Home /News /gujarat /Weather Update: ઉત્તર ભારતને હાલ લૂ અને ગરમીથી રાહત નહીં જોકે, હવામાન બદલાશે, વરસાદનું પૂર્વાનુમાન
Weather Update: ઉત્તર ભારતને હાલ લૂ અને ગરમીથી રાહત નહીં જોકે, હવામાન બદલાશે, વરસાદનું પૂર્વાનુમાન
હવામાન ખાતાની આગાહી, આગામી બે દિવસમાં વરસાદ અને વાવાઝોડુ ફુંકાઇ શકે
Weather Forecast: હવામાન ખાતાની આગાહી છે કે, 29 એપ્રીલથી 2 મે સુધી ઉત્તર ભારતમાં તાપમાન 43થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. દેશનાં મોટાભાગમાં 29 એપ્રિલથી 2 મે સુધી આંશિક રૂપથી વાદળ છવાયેલાં રહી શકે છે. આ વચ્ચે 29 એપ્રિલનાં ભારે હવા ફુંકાઇ શકે છે. આ દરમિયાન હવાઓની ગતિ 50 કિમી પ્રતિ કલાકની રહી શકે છે
નવી દિલ્હી: દિલ્હી એનસીઆર (Delhi NCR)સહિત સમગ્ર ઉત્તર ભારતમાં માર્ચ મહિનાથી જ ગરમીનો પ્રકોપ (Heat Wave) વર્તાઇ રહ્યો છે. હવે એપ્રિલ પૂર્ણ થવા આવ્યો છે. સાથે જ પ્રચંડ ગરમી પણ લગાવાં લાગી છે. રાજધાની દિલ્હીમાં પારો 44 ડિગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયો છે. બપોરનાં સમયે ચાલતી ગરમ હવાઓ લોકોને ઘરની બહાર નીકળવામાં મુશ્કેલ કરી દીધુ છે. હવામાન વિભાગે (Weather Department) અનુમાન લગાવ્યું છે કે, દિલ્હી NCR અને ઉત્તર ભારતમાં મે મહિનાની શરૂઆતનાં અઠવાડિયા સુધી લૂ લાગવાનું ચાલૂ જ છે. જોકે 29 એપ્રિલનાં વરસાદ અને વાવાઝોડા માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જેથી ગરમીનાં પ્રકોપથી થોડી રાહત મળી શકે છે.
હવામાન વિભાગનાં જણાવ્યાં (Weather Forecast) અનુસાર ગુરુવારે મહત્તમ તાપમાન 42.5 ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં 3 ડિગ્રી વધારે છે. તે જ સમયે, લઘુત્તમ તાપમાન 22.2 ડિગ્રી નોંધાયું હતું. તે સામાન્ય કરતાં 2 ડિગ્રી ઓછું છે. હવામાં ભેજનું પ્રમાણ 14 થી 68 ટકા હતું. બીજી તરફ, પાલમમાં મહત્તમ તાપમાન 42.6 ડિગ્રી, લોદી રોડમાં 42.6, રિજમાં 43.6, આયા નગરમાં 42.4, ગુરુગ્રામમાં 42.4, જાફરપુરમાં 42.4, મંગેશપુરમાં 44.1, નજફગઢમાં 43.7, પીતમપુરામાં 43.6, પીતમપુરામાં 42.4 ડિગ્રી છે. ફોર્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને પીકોક તે વિહારમાં 40.6 ડિગ્રી હતું.
ઉત્તર પશ્ચિમી ક્ષેત્રમાં તાપમાનમાં 1થી 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો- IMD એ પણ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસમાં દેશના મોટાભાગના ભાગોમાં તીવ્ર ગરમીનું મોજું વધુ તીવ્ર બનશે. હવામાન વિભાગે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગો માટે 'ઓરેન્જ' એલર્ટ જારી કર્યું છે અને ઉત્તર-પશ્ચિમ પ્રદેશમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસના વધારાની આગાહી કરી છે. માર્ચના છેલ્લા અઠવાડિયાથી ભારતના મોટા ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. હવામાનશાસ્ત્રીઓએ તેની પાછળ સમયાંતરે હળવો વરસાદ ન પડવાનું કારણ આપ્યું છે. 29 એપ્રિલનાં વાવાઝોડાની શક્યતાઓ છે, 30 એપ્રિલનાં વાદળછાયુ વાતાવરણ રહેશે- હવામાન વિભાગનો અંદાજ છે કે 29 એપ્રિલથી 2 મે સુધી ઉત્તર ભારતમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. 29 એપ્રિલથી 2 મે દરમિયાન દેશના કેટલાક ભાગોમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે. દરમિયાન, 29 એપ્રિલે, જોરદાર વાવાઝોડું આવી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 50 કિમી પ્રતિ કલાક રહી શકે છે. તે જ સમયે, 30 એપ્રિલે વાદળછાયું વાતાવરણ રહેશે. આ દરમિયાન, તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધવામાં આવી શકે છે અને તે 42 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર