રાજ્યમાં લગ્ન સમારંભ માટે વધુ એક નવો નિયમ, હવે ઓનલાઈન મંજૂરી લેવી પડશે

રાજ્યમાં લગ્ન સમારંભ માટે વધુ એક નવો નિયમ, હવે ઓનલાઈન મંજૂરી લેવી પડશે
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના ગૃહવિભાગે લગ્ન પ્રસંગોને લઈ પરિપત્ર બહાર પાડ્યો

 • Share this:
  ગાંધીનગર : રાજ્ય સરકારે લગ્નની મંજૂરી માટે નવો આદેશ કર્યો છે. હવેથી લગ્ન કે રિસેપ્શન માટે ઓનલાઈન મંજૂરી લેવી પડશે. રાજ્યમાં લગ્નપ્રસંગો માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના ગૃહવિભાગે લગ્ન પ્રસંગોને લઈ પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યા અનુસાર લગ્ન, સત્કાર જેવા પ્રસંગોમાં ખુલ્લા સ્થળો કે બંધ સ્થળોએ, સ્થળની ક્ષમતાના 50 ટકાથી વધુ નહીં પરંતુ મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદામાં પ્રસંગ આયોજનને મંજૂરી મળશે.

  લગ્ન સમારોહ યોજવા માટે Online Registration for Organization Marriage Function નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર www.digitalgujarat.gov.in પર એક્ટિવ કરવામાં આવ્યું છે. અરજદારે લગ્ન સમારંભ યોજવા માટે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લિપની પ્રિન્ટ લઈ શકે છે અથવા તો PDF પણ સેવ કરી શકે છે. જો કોઈ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી કે કર્મચારી અરજદાર પાસે રજિસ્ટ્રેશન સ્લિપની માગણી કરે તો તે અરજદારે રજૂ કરવી પડશે.  આ પણ વાંચો - અમદાવાદ : લગ્ન બાદ વરરાજાને પોલીસ કસ્ટડીમાં વિતાવવી પડી રાત, જાણો કેમ આવું થયું?

  લગ્નો કે સત્કાર સમારંભો યોજવામાં આવે ત્યારે કોવિડ-19 સંદર્ભે જે માર્ગદર્શિકા અમલમાં છે તેનો નાગરિકોએ ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. સમારંભ દરમિયાન 6 ફૂટની દૂરી સાથેનું ફિઝીકલ સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક તથા સેનિટાઇઝર સહીતની વ્યવસ્થા કરવાની રહેશે.
  Published by:Ashish Goyal
  First published:December 11, 2020, 21:37 pm

  ટૉપ ન્યૂઝ