Home /News /gujarat /સાવધાનઃ આગામી 5 દિવસ ગુજરાતમાં હિટવેવની આગાહી

સાવધાનઃ આગામી 5 દિવસ ગુજરાતમાં હિટવેવની આગાહી

    માર્ચ મહિનાના અંતમાં જ ઉનાળાના આકરા તાપની શરૂઆત થઇ ચૂકી છે. બપોરના સમયે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યાં છે. ત્યારે હવામાન ખાતાએ આગાહી કરી છે કે હજુ આગામી 5 દિવસ રાજ્યમાં હિટવેવની સ્થિતિ રહેશે.

    હવામાન ખાતાની આગાહી પ્રમાણે આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાતમાં હિટવેવની સ્થિતિ રહેશે. હિટવેવને કારણે સમગ્ર વિસ્તારમાં તાપમાનનો પારો ઉંચે જશે તથા લોકોએ આ દરમિયાન ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઇએ. હવામાન ખાતાએ જણાવ્યું કે હિટવેવને કારણે સાબરકાંઠા, બનાસકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં ગરમ પવન ફૂંકાશે.

    ગરમીમાં પહેલેથી જ રહો સાવધાન

    - સવારના નાસ્તામાં જ્યુસ અને ગ્રીન વેજિટેબલ્સમાંથી બનેલી ડિશથી દિવસની શરૂઆથ કરો.
    - ઘરમાંથી બહાર નીકળતા પહેલા વધુ માત્રામાં પાણી પીઓ. લન્ચ બપોરે 11:30-થી 12:30ની વચ્ચે લેવાનું રાખો. લન્ચમાં ગ્રીન સલાડ અને દહીં સામેલ કરો.
    - સાંજે થોડા ડ્રાયફ્રુટ્સ, ફ્રૂટ ચાટ કે મિલ્ક શેક લો, આનાથી બોડીને એનર્જી મળશે.
    - ચા-કોફીનો ઉપયોગ સવારે જ કરો બાકી દિવસ દરમિયાન જ્યુસને ચા-કોફીના વિકલ્પમાં અપનાવો.
    - ઉંઘવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા રાતનું ભોજન લઇ લેવું. તેમાં વધારે મસાલેદાર ફૂડનો ઉપયોગ કરવાનું ટાળો.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Forecasts, Gujarat Weather, Heatwave, Weather department

    विज्ञापन
    विज्ञापन