
માવઠાને કારણે ખેડૂતોના ખેતરમાં લહેરાઈ રહેલા ઘંઉ, બાજરી, મકાઈ સહિતના ધાન્ય પાક, જીરું, ધાણા, વરિયાળી, ઈસબગુલ , એરંડા, તુવેર જેવા રોકડિયા પાક, રાયડો, લસણ, ડુંગળી, શાકભાજી પર જોખમ સર્જાયું છે. ખરીફ સિઝનમાં નુકસાની વેઠ્યા બાદ જગતના તાતની એકમાત્ર આશાનું કિરણ રવી સિઝન છે. પરંતુ તેના પર અત્યાર સુધીમાં માવઠાની ચાર ચાર ઘાત ત્રાટકતા ઉત્પાદન પર માઠી અસર થવાની ભીતી છે. જીરું, ધાણા અને ચણાના ઉત્પાદન પર તો અતિશય માઠી અસર થવાની આશંકા હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.