Home /News /gujarat /Exclusive: હવામાન નિષ્ણાતની આગાહીથી ખેડૂતોનું હૈયુ હચમચી જશે, ચોમાસા કરતા પણ વધુ વરસાદ પડશે

Exclusive: હવામાન નિષ્ણાતની આગાહીથી ખેડૂતોનું હૈયુ હચમચી જશે, ચોમાસા કરતા પણ વધુ વરસાદ પડશે

પરેશ ગોસ્વામીના અનુમાન પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ પર વધુ ખતરો છે.

Gujarat Weather Update : હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર, દ્વારકા, જામનગર, અમરેલી પર વધુ ખતરો છે જ્યાં ગાજવીજ, પવન સાથે માવઠું ત્રાટકી શકે છે. જેમાં ગુરૂવારનો દિવસ માવઠાના તમામ રેકોર્ડ તોડી શકે છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Ahmadabad (Ahmedabad) [Ahmedabad], India
અમદાવાદ: હવે માવઠું એક જ દિવસ છે એવું માનીને ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો પરતું સૌરાષ્ટ્ર-કચ્છના 4 જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં એવો દિવસ નથી રહ્યો જ્યારે કમોસમી વરસાદ થયો હોય. ત્યાકે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરેલી આ આગાહીએ સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતોમાં ખળભળાટ મચાવી દીધો છે. ચો તરફ સૌરાષ્ટ્ર કચ્છમાં આગાહીને લઈ હાહાકાર મચી ગયો છે.

છેલ્લા બે દિવસથી ચોમાસા જેવા વરસાદનો સામનો કરી રહેલા અમરેલી, જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લા પર હજુ પણ મોટો ખતરો તોળાઈ રહ્યો છે. આ જિલ્લામાં હજુ પણ પાકનો કચ્ચરઘાણ બોલાવે એટલો વરસાદ થઈ શકે છે. એમાં કચ્છને લઈને કરાયેલી આગાહી અત્યંત ભયંકર છે.



હવામાન નિષ્ણાંત અનુસાર, માવઠાની સંભાવના સમગ્ર ગુજરાતમાં છે. પરંતુ કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર અને અમરેલીમાં નદીઓમાં પૂર આવે એવી સ્થિતિનું નિર્માણ ગુરૂવારે થઈ શકે છે. પરેશભાઈના અનુમાન પ્રમાણે ઓછામા ઓછા પોણા ઈંચથી લઈને કેટલીક જગ્યાએ 2 ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબકી શકે છે.



હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર, દ્વારકા, જામનગર, અમરેલી પર વધુ ખતરો છે જ્યાં ગાજવીજ, પવન સાથે માવઠું ત્રાટકી શકે છે. જેમાં ગુરૂવારનો દિવસ માવઠાના તમામ રેકોર્ડ તોડી શકે છે. અહીં કેટલાક ગામમાં 2 ઈંચ કરતા પણ વધુ માવઠું થઇ શકે છે.



પરેશ ગોસ્વામીના અનુમાન પ્રમાણે સૌરાષ્ટ્ર-કચ્છ પર વધુ ખતરો છે. ઉપરાંત મધ્ય ગુજરાતમાં એકાદ-બે જગ્યાએ માવઠું થશે, ઉત્તર ગુજરાતમાં કોઈક જગ્યાએ માવઠું થશે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તાર પર પણ માવઠાનો ખતરો છે.

આ પણ વાંચો: માવઠાથી મુક્તિ મળે તે પહેલા અમદાવાદ સહિત આ ભાગોમાં વરસાદ પડવાની આગાહી

પરેશ ગોસ્વામીની આગાહી

- 10 દિવસમાં ન જોયો હોય એવો વરસાદ કાલે પડશે
- સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતીકાલે વધુ રહેશે તિવ્રતા
- દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાં રહેશે
- ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ છૂટોછવાયો રહેશે વરસાદ
- કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં સામાન્ય કરતા વધુ વરસાદ રહેશે
- ચોમાસામાં ન પડ્યો હોય એવો વરસાદ પણ વરસી શકે
- દ્વારકા, જામનગર, અમરેલીમાં વધુ વરસાદ પડશે
- પોરબંદર, જૂનાગઢમાં છૂટોછવાયો વરસાદ રહેશે
- ગીર સોમનાથમાં પણ છૂટોછવાયો વરસાદ રહેશે
- 3 જિલ્લામાં 18 મિમિથી લઈ 35-40 મિમિ વરસાદ પડશે
- માવઠાએ રેકોર્ડ તોડ્યા એવા સમાચાર કાલે સાંભળવા મળી શકે
- 10 દિવસ કરતાં આવતીકાલે સૌથી વધુ વરસાદ પડશે
First published:

Tags: Gujarat monsoon, Monsoon forecast, Monsoon season