Home /News /gujarat /

Weight Loss: 111 કિલોની મહિલાએ એક્સરસીઝ વિના ઘટાડ્યું 51 Kg વજન, રોજ ખાતી હતી ચોકલેટ

Weight Loss: 111 કિલોની મહિલાએ એક્સરસીઝ વિના ઘટાડ્યું 51 Kg વજન, રોજ ખાતી હતી ચોકલેટ

વજન ઘટાડવા માટે તેણે કઈ રીત અને ડાયટ (Kito Dieting) ફોલો કરી તે વિશે આપણે આર્ટિકલમાં જાણીશું.

Weight Loss: થોડા સમય પહેલા એક મહિલાએ પોતાનું 51 કિલો વજન (Extra Fat) ઘટાડ્યું છે. આ મહિલાનુ વજન પહેલા લગભગ 111 કિલો હતું. જ્યારે આ મહિલાએ લગ્ન પહેલા તેનો ડ્રેસ પહેર્યો, ત્યારે તેને લાગ્યું કે યોગ્ય ફિટીંગ નથી આવતું. જેના કારણે હવે તેને વજન ઘટાડવાની જરૂર છે. પછી શું હતું, તેણે કોઈ પણ કસરત કર્યા વગર જ પોતાનું 51 કિલો વજન ઘટાડ્યું. વજન ઘટાડવા માટે તેણે કઈ રીત અને ડાયટ (Kito Dieting) ફોલો કરી તે વિશે આપણે આર્ટિકલમાં જાણીશું.

વધુ જુઓ ...
    Weight Loss Journey: વિજ્ઞાન અનુસાર વજન ઘટાડવા માટે શરીરની જરૂરિયાત કરતાં ઓછી કેલરી ખાવી જરૂરી છે (કેલરી ડેફિસિટ) અને શારીરિક પ્રવૃત્તિ વધારવી પણ તેટલી જ મહત્વની છે. પરંતુ આજે ઘણા મોર્ડન ડાયટ સામે આવી ગયા છે અને લોકો તેમની અનુકૂળતા મુજબ તેને ફોલો પણ કરે છે. આમાંના કેટલીક ડાયટ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. થોડા સમય પહેલા એક મહિલાએ પોતાનું 51 કિલો વજન ઘટાડ્યું છે. આ મહિલાનુ વજન પહેલા લગભગ 111 કિલો હતું. જ્યારે આ મહિલાએ લગ્ન પહેલા તેનો ડ્રેસ પહેર્યો, ત્યારે તેને લાગ્યું કે યોગ્ય ફિટીંગ નથી આવતું. જેના કારણે હવે તેને વજન ઘટાડવાની જરૂર છે. પછી શું હતું, તેણે કોઈ પણ કસરત કર્યા વગર જ પોતાનું 51 કિલો વજન ઘટાડ્યું. વજન ઘટાડવા માટે તેણે કઈ રીત અને ડાયટ ફોલો કરી તે વિશે આપણે આર્ટિકલમાં જાણીશું.

    કોણ છે વેઈટ લોસ કરનાર આ મહિલા

    વજન ઘટાડનાર મહિલાનું નામ એલિસ બેઈલી છે, જે ઓન્ટારિયો, કેનેડાની રહેવાસી છે. જુલાઈ 2020માં તેનું વજન લગભગ 111 કિલો હતું. પરંતુ તે સમયે તેને અહેસાસ થયો હતો કે તેને વજન ઘટાડવાની જરૂર છે, કારણ કે તેનું વજન કાબૂ બહાર થઈ રહ્યું છે. ત્યારબાદ 39 વર્ષની એલિસે પોતાનું વજન ઘટાડવા માટે ઘણી આધુનિક ડાયટ ફોલો કરી હતી, પરંતુ તેનાથી તેના પર કોઈ ફર્ક પડ્યો ન હતો.

    આ ડાયટથી કર્યું વેટ લોસ

    એલિસે વજન ઘટાડવા માટે કીટો ડાયટનો સહારો લીધો. એલિસના કહેવા પ્રમાણે એવી કોઈ ડાયટ ન હતી, જે તેને વજન ઘટાડવામાં મદદ કરે. પરંતુ કીટો આહારે તેને વજન ઘટાડવામાં મદદ કરી. જેમાં હાઈ ફેટ, લો કાર્બ અને મધ્યમ પ્રોટીન ખોરાકનો સમાવેશ થાય છે.



    એલિસે કહ્યું, મેં કીટો ડાયટ પહેલા ઘણી ડાયટ ફોલો કરી હતી. પરંતુ પછી જ્યારે મેં ઇન્ટરનેટ પર કીટો ડાયટ વિશે જોયું, ત્યારે મેં તેને ફોલો કરવાનું નક્કી કર્યું. અન્ય ડાયટથી મારુ વજન તો ઘટતું હતું પણ તે ઝડપથી ફરી વધી જતુ હતું. પરંતુ જ્યારથી મેં કીટો ડાયેટ ફોલો કરવાનું શરૂ કર્યું છે, ત્યારથી મારું વજન સતત ઘટી રહ્યું છે.

    કીટો ડાયટમાં સામેલ કરે છે આ ફુડ

    એલિસે કહ્યું કે કીટો ડાયટ ફોલો કરતી વખતે મેં ડાયટમાં ઘણા ટેસ્ટી ફૂડ્સનો સમાવેશ કર્યો હતો. તેમને ખાધા પછી મને ક્રેવિંગ પણ નહોતી થતી. મને જે ખાવાનું મન થાય તે હું ખાઈ લેતી. પરંતુ ધ્યાન રાખતી કે ખાદ્યપદાર્થોમાં ચરબીનું પ્રમાણ વધુ ન હોય. મારા ડાયટમાં એવોકાડો, ચીઝ, ચિકન, માછલી, દહીં અને મારી પ્રિય ડાર્ક ચોકલેટનો સમાવેશ થતો હતો.

    આ પણ વાંચો-Body acne treatment: ખીલથી છો પરેશાન ? અહી જાણો શું ધ્યાન રાખવું છે જરૂરી

    એક્સરસીઝ નથી કરતી એલિસ

    એલિસે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, જ્યારથી મેં કીટો ડાયેટ કરવાનું શરૂ કર્યું ત્યારથી મેં કસરત નથી કરી અને તેમ છતાં હું વજન ઘટાડી રહી છું. મારા મિત્રો એ વાત પર બિલકુલ માનતા નથી કે હું એક્સરસાઈઝ નથી કરતી.

    મને એક્સરસાઈઝ કરવી પસંદ નથી. હું ક્યારેય રનિંગ પણ નથી કારણ કે હું સારી ડાયટ ફોલો કરું છું. પણ હા, હું ઘણું ચાલું છું અને જીમમાં નથી જતી. કીટો ડાયટ ખરેખર ખૂબ જ સારી છે, જો કોઈ વ્યક્તિ તેને ફોલો કરે તો વજન ઘટાડી શકાય છે.
    Published by:Margi Pandya
    First published:

    આગામી સમાચાર