાણું ખાઈને પણ ઉતારી શકો છો વજન, બસ આટલું ધ્યાન રાખો

  હાથ-મોઢું વારંવાર સાફ કરવા

  મહામારી પછી નિષ્ણાંતોએ જો કોઈને હાથ ધોવા માટે સરળ એક્સેસ ન હોય તો હાથને સેનિટાઇઝ કરવા પર ભાર મૂક્યો હતો. વાયરસ સપાટી પર દિવસો સુધી જીવંત રહી શકે છે, તેથી તે સપાટીને સ્પર્શતી વખતે ચેપ લાગે તેવી સંભાવના રહે છે. તેથી ચેપથી બચવા માટે નિયમિતપણે આપણા હાથ ધોવા જરૂરી છે. સીડીસીના જણાવ્યા અનુસાર, તમારા હાથ ધોવા એ ખાસ કરીને મહત્ત્વપૂર્ણ છે જ્યારે –

  - જમતા કે કંઇ પણ ખાતા પહેલા

  - તમારા ચહેરાન સ્પર્શ કરતા પહેલા

  - રેસ્ટરૂમનો ઉપયોગ કર્યા પછી

  - પબ્લિક પ્લેસ પરથી આવ્યા બાદ

  - છીંક કે ઉધરસ આવે ત્યારે હાથ આડા રાખ્યા બાદ

  - તમારા માસ્કને અડક્યા બાદ

  - ડાયપર બદલ્યા બાદ

  - કોઇ બીમાર વ્યક્તિની સારસંભાળ લેતી સમયે

  - પાલતું પ્રાણી કે પશુને સ્પર્શ કર્યા બાદ

  સીડીસીએ તેની માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે, જો સાબુ અને પાણી સહેલાઇથી ઉપલબ્ધ ન હોય, તો હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરો જેમાં ઓછામાં ઓછા 60% આલ્કોહોલ હોય. તમારી આંખો, નાક અને મોઢાને ધોયા વગરના હાથથી સ્પર્શ કરવાનું ટાળો.

  જીવનશૈલી અને રોગપ્રતિકારક શક્તિ


  કોવિડ -19 અને તેના લક્ષણો માટે નિયમિતપણે તપાસ કરતી વખતે પરીક્ષણ અને રસીકરણ સૌથી મહત્વપૂર્ણ છે. તે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ નિર્ણાયક છે. સ્વસ્થ રહેવા માટે નિયમિત કસરત અને ખોરાક પર ધ્યાન આપવું જરૂરી છે. આયુષ મંત્રાલયની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સે પણ એક ટ્રાયલ હાથ ધરી હતી કે શું આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં લોકપ્રિય જડીબુટ્ટી અશ્વગંધા, એન્ટિ-કોવિડ રસીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સુરક્ષામાં સુધારો કરવામાં મદદ કરી શકે છે કે કેમ.

  આયુષ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઇલાઇન્સ


  સામાન્ય સુચનો

  - દિવસ દરમિયાન ગરમ પાણી પીવો.

  - દરરોજ 30 મિનિટ સુધી યોગાસન, પ્રાણાયમ અને મેડિટેશન કરો.

  - હળદર, જીરૂ, ધાણા અને લસણને તમારી રસોઇમાં સામેલ કરો.

  રોગપ્રિતકારક શક્તિ માટે આયુર્વેદિક સુચનો

  - સવારમાં 10 ગ્રામ ચ્યવનપ્રશ લો. ડાયાબિટીસના દર્દીઓએ શુગર ફ્રી ચ્યવનપ્રશ લેવું.

  - તુલસી, તજ, મરી, સૂંઠ અને દ્રાક્ષ દ્વારા તૈયાર કરાયેલ હર્બલ ટી, ઉકાળો દિવસમાં બે વખત પીવો. તમે તેમાં ગોળ અથવા લીંબુ પણ નાખી શકો છો.

  - દિવસમાં એક અથવા બે વખત ગરમ દૂધમાં હળદર નાખીને પીવો.

  સામાન્ય આયુર્વેદિક સુચનો

  - નસલ એપ્લિકેશન - સવાર-સાંજ બંને નસકોરા (પ્રતિમર્ષ નસ્યા)માં તલનું તેલ/નારિયેળ તેલ અથવા ઘી લગાવો.

  - ઓઇલ પુલિંગ થેરાપી- મોંમાં 1 ટેબલ સ્પૂન તલ અથવા નાળિયેર તેલ લો. પીશો નહીં તેને મોઢામાં 2-3 મિનિટ સુધી રાખો અને પછી ગરમ પાણીથી મોઢું ધોઈ નાખો.

  - નાસ લેવાથી તમારા ગળાની સમસ્યા દૂર થશે. વધુ લક્ષણો જણાય તો ડોક્ટરની સલાહ લેવી.
  First published:

  Tags: COVID-19, આરોગ્ય, ભારત

  આગામી સમાચાર