Home /News /gujarat /અંબાલાલ પટેલની 7 મોટી આગાહી: આ તારીખથી વધશે આંધી, વંટોળનો પ્રકોપ
અંબાલાલ પટેલની 7 મોટી આગાહી: આ તારીખથી વધશે આંધી, વંટોળનો પ્રકોપ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા લાંબા સમય માટે કરવામાં આવેલી આગાહી પણ સચોટ સાબિત થતી હોય છે.
અંબાલા પટેલ અનુસાર, અગાઉ જ માવઠાનું જોર 19 તારીખ સુધી રહેવાની સંભાવના છે. આ પછી તેમણે એપ્રિલ અને મે મહિનામાં વાવાઝોડાની આગાહી કરી છે. એટલે કે તેમની આગાહી પ્રમાણે માર્ચ પછી પણ માવઠું પીછો છોડશે નહીં.
અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા લાંબા સમય માટે કરવામાં આવેલી આગાહી પણ સચોટ સાબિત થતી હોય છે. આવામાં અંબાલાલ પટેલે 7 મોટી આગાહી કરી છે. અંબાલા પટેલ અનુસાર, અગાઉ જ માવઠાનું જોર 19 તારીખ સુધી રહેવાની સંભાવના છે. આ પછી તેમણે એપ્રિલ અને મે મહિનામાં વાવાઝોડાની આગાહી કરી છે. એટલે કે તેમની આગાહી પ્રમાણે માર્ચ પછી પણ માવઠું પીછો છોડશે નહીં.
અંબાલાલની 7 મોટી આગાહી
1. 23થી 25 માર્ચ સુધી માવઠું 3 દિવસનો ઈન્ટરવલ લેશે. 2. માર્ચના અંતમાં ફરી એક સિસ્ટમ સ્ક્રીય થશે' 3. માર્ચના અંતમાં ફરી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. 4. 2થી 8 એપ્રિલ સુધી રાજ્યમાં માવઠાની અસર રહી શકે. 5. અખાત્રીજના દિવસે હવામાનમાં પલટો આવી શકે. 6. 8મી મેથી આંધી, વંટોળનો પ્રકોપ વધશે. આંધી, વંટોળથી બાગાયતી પાકોને નુકસાન થઈ શકે. 7. 26મી એપ્રિલ બાદ રાજ્યમાં આકરી ગરમી પડશે. 26 એપ્રિલ બાદ કેટલાક ભાગમા પારો 45 ડિગ્રીએ પહોંચશે. બનાસકાંઠામાં 26મી એપ્રિલ બાદ કાળઝાળ ગરમી પડી શકે
આ વર્ષમાં હવામાનમાં સતત આવી રહેલા પલટાની અસર ખેતીની સાથે લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. આ અંગે અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આ વર્ષ વિષમ હવામાનવાળું રહેવાની શક્યાઓ છે માટે લોકોએ પોતાના સ્વાસ્થ્યની ખાસ કાળજી રાખવી પડશે. તેમણે 20 તારીખ સુધી તંદુરસ્તીની કાળજી રાખવા માટે જણાવ્યું છે. વસંતમાં કફના રોગો થવાની શક્યતા અંગે તેમણે કહ્યું કે, ઋતુના સંધીકાળમાં ન્યૂમોનિયા જેવા રોગ થતા હોય છે.