ભાવનગરઃ એક સાથે 20 પક્ષીઓ ટપોટપ ઢળી પડ્યા,તળાવના પાણીના લેવાશે નમુના

ભાવનગરઃ શહેરના અધેવાડા ગામમાં આવેલા તળાવમાં એક સાથે 20 થી વધુ પક્ષીઓના મોત થી વનવિભાગ દોડતું થઇ ગયું છે. અધેવાડા ગામ થી જાન્જરીયા હનુમાનજીના મંદિર તરફ જતા આવતા તળાવમાં અનેક વિદેશ અને ભારતીય મૂળના પક્ષીઓ આવે છે. જેમાં તીલીયાળી બતક,કબુતર,ટીટોડી,સહીત અનેક પક્ષીઓના મોત થયા છે.

  • News18
  • Last Updated :
  • Share this:
ભાવનગરઃ શહેરના અધેવાડા ગામમાં આવેલા તળાવમાં એક સાથે 20 થી વધુ પક્ષીઓના મોત થી વનવિભાગ દોડતું થઇ ગયું છે. અધેવાડા ગામ થી જાન્જરીયા હનુમાનજીના મંદિર તરફ જતા આવતા તળાવમાં અનેક વિદેશ અને ભારતીય મૂળના પક્ષીઓ આવે છે. જેમાં તીલીયાળી બતક,કબુતર,ટીટોડી,સહીત અનેક પક્ષીઓના મોત થયા છે.

વનવિભાગને ગામ લોકો દ્વારા જાણ કરાતા વનવિભાગના બીટ ગાર્ડ સહિતનો કાફલો દોડી ગયો હતો.વનવિભાગ સાથે ગામ લોકો દ્વારા પક્ષીઓના મૃતદેહને બહાર કાદવની કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગે 20 મૃત પક્ષીના મોત થયા હોઈ અને ત્રણ પક્ષીઓને સારવારમાં ખસેડાયા હોવાનું જણાવ્યું છે.

સ્વાન પણ કેટલાક પક્ષીઓના મૃતદેહને લઇ ગયા હોવાનું ગામ લોકો જણાવી રહય છે. હજુ ગઈ કાલે આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ દિવસ ચાલ્યો જાય છે ત્યારે વનવિભાગ દ્વારા ઉજવણી તો નથી કરાઈ પરંતુ વેટલેન્ડ પ્રત્યે વનવિભાગ કેટલું સતર્ક છે કે કાળજી લઈ રહ્યું છે તેનું ઉદાહરણ અધેવાડામાં થયેલા મોતના પક્ષીનો બનાવ રજુ કરી રહ્યો છે. હજુ અનેક પક્ષીઓના મૃતદેહ નીકળે તેવી શક્યતાઓ રહેલી છે. વનવિભાગ દ્વારા તળાવના પાણીના નમુના પણ લીધા છે અને તપાસ અર્થે મોકલી આપ્યા છે.
First published: